તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
પારડી ગામે મકાનમાં જુગાર રમતા રાજકોટના ૪ સહિત ૭ પકડાયા : ૧.૭૬ લાખની રોકડ કબ્જે
ભાર્ગવ અપારનાથી તેના મકાનમાં જુગાર રમાડતો'તોઃ શાપર-વેરાવળ પોલીસનો દરોડો તસ્વીરમાં જુગાર રમતા પકડાયેલ શખ્સો નજરે પડે છે.

રાજકોટ, તા., ર૭: શાપર-વેરાવળ પોલીસે પારડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર રેઇડ કરી જુગાર રમતા રાજકોટના ૪ સહિત ૭ શખ્સોને રોકડ રૂા. ૧.૭૬ લાખ સહિત ર.૯૧ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા પ્રોહી તથા જુગારની બદીઓને નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે શાપર-વેરાવળ પોલીસે આરોપી ભાર્ગવભાઇ નારણગીરી અપારનાથી રહે. શીતળામંદીર પાછળ પારડી ગામે પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી આર્થીક ફાયદા સારૂ નાલના રૂપીયા ઉઘરાવી જુગારનો અડ્ડો ચલાવે છે. જે હકીકત આધારે રેઇડ કરી કુલ સાત આરોપીને રોકડ રૂા. ૧,૭૬,૭૭૦ તથા મોબાઇલ ફોન નંગ-૬ કી. રૂા. ૧,૧પ,૦૦૦ તથા પાથરણુ-૧ તથા સ્ટીલનો ડબરો કિ.રૂા. ૧૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર મળી કુલ કિંમત રૂા. ર,૯૧,૮૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાન માલીક ક૧) ભાર્ગવભાઇ નારણગીરી અપારનાથી રહે. પારડી, શીતળા મંદીર નજરઅલી ગોડાઉન સામે (ર) નારણગીરી મોતીગીરી અપારનાથી રહે. નજરઅલી ગોડાઉનની સામે શીતળા મંદીર પારડી (૩) જયેશભાઇ ટપુભાઇ ઘરડુસીયા રહે. પારડી જુનુ ગામ (૪) હિતેષભાઇ વ્રજલાલભાઇ રાજાણી રહે. આનંદનગર નીલકંઠ ટોકીઝ સામે રાજકોટ (પ) ધ્રુવભાઇ અનીરૂધ્ધભાઇ કાકડીયા રહે. હરીધવા મેઇન રોડ નવનીત હોલ સામે શ્રીરામ પાર્ક મેઇન રોડ રાજકોટ (૬) નીકુંજભાઇ બાવાભાઇ પરસાણા રહે. હરી ધવા મેઇન રોડ, નવનીત હોલ સામે શ્રીરામ પાર્ક મેઇન રોડ રાજકોટ તથા (૭) કિશોરભાઇ દોલતરામ વાઘવાણી ઉ.વ.૭૦ રહે. હસનવાડી બોલબાલા રોડ પીપળીયા હોલ પાસે રાજકોટન સમાવેશ થાય છે.
આ કાર્યવાહી શાપર (વે.) પો.સ્ટે.ના પીઆઇ આર.બી.રાણા, એએસઆઇ ડી.આર.સરવૈયા, દિનેશભાઇ ખાટરીયા, પ્રતીપાલસિંહ રાણા, અરવિંદભાઇ ઝાપડીયા, મનસુખભાઇ ચૌહાણ તથા દિવ્યેશભાઇ શામળા દ્વારા કરવામાં આવેલ છે.
(11:35 AM IST)










