તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
નાણાવટી ચોકમાં પાણીમાં વર્ષો જુની ડૂબેલી દ્વારકા નગરીનું નિર્માણ : ૧પ થી ર૦ ફૂટનો ઝૂલો પણ આકર્ષણ જમાવશે
આવતીકાલે ફલોટસને ખુલ્લો મુકાશે : મહાઆરતી, રાસગરબા, મટકીફોડ સહિતના કાર્યક્રમો

રાજકોટ : જય રામનાથ યુવા ગૃપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે તા. ર સપ્ટેમ્બરના રાત્રે ૬ કલાકે ફલોટસને ખુલ્લો મુકવામાં આવેશ.
શહેરના આંગણે નાણાવટી ચોક ખાતે જય રામનાથ યુવા ગૃપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્માષ્ટમીના પાવન પર્વે વર્ષના મહોત્સવનું મુખ્ય આકર્ષણ પુરાણીક પાણીમાં રહેતી દ્વારકા નગરીનો નજારો જોવા મળશે. ભૂતકાળમાં બની પુરાણીક કાળમાં દ્વારકાનગરીનો જોવા તથા અન્ય ફલોટસનો લાભ મળે તે માટે વિશેષ થીમ આધારીત તૈયારીઓ કરવામાં આવી છે. ૧પ થી ર૦ ફુટનો ઝુલો પણ આકર્ષણ જમાવશે.
મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોની રમઝટ જોવા મળશે. તેમજ તા. ૦ર.૦૯ તથા તા. ૦૩.૦૯ (બુધ, ગુરૂ) પ્રસાદી વિતરણ, રાસ ગરબા તેમજ તા. ૦૪.૦૯ ગુરૂવારે રાત્રે અન્ય કાર્યક્રમો અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે. જેમાં પરંપરાગત મટકી ફોડ તથા કૃષ્ણ ભગવાનની મહાઆરતીનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરાયો છે.
આયોજનને સફળ બનાવવા જય રામનાથ યુવા ગૃપ, નાણાવટી ચોક, રાજકોટના ધવલ કુકડીયા, પાર્થ ગઢવી, હર્ષ પીઠવા, મેહુલ પરમાર, વિષ્ણુ પરમાર, સાગર કુકડીયા, ધાર્મીક સોની, રજનીશ પરમાર, શુભમ રાવલ, હર્ષ ઝાપડીયા, ધવલ ગોહેલ, મીત ચાવડા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો. ૯૧૭૩પ૦રરરપ ઉપર સંપર્ક કરી શકાય છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:16 PM IST)










