News of Friday, 30th October 2026
ગેસ રીફીલીંગના કારસ્તાનમાં ૭ પકડાયા, ૧૫ વોન્ટેડ
ઢેબર રોડ અટીકા સાઉથના ન્યુ નહેરૂનગર તેમજ આહિર ચોકના નહેરૂનગરમાં મકાનો, ગોડાઉનોમાં બે દરોડા : કુલ ૫૧૪ બાટલા જપ્ત : કોમર્શિયલ તેમજ ઘર વપરાશના ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખી અન્ય બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતાં કરી માણસોની જિંદગી જોખમમાં મુકીે નિર્ધારીત બજાર કિંમત કરતાં ઉંચા ભાવે વેંચાણ કરતાં હોવાનો આરોપઃ એસએમસીએ બે ગુના દાખલ કરાવ્યાઃ આગળની તપાસ ભક્તિનગરના પીએસઆઇ એસ. એચ. ગોહિલે હાથ ધરી : પોલીસ વડા જી. એસ. મલિકની સુચનાથી એસએમસીના પીએસઆઇ એસ. વી. ગળચર, વી. એન. જાડેજા અને ટીમની કાર્યવાહી : મધુરમ ગેસ એજન્સી, જયમીન ગેસ એજન્સી, જય ભીમ ગેસ એજન્સીના માણસો પણ કારસ્તાનમાં સામેલ : પોલીસે અમિત ડાંગર, આશિષ ગોગરા તથા બીજા કેસમાં હરદેવ ચાવડા, મેરામણ ચાવડા, રમેશ ચાવડા, રાકેશ બિશ્નોઇ, પુરેનનાથ કોરીને પકડયાઃ જ્યારે બંને કેસના મળી ૧૫ને વોન્ટેડ જાહેર કર્યા છે. જેમાં ગેસ એજન્સીઓના ડીલીવરી મેન પણ સામેલ હોવાનું ખુલ્યું

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોએ અટીકા નહેરૂનગરમાં ૯ મકાનો, ગોડાઉનમાં દરોડા પાડી ઝડપી લીધેલા ગેસ રીફીલીંગના કારસ્તાનમાં કુલ ૭ આરોપીઓને ઝડપી લીધા છે અને બીજા ૧૫ને વોન્ટેડ જાહેર કર્યા છે. જપ્ત થયેલા કુલ ૫૧૪ ખાલી ભરેલા બાટલા, આરોપીઓ, વજન કાંટા, છકડો રિક્ષા, ટુવ્હીલર, રીફીલીંગ માટેની ઇલેક્ટ્રીક મોટરો સહિતનો મુદ્દામાલ જોઇ શકાય છે
રાજકોટ તા. ૩૦: શહેરમાં ગેસના બાટલાની ગેરકાયદેસર હેરાફેરી, રીફ્લીંગ અને સંગ્રહ કરી લોકોની જિંદગી જોખમમાં મુકનારાઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના અટીકા આહિર ચોક પાસે નહેરૂનગરના એક ઘર અને ગોડાઉનમાં દરોડો પાડી અહિથી ૦૨ શખ્સોને ૩૧૩ ગેસના બાટલા સાથે પકડી લેવાયા હતાં. આ બંને અને ભાગી વોન્ટેડ જાહેર કરાયેલા ૭ સામે ગુનો દાખલ કરાવાયો છે. આ ઉપરાંત બીજો દરોડો અટીકા ન્યુ નહેરૂનગર સાઉથ અને ન્યુ નહેરૂનગર આરતી મેઇન રોડ શેરી નં. ૨માં પાડી અહિથી પણ રીફીલીંગનું કારસ્તાન પકડી લઇ ૦૫ને પકડી લઇ ૨૦૧ બાટલા કબ્જે કર્યા છે. આ કેસમાં બીજા ૮ને વોન્ટેડ જાહેર કરાયા છે. જેમાં અલગ અલગ ગેસ એજન્સીના માણસો પણ સામેલ છે. ઘણા સમયથી આ રીફીલીંગનું કારસ્તાન ચાલતુ હોવાનું ખુલ્યું હતું. બંને દરોડામાં મળી એસએમસીએ કુલ ૫૧૪ ગેસના બાટલાઓ કબ્જે કર્યા છે. બંને કેસના મળી કુલ ૨૨ (બાવીસ) સામે ફરિયાદ દાખલ થઇ છે.
જાણવા મળ્યા મુજબ શહેરના ઢેબર રોડ અટીકા વિસ્તારમાં અલગ અલગ ઘરો, ગોડાઉનમાં રાંધણ ગેસના બાટલાઓ મોટા પ્રમાણમાં સંગ્રહ કરી ગેસ રીફીલીંગ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળતાં ગત સાંજે અટીકા ૮૦ ફુટ રોડ આહિર ચોક નેહેરૂનગર-૬, ૮ અને ૧૦માં મકાન તેમજ ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહિ પોલીસે તપાસ કરતાં ગેસના બાટલાઓમાંથી રીફીલીંગ થતું જોવા મળ્યું હોઇ તુરંત કાર્યવાહી કરી હતી. તપાસ બાદ આ કેસમાં ગુનો નોંધી સ્થળ પર હાજર બે શખ્સને પકડી લીધા હતા અને બીજા ૭ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ વજુભા ઝાલાની ફરિયાદના આધારે એક ગુનો નોંધાયો છે. જેમાં આરોપી તરીકે ે અમિત ધીરૂભાઈ ડાંગર (ઉ.વ. ૩૫, રહે. નહેરૂનગર, શેરી નંબર-૦૮) તથા આશિષ રમેશભાઈ ગોગરા (ઉ.વ. ૨૪, રહે. નહેરૂનગર શેરી નંબર-૧૦) તેમજ વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓ ધીરૂ રાયઘનભાઈ ડાંગર (રહે. આહીરચોક પાસે, નહેરૂનગર શેરી નંબર-૧૦), પ્રફુલ નારણભાઈ ડાંગર (રહે. નહેરૂનગર મેઈન રોડ, શ્રદ્ધાપાર્ક), ઉમેશ પ્રભાતભાઈ બોરીયા (રહે. નહેરૂનગર શેરી નંબર-૦૬), સંજય ચાવડા (રહે. ભગવતીપરા, રાજકોટ દ્વારકેશ ગેસ એજન્સીમાંથી બોટલો ડિલેવરી કરનાર), સંજય રજપુત (ફ્રીડમ ગેસ એજન્સીમાંથી બોટલો ડિલેવરી કરનાર), રાજ નામનો માણસ (આકળતિ ગેસ એજન્સીમાંથી બોટલો ડિલેવરી કરનાર) અને તજુ નામનો માણસ (જૈમિન ગેસ એજન્સીમાંથી બોટલો ડિલેવરી કરનાર)સામે આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ અને બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જેમાં અમિત અને આશિષને પકડી લેવાયા છે.
પકડાયેલા આરોપીઓ અને વોન્ટેડ જાહેર થયેલા આરોપીઓ પોતાના તથા ભાડાના ગોડાઉનમાં કોમર્શિયલ તેમજ ઘર વપરાશના ગેસના બાટલા ગેરકાયદેસર રીતે રાખી અનધિકળત રીતે અન્ય બાટલાઓમાં ગેસ રીફીલીંગ કરતાં હતાં. માણસોની જિંદગી જોખમમાં મુકાય તેમ હોવા છતાં જ્વલનશીલ પદાર્થ અંગે બેદરકારી દાખવતાં હતાં અને નિર્ધારીત બજાર કિંમત કરતાં ઉંચા ભાવે વેંચાણ કરતાં હતાં. તેમજ ઘર વપરાશ (ડોમેસ્ટીક)ના બાટલાનું ગેરકાયદેસર રીતે કોમર્શીયલ વેંચાણ કરતાં હતાં. તેવો આરોપ ફરિયાદમા મુકાયો છે.
આ ઉપરાંત બીજો ગુનો સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ અક્ષયકુમાર જગતસિંહની ફરિયાદના આધારે નોંધાયો છે. એસએમસીની ટીમે ન્યુ નહેરૂનગર, શેરી નંબર-૪, આટીકા સાઉથ તેમજ ન્યુ નહેરૂનગર, આરતી મેઇન રોડ, શેરી નંબર-૨ ખાતે આવેલા મકાનોમાં પોલીસે દરોડા પડ્યા હતા. અહિથી ૩૧૩ જેટલા બાટલા મળી આવ્યા હતાં. આ કેસમાં પકડાયેલા આરોપીઓમાં હરદેવ કાનજીભાઈ ચાવડા (ઉ.વ. ૩૪, રહે. ન્યુ ગોપાલવંદના, શેરી નંબર-૫, પિતળકળપા), મેરામણ કરશનભાઈ ચાવડા (ઉ.વ. ૫૩, રહે. ન્યુ ગોપાલવંદના, શેરી નંબર-૫), રમેશ ગગુભાઈ ચાવડા (ઉ.વ. ૫૮, રિક્ષા ડ્રાઈવિંગ, રહે. ન્યુ ગોપાલવંદના, ૮૦ ફૂટ રોડ), રાકેશ મહેશકુમાર બિશ્નોઈ (કાલેરાણા) (ઉ.વ. ૨૧, રહે. હાલ રાજકોટ, મુળ રહે. છીતરબેરા, ભોજાસર, જોધપુર, રાજસ્થાન) અને પુરેનનાથ ઘનશ્યામભાઈ કોરી (ઉ.વ. ૩૫, રહે. શિવ શક્તિ ફોરજીંગ, કૈલાશ પતિ સોસાયટી, શેરી નંબર-૩, ઢેબર રોડ, રાજકોટ, મૂળ રહે. પારાસરાય, તા. ઇટીયાથોક, જી. ગોન્ડા, ઉત્તરપ્રદેશ)નો સમાવેશ થાય છે.
જ્યારે અન્ય આરો૮જણાને વોન્ટેડ જાહેર કરાયા છે. જેમાં રાજુ સોલંકી (રહે. જીવરાજ કસ્તૂરી આવાસનાં ક્વાર્ટસ, સ્પીડ વેલ પાર્ટી પ્લોટની બાજુમાં, રાજકોટ-જયમીન ગેસ એજન્સીનો માણસ), કરણ લાવડીયા (રહે. રાજકોટ, જયમીન ગેસ એજન્સીનો માણસ), મંગાભાઈ (રહે. મોરબી રોડ, જકાતનાકા પાસે, રાજકોટ, મધુરમ ગેસ એજન્સીનો માણસ), અરવિંદ નટ (રહે. ૧૫૦ ફૂટ રીંગ રોડ જય ભીમ ગેસ એજન્સીનો માણસ), હિતેશ ગગુભાઈ ચાવડા (રહે. ન્યુ ગોપાલવંદના, ગોપ વંદના શેરી નંબર-૫, રાજકોટ, એજીએસ પ્યોર ગેસ એજન્સી), શૈલેષ ગગુભાઈ ચાવડા (રહે. ન્યુ ગોપાલવંદના, શેરી નંબર-૫, મધુરમ ગેસ એજન્સીનો માણસ), ચંદુ રાઠોડ (રહે. આહિર ચોક, નહેરૂનગર, રાજકોટ, રિક્ષા ડ્રાઈવર) અને જીતેન્દ્ર (રહે. ગાંધીગ્રામ, રાજકોટ ઝરીવાલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો માણસ)નો સમાવેશ થાય છે.
પોલીસ વડા જી. એસ. મલિકની સુચના અંતર્ગત એસએમસીના પીએસઆઇ એસ. વી. ગળચર, પીએસઆઇ વી. એન. જાડેજા અને ટીમોએ આ કામગીરી કરી હતી. આ દરોડા દરમિયાન પોલીસે અલગ-અલગ કંપનીના ભરેલા અને ખાલી બાટલા નંગ-૨૦૧, ઇલેક્ટ્રિક મોટર, વજનકાંટા, સીલ, વાહનો અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૪,૬૩,૪૪૫નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. એસઅમસીની ટીમે આ દરોડા પાડી ગુના દાખલ કરાવ્યા બાદ હવે આગળની તપાસ ભક્તિનગર પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ અને ટીમે હાથ ધરી છે. જેટલા વોન્ટેડ જાહેર કરાયા છે તે તમામને શોધીને આગળ તપાસ કરવામાં આવશે. (૧૪.૬)
અમિત અને આશિષ ગેસ એજન્સીના માણસો મારફત બાટલા મંગાવી રીફીલીંગ કરી કાળાબજારમાં વેંચતા
ઞ્જ પોલીસ તપાસમાં ખુલ્યું છે કે અમિત ડાંગર અગાઉ કેટરીંગનો ધંધો કરતો ત્યારે ૨૦ એલપીજી બોટલોનું કનેક્શન લીધુ હતું: બીજા ૭ બાટલા ગેરકાયદે છેઃ આરકે ઇન્ડસ્ટ્રીઝમાં ભારત ગેસ, ફ્રીડમ ગેસમાંથી ડીલીવરીમેન સંજય ચાવડા અને સંજય રજપૂત બાટલા લાવેતેમાંથી રીલાયન્સની બોટલોમાં રીફીલીંગ કરી કાળા બજારમાં વેંચતો હતો. જ્યારે આશિષ પાસે ૧૩ ગેરકાયદેસર બાટલા છે અને તે ખંઢેરી પાસે આકૃતિ ગેસ એજનસી અને જૈમીન ગેસ એજનસીમાંથી બાટલા લાવી ઇીન્ડીયન તથા રીલાયન્સની બોટલોમાં રીફલીંગ કરી કાળા બજારમાં વેંચતો હતો.
અટીકા નહેરૂનગરમાં શેરી નંબર-૨, ૪, ૬,૮ અને ૧૦ એમ ૯ સ્થળે દરોડા પાડયા
ઞ્જએસએમસીની ટીમે અટીકા સાઉથ નહેરૂનગર વિસ્તારમાં કુલ ૮ સ્થળે દરોડા પાડયા હતાં. જેમાં પકડાયેલ રમેશ ગગુ ચાવડાના નહેરૂનગર-૨ના ગોડાઉનમાં, મેરામ કરસન ચાવડાના નહેરૂનગર-૪ના મકાનમાં, હરદેવ કાના ચાવડાના નહેરૂનગર-૪ના મકાનમાં, અમિત ધીરૂભાઇ ડાંગરના નહેરૂનગર-૮ના ગોડાઉનમાં, વોન્ટેડ પ્રફુલ નારણભાઇ ડાંગરના નેહરૂનગર-૮ના ગોડાઉનમાં, પકડાયેલ આશિષ રમેશભાઇ ગોગરાના નેહરૂનગર-૧૦ના ગોડાઉનમાં, વોન્ટેડ ધીરૂ રાયધનભાઇ ડાંગરના નહેરૂનગર-૧૦ના બે ગોડાઉનમાં અને વોન્ટેડ ઉમેશ બોરીચાના નહેરૂનગર-૬ના ગોડાઉનમાં એમ કુલ ૯ મકાન, ગોડાઉનમાં દરોડા પાડયા હતાં.
હરદેવ સહિતના શખ્સો રીફલીંગ બાટલા ૧૪૦૦ લેખે વેંચતાઃ ટુર ટ્રાવેલ્સના સંચાલક જીતેન્દ્રએ ૪૫ બાટલાનો ઓર્ડર આપ્યો હતોઃ તેને રૂા.૨૮૦૦ના એક લેખે બાટલો અપાયો હતો
ઞ્જબીજા દરોડામાં પકડાયેલ હરદેવ ચાવડા નવેક મહિનાથી જયમીન ગેસ એજન્સીના માણસો રાજુ સોલંકી, કરણ લાવડીયા, જય ભીમના અરવિંદ સહિતની પાસેથી બાટલા લઇ રીફીલીંગ કરી ૧૪૦૦ લેખે વેંચતો હતો. તેમજ છુટક ગેસ ભરાવવા આવે તો રૂા. ૧૦૦ના કિલો લેખે ગેસ ભરી આપતો હતો.
દરમિયાન ઝરીવાલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે ધંધો ધરાવતાં જીતેન્દ્રભાઇએ હરદેવને ગેરકાયદે રીફીલીંગ કરેલા ૪૫ બાટલાનો ઓર્ડર લખાવ્યો હતો. જેને રૂા. ૨૮૦૦ લેખે એક બાટલો આપવાનો હતો. અગાઉ જીતેન્દ્રને આ રીતે ૧૦ બાટલા આપ્યા હતાં. રમેશ ચાવડા છએક મહિનાથી રીફીલીંગનું કામ કરતો હતો. તે એજીએસ પ્યોર કંપનીના ૧૫ કિલોના બાટલા ગેરકાયદે રાખી રીફીલીંગ કરતો હતો. તેને મધુરમ એજનસીમાં કામ કરતો તેનો નાનો ભાઇ શૈલેષ બાટલા પુરા પાડતો હતો.
બંને કેસમાં મળી ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયોઃ ૫૧૪ બાટલા, નોઝલ પાઇપ, ઇલેક્ટ્રીક મોટરો, વજન કાંટા, રિક્ષા, ટુવ્હીલર, બાટલા ઉપર લગાવવાના સીલ-ઢાંકણા કબ્જે કરાયા
ઞ્જએસએમસીએ જે દરોડામાં અમિત અને આશિષને પકડયા તેમાંગસના બાટલા નંગ-૩૧૩ કુલ કી.રૂ. ૬,૦૦૪૦૦, રીફીંલીંગ પાઇપ (નોઝલ) નંગ-૧૦ કી.રૂ. ૪૦૦૦, ઇલેકટ્રીક મોટર નંગ-૦૫ કિ.રૂ. ૨૫૦૦૦, ઇલેકટ્રીક વજન કાંટા નંગ- ૦૫ કિ.રૂ. ૧૨,૫૦૦, સાદા વજન કાંટા નંગ-૦૨ કિ.રૂ. ૧૦૦, મોબાઇલ ફોન નંગ-૦૨ કિ.રૂ. ૪૦,૦૦૦, રોકડ રકમ ૫૦૦ મળી કુલ રૂા. ૬,૮૨,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
જ્યારે બીજા દરોડામાં હરદેવ, મેરામણ સહિત પાંચને પકડવામાં આવ્યા તેમાં અલગ અલગ કંપનીના કોમર્શીયલ તથા ડોમેસ્ટીક ભરેલ તથા ખાલી બાટલા નંગ-૨૦૧ કિ.રૂા.૩,૨૮,૭૦૦, ઇલેકટ્રીક મોટર (રીફીંલીંગ કરવા માટેની) નળી નોજલ સાથે નંગ -૬ કિ.રૂા.૩૦,૦૦૦, ઇલેકટ્રીક વજનકાંટા નંગ-૭ કિ.રૂા.૧૪,૦૦૦, રીલાયનસ ગેસ લખેલ સ્ટીકરનાં પાનીયા નંગ-૪૪ કિ.રૂા.૦૦, ગેસનાં બાટલા ઉપર લગાવવાના ઢાકણા (સીલ) નંગ-૪૮૮ રૂા.૯૭૬, છકડો રિક્ષા બ રૂા.૪૦,૦૦૦, ટુવ્હીલર એક ૨૫,૦૦૦નું, મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂા.૧૬,૦૦૦ તેમજ વાંદરી પાનુ નંગ-૧ કિ.રૂા.૧૦૦ અને રોકડા રૂપિયા ૮૬૭૦ મળી કુલ ૪,૬૩,૪૪૬નો મુદ્દામાલ જપ્ત થયો છે. બંને કેસમાં મળી કુલ રૂા. ૧૧.૪૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેમાં કુલ ૯,૨૯,૧૦૦ના ૫૧૪ ખાલી-ભરેલા બાટલા સામેલ છે.
(2:12 PM IST)










