<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

છત્તરના પાટીયે ટ્રક ઉંધો વળી જતાં કેટરર્સના ૭ કર્મચારીઓ ઘાયલ થયા

મોરબીથી કેટરર્સનું કામ પતાવી રાજકોટના કણકોટ ખાતેના ગોડાઉનમાં માલસામાન મુકવા જતી વખતે બનાવ

રાજકોટ તા. ૨૨: ટંકારાના છત્તરના પાટીયા પાસે સવારે ત્રણેક વાગ્‍યે ટ્રક પલ્‍ટી મારી ખેતરમાં ઉતરી જતાં તેમાં બેઠેલા રાજકોટના કેટરર્સના છ કર્મચારીઓને નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે ખસેડાયા છે. મોરબીથી કામ પુરૂ કરી કેટરર્સનો સામાન રાજકોટના ગોડાઉનમાં મુકવા જતી વખતે બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ટંકારાના છત્તરના પાટીયા નજીક શીવમ્‌ ફેક્‍ટરી પાસે વહેલી પરોઢે ત્રણેક વાગ્‍યે કેટરર્સનો સામાન ભરેલો ટ્રક પલ્‍ટી મારી ખેતરમાં ઉતરી જતાં ટ્રકના ચાલક મુળ મુંબઇના સત્તકપીશ સુદીપ રાય (ઉ.વ.૨૦) તથા કેટરર્સના કર્મચારીઓ હરિપ્રસાદ અધિકારી (ઉ.વ.૪૨), હરેન્‍દ્રસિંગ પરષોત્તમસિંગ (ઉ.વ.૨૦), પંચમસિંગ શ્રીરામદત્તસિંગ (ઉ.વ.૨૫), અશોક કાળાભાઇ મકવાણા (ઉ.વ.૩૮), એલીશ (ઉ.વ.૨૭)ને ઇજાઓ થઇ હતી.

આ તમામ રાજકોટના ઝાલાવાડીયા કેટરર્સના કર્મચારીઓ છે. મોરબી એક ફંકશન પુરૂ કરી ટ્રકમાં કેટરર્સનો સામાન ભરીને કાલાવડ રોડ કણકોટ ખાતે આવેલા ગોડાઉન ખાતે સામાન મુકવાનો હોઇ બધા મોરબીથી રાજકોટ આવી રહ્યા હતાં ત્‍યારે છત્તરના પાટીયે બનાવ બન્‍યો હતો. ચાર જણા પાછળ બેઠા હતાં અને ચાલક સહિત ત્રણ ટ્રકની કેબીનમાં હતાં. કદાચ ડ્રાઇવરને ઝોકુ આવી જતાં આ બનાવ બન્‍યાનું જણાવાયું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ટંકારા પોલીસે કાર્યવાહી કરી હતી. 

(12:03 PM IST)