<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

મુંબઈમાં આંતરરાષ્‍ટ્રીય મેયર કોન્‍ફરન્‍સઃ રાજકોટના મેયર ડો. નેહલ શુક્‍લ જવા રવાના

તા. ૨૫થી ૨૭ નવેમ્‍બર ત્રણ દિવસ વિશ્વભરના મેયરોનો થશે સંગમ : શહેરી વિકાસ અંગે થશે વિચારમંથન : ડો. નેહલ શુક્‍લ પ્રવચન આપશે

રાજકોટ, તા. ૨૪: મુંબઈ ખાતે આવતીકાલથી તા. ૨૫થી ૨૭ નવેમ્‍બર દરમિયાન ત્રણ દિવસીય આંતરરાષ્‍ટ્રીય મેયર કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું છે. મુંબઈની ફોરમેન્‍ટ હોટલ ખાતે યોજાનારી આ કોન્‍ફરન્‍સમાં ભાગ લેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુક્‍લ મુંબઈ જવા રવાના થયા છે.

આ આંતરરાષ્‍ટ્રીય પરિષદમાં વિશ્વભરના વિવિધ શહેરોના મેયરો ભાગ લેશે. અર્બન ડેવલપમેન્‍ટ એટલે કે શહેરી વિકાસ, શહેરોના સુઆયોજિત વિકાસ અને આધુનિક શહેરી વ્‍યવસ્‍થાપન સહિતના મુદ્દાઓ ઉપર વ્‍યાપક ચર્ચા અને વિચારમંથન કરવામાં આવશે.

ત્રણ દિવસીય કોન્‍ફરન્‍સ દરમિયાન રાજકોટના મેયર ડો. નેહલ શુક્‍લ પણ એક વિષય ઉપર પ્રવચન આપશે. વિશ્વના વિવિધ શહેરોમાં અમલમાં મુકાયેલી વિકાસલક્ષી યોજનાઓ અને નવીન અભિગમો અંગે જાણકારી મેળવવાની સાથે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે વિચારો અને અનુભવોનું આદાનપ્રદાન થશે.

આ કોન્‍ફરન્‍સમાંથી મળનારી જાણકારી અને અનુભવો રાજકોટના ભાવિ શહેરી વિકાસના આયોજનમાં કેટલા ઉપયોગી બને છે તેના ઉપર પણ મીટ રહેશે.

 

(4:10 PM IST)