News of Tuesday, 17th November 2026
ભારતીનગરમાં ૭૦ વર્ષના માવજીભાઇ સિંધવનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૭: કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે ભારતીનગર-૩માં રહેતાં માવજીભાઇ બચુભાઇ સિંધવ (ઉ.વ.૭૦) નામના વૃધ્ધે સાંજે ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબ બાબુભાઇ મેરે માવજીભાઇને મૃત જાહેર કરતાં ભક્તિનગરના એએસઆઇ અશ્વીનભાઇ મનસુખલાલે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
(4:04 PM IST)










