News of Friday, 27th November 2026
પનીર-મગનું શાક-બટર-દૂધ-મરચું-હળદર સહિત ૭ નમૂના લેવાયા
મનપાની ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ-ગંદકી સામે સ્પેશિયલ ડ્રાઇવ શહેરની ૧૭ પેઢીને લાઇસન્સ અંગે નોટીસઃ ૧૭ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરતી ફુડ શાખા બ્લિંકિટ અને એમેઝોન નાઉની જોરદાર ટક્કર વચ્ચે સ્વિગીનો મોટો નિર્ણયઃ ઇન્સ્ટામાર્ટના ૩૪૦ કર્મચારીઓની છટણી કરવાની તૈયારી ક્વિક કોમર્સ ક્ષેત્રમાં વધતી હરીફાઈ વચ્ચે ખર્ચ ઘટાડવા અને કળત્રિમ બુદ્ધિમત્તાનો વધુ ઉપયોગ કરવા સ્વિગી દ્વારા વ્યાપક ફેરફાર હાથ ધરાયા

રાજકોટ, તા.૨૭: મનપાની આરોગ્ય શાખા-ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૨ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૧૭ કિલો અખાદ્ય/ વાસી/ પડતર/ એક્સપાયર્ડ જથ્થાનો નાશ કરવામાં આવેલ.
જે પૈકી કુલ -૧૭ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કુલ રૂ.૭,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ફૂડ સેફ્ટી ્રૂ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૭ નમૂના લઈ પળથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.
પનીર-મગનું શાક-બટર-દૂધ-મચ્ચું પાઉડર-હળદર સહિતના નમુના લેવાયા
પાઈનવીંટા હોટલઃ બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ ની બાજુમાં ગોંડલ રોડ રાજકોટ. હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ પનીર (લુઝ) (૨)મગનું શાક (પ્રિપેડ લુઝ)ના નમૂના લેવામાં આવેલ.
જય યોગેશ્વર ડેરીફાર્મઃ ભારતી નગર-૧, કોર્નરની સામે, સુભાષ નગર મેઇન રોડ, નંદાહોલ પાછળ, કોઠારીયા રોડ, રાજકોટ. (૧)બટર (લૂઝ) (૨)મિક્સ દૂધ (લૂઝ) ના નમૂના લેવામાં આવેલ. તપસી રેસ્ટોરન્ટઃ ૮૦ ફુટ રોડ, કોઠારીયા મેઇન રોડ, રાજકોટ. હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ (૧)લાલ મરચું પાઉડર(લૂઝ) (૨)હળદર(લૂઝ), ગ્રેવી (પ્રિપેડ- લૂઝ)ના નમૂના લેવામાં આવેલ.
જયારે જય દેવજીવન રેસ્ટોરન્ટઃ જુના જકાતનાકા સામે, કુવાડવા હાઈવે, ખાતેથી વાસી મંચુરિયન/પનીર/બાંધેલો લોટ કુલ મળી અંદાજીત ૬ કિલો નાશ કરેલ તેમજ લાયસન્સ તથા હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રહાન પ્રોવિઝન સ્ટોરઃ ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ, ખાતેથી એક્સપાયરી ફૂડ પેકેટ, પસ્તી કુલ ૫ કિલો નાશ કરેલ તેમજ હાઇજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ. રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શ્રી હરિ પ્રોવિઝનઃ ભોજલરામ સોસાયટી, કોઠારીયા રોડ, ખાતે એક્સપાયરી ફૂડ પેકેટ કુલ મળી ૬કિલોનાશ કરેલ તેમજ યોગ્ય લેબલિંગ તથા લાઇસન્સ બાબતે નોટિસ આપેલ. રૂ.૫૦૦ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
જય ખોડીયાર ચાઈનીઝ એન્ડ પંજાબીઃ ૮૦ ફૂટ રોડ, મટુકી મેઈન રોડ, ખાતે હાઈજેનીક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ક્રિષ્ના દાળપકવાનઃ ૮૦ ફૂટ રોડ, મટુકી મેઈન રોડ, ખાતે હાઈજેનીક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ઉપરાંત
શ્યામ પાન & ચાઃ ૮૦ ફૂટ રોડ, મટુકી મેઈન રોડ, રાજકોટ. હાઈજેનીક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પ્રમુખરાજ ડેરી ફાર્મઃ ૮૦ ફૂટ રોડ, મટુકી મેઈન રોડ, રાજકોટ. વહીવટી ચાર્જ રૂ.૫૦૦/- વસૂલ કરેલ.
શ્રીજી એન્ટરપ્રાઇઝઃજૂના માર્કેટ યાર્ડ, G-2, અમદાવાદ હાઇવે, રાજકોટ. હાઈજેનીક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૨,૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સૈરાની ફીશઃભવાની ચોક, કોઠારીયા રોડ, રાજકોટ. લાયસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સૈરાની સમોસાઃ ભવાની ચોક, કોઠારીયા રોડ, રાજકોટ. લાયસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. સંતોષ પ્રોવિઝઃ ન્યુ સાગર સોસાયટી, કોઠારીયા રોડ, રાજકોટ. યોગ્ય લેબલિંગ તેમજ લાઇસન્સ બાબતે નોટીસ આપેલ તથા રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
શક્તિ ચાપડી ઊંધિયું:મોરબી હાઇવે, ગ્રીનલેન્ડ ચોકડી પાસે, ર માલધારી પાન કાફેઃ જુના જકાતનાકા સામે, કુવાડવા હાઇવે, શ્રુતિ ચટણીઃ એસ.કે.ચોક, ગાંધીગ્રામ, ર નકળંગ ટી નાસ્તાઃ પુનિત નગર, ૮૦ ફુટ રોડ, શ્રી મોગલ પાન એન્ડ કોલ્ડ્રીંક્સઃ પુનિત નગર, ૮૦ ફુટ રોડ, ખાતે લાઇસન્સ તથા હાઇજેનિક કન્ડિશન જાળવવા નોટીસ આપેલ.
(3:43 PM IST)










