તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Saturday, 9th May 2026
૭૧મો રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહઃ પશ્ચિમ રેલવેમાં ઉત્કૃષ્ટ કાર્ય પ્રદર્શન માટે રાજકોટ ડિવિઝનને મળ્યા ચાર પ્રતિષ્ઠિત શીલ્ડ

રાજકોટઃ પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને તાજેતરમાં જનરલ મેનેજર સ્તરની ચાર શીલ્ડ મેળવીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ શીલ્ડ પશ્ચિમ રેલવેના ૭૧માં રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ દરમિયાન દક્ષિણ મુંબઈ સ્થિત યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન હોલ ખાતે એનાયત કરવામાં આવી હતી. આ પુરસ્કાર સમારોહ દર વર્ષે પヘમિ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમની સખત મહેનત અને સમર્પણને સન્માનિત કરવા માટે આયોજિત કરવામાં આવે છે, જેઓ હંમેશા પડકારોનો સામનો કરવા તૈયાર રહે છે. રેલ સપ્તાહ દરમિયાન વિવિધ શ્રેણીઓમાં ડિવિઝનો અને એકમોને કાર્યદક્ષતા શીલ્ડ આપવામાં આવે છે.
રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ અવસરે પヘમિ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડેએ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કળષ્ટ પ્રદર્શન કરનાર ડિવિઝનો અને એકમોને પ્રતિષ્ઠિત જનરલ મેનેજર કાર્યદક્ષતા શીલ્ડ એનાયત કરી હતી.
આ વર્ષે રાજકોટ ડિવિઝને વિવિધ ક્ષેત્રોમાં ઉત્કળષ્ટ સિદ્ધિઓ માટે કુલ ચાર શીલ્ડ પ્રાપ્ત કરી છેઃ
૧) રેલ મદદ શીલ્ડ : મુસાફરોની ફરિયાદોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે.
૨) કોમર્શિયલ ક્લીનલીનેસ શીલ્ડઃ સ્ટેશનો પર ઉત્કળષ્ટ સ્વચ્છતા જાળવવા માટે.
૩) ઇન્ટર ડિવિઝનલ શીલ્ડઃ ટ્રેક મેન્ટેનન્સ મશીનો દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી માટે.
૪) બેસ્ટ ઇમ્પ્રુવમેન્ટ શીલ્ડઃ પાછલા વર્ષની સરખામણીમાં વિવિધ વિભાગોના ઉત્કળષ્ટ પ્રદર્શન માટે.
પヘમિ રેલવેના જનરલ મેનેજર શ્રી રામાશ્રય પાંડે દ્વારા રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સાથે આ શીલ્ડ એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીના અને સીનિયર ડિવિઝનલ એન્જિનિયર (કો-ઓર્ડિનેશન) શ્રી નરેન્દ્ર સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી ગિરિરાજ કુમાર મીનાએ આ સિદ્ધિ બદલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ આ જ ઉત્કળષ્ટ કાર્ય સંસ્કળતિ અને ગતિ જાળવી રાખવા પ્રેરણા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આ તમામ પ્રતિષ્ઠિત શીલ્ડ ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, સમર્પણ અને ખંતનું પરિણામ છે.
(3:41 PM IST)










