<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

અટલ સરોવર- નવા રેસકોર્સ અને કણકોટ નજીક થયેલી ૨ લૂંટનો ભેદ ખૂલ્‍યોઃ ૪ સંકજામાં

શહેર આસપાસના ફરવા-હરવાના સ્‍થળોએ બનતી ઘટનાઓથી લોકો સજાગ બને : અટલ સરોવર નજીક બકરા ચરાવતા ભરવાડ અને કણકોટ દર્શન કરવા જઇ રહેલા દેવપુજકને છરી બતાવી મારમારી લૂંટી લીધા'તાઃ હત્‍યા, હત્‍યાની કોશીશ,લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હનુમાનમઢી વિસ્‍તારના ગોૈતમ મકવાણા સહિત ૪ ઝડપાયાઃ ક્રાઇમબ્રાંચને સફળતા

રાજકોટ તા.૧: ક્રાઇમબ્રાંચને મળેલી પૂર્વ બાતમીને આધારે તબક્કાવાર ઉઠાવી લેવાયેલા ૪ હિસ્‍ટ્રીશીટરોની આગવી પૂછપરછમાં તાજેતરમાં રાજકોટ આસપાસના હરવા-ફરવાના સ્‍થળો નજીક થયેલી બે લાખની મતાની બે લૂંટના ભેદ ઉકેલી ટોળકીના મુખ્‍ય આરોપી ગોૈતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા (ઉ.વ.૨૧ રહે.રાધે ક્રિષ્‍ના એપાર્ટમેન્‍ટ ત્રીજા માળે, ખોડીયાર હોટલ વાળી શેરી, હનુમાન મઢી, રાજકોટ) અને તેના ૩ સાગરિતોને ઝડપી લઇ ૨,૮૭,૬૫૦/-ની લૂંટાયેલી મતા તેમજ લૂંટમાં વપરાયેલ વાહનો-મોબાઇલ કબ્‍જે લેવાયા છે.

ક્રાઇમબ્રાંચના પી.આઇ. એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવની ટીમના પી.એસ.આઇ. એ.એન. પરમાર, વી.ડી. ડોડીયા, વી.ડી. રાવલિયા, ડી.પી. ઝાલા અને એસ.એમ. રાણાની ટીમના સભ્‍યોને સંયુકત રાહે મળેલી બાતમીના આધારે ગોૈતમ ઉપરાંત હિતેન ઉર્ફે હકો રાજુભાઇ ગોહેલ (ઉ.વ.૨૩ રહે.ભોલે પાનવાળી શેરી, કણકોટ ગામના પાટીયા પાસે, કાલાવડ રોડ, રાજકોટ), નિલેશ ઉર્ફે ભુરો ગોપાલભાઇ વાધેલા (ઉ.વ.૨૨ રહે.૨૫ વારીયા શેરી નં.૯, કોઠારીયા સોલવન્‍ટ, મેલડી માતાજીના મંદિર પાસે, રાજકોટ), ભરત ઉર્ફે ભરતો પોપટભાઇ પરમાર (ઉ.વ.૨૩ રહે.૨૫ વારીયા શેરી નં.૨૯, કોઠારીયા સોલવન્‍ટ, મેલડી માતાજીના મંદિર પાસે, રાજકોટ)ને ઝડપી લઇ કડકરાહે પૂછતાછ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન તાજેતરમાં કાલાવડ રોડ પરના કણકોટ નજીક આણંદપર- બાઘી ગામે રહેતા ફરીયાદી દેવજીભાઇ મોહનભાઇ જંખાનીયા ૧૫ વર્ષના ભાણેજ મેહુલ સાથે કણકોટ ગામે રહેતા અન્‍ય ભાણેજ કિશનના ઘરે જતા હતા ત્‍યારે બપોરે ૩ વાગ્‍યે આસપાસ કણકોટ ગામ પહેલા દુધિયા જેવા એકસેસ સ્‍કુટર ઉપર આવેલા લાલ ટીર્શટ- જીન્‍સ પહેરાલા અજાણ્‍યા શખ્‍સે મારી સામે કેમ જોયુ તેમ કહી મોટરસાયકલ અટકાવ્‍યુ હતું. આ દરમિયાન ફોન કરી બીજા બે ઇસમોને તેણે બોલાવ્‍યા હતા. બધાએ મળી મને માર મારવાનુ ચાલુ કરતા મારો ભાણેજ ડરી ભાગી ગયો હતો. દરમિયાન માણસો ભેગા થઇ જતા મને વધુ મારથી બચાવ્‍યો હતો. આ દરમ્‍યાન છરીથી ઘોદા મારી દેતા વાર નહી લાગે પરંતુ ભેગા થયેલા માણસોએ પકડી લેતા તેણે છરી પાછી મુકી દીધી હતી. ત્‍યારબાદ હું ચાની હોટલ પાસે સાઇડમાં ઉભો હતો ત્‍યારે હૂમલો કરનાર શખ્‍સો પૈકીના કેસરી કલરનું શર્ટ પહેરેલા શખ્‍સે મને છરી બતાવી જમણા હાથમાં પહેરેલુ ૫૦૦ ગ્રામનું ચાંદીનુ કડુ બળજબરીથી પડાવી લીધુ હતું અને મારા જમણા કાનમાં પહેરેલી ૩ ગ્રામની સોનાની કડી ખેંચી લેતા મારા કાનમાં લોહી નીકળી ગયુ હતું. આમ આ શખ્‍સ લૂંટ ચલાવી ભાગી ગયા હતા. બાદમાં આણંદપર અને ગોૈરીદડ ગામે ડોકટર પાસે સારવાર લીધી હતી. આ ઘટના ઝડપાયેલા શખ્‍સોએ કબુલી હતી. ઉપરાંત અટલ સરોવર નવા રેસકોર્સ નજીક બકરા ચરાવી રહેલા ભરવાડ પુનાભાઇ ખોડાભાઇ બાંભવા પાસે એકટીવા ઉપર જઇ ૨૦-૨૫ વર્ષના બે અજાણ્‍યા શખ્‍સોએ બકરા લે-વેંચ કરવા બાબતે ચર્ચાઓ કરી કાનમાં પહેરેલા સોનાના ઠોળીયા અને નાનો મોબાઇલ ફોન સહિત ૯૨,૦૦૦ મતાની લૂંટ ચલાવી હતી. આ બનાવ પણ ઝડપાયેલી ટોળકીએ કબુલી લઇ બન્ને લૂંટનો મુદામાલ કાઢી આપ્‍યો હતો.

 પોલીસે લુંટના મુદામાલમાં સોનાના ઠોળીયા ૮.૨૧૦ ગ્રામ સોનાના કિ.રૂા.૭૫,૦૦૦, આઇફોન ૧૧ મોડલનો ૧૫,૦૦૦ કિમતનો ફોન, બ્‍લુ કલરનું એકસેસ સ્‍કુટર જીજે-૦૩-કયુસી-૦૬૯૫ કિ.રૂા.૭૦,૦૦૦/-, રૂા.૫૦૦ ની કિંમતનો એક સાદો મોબાઇલ, રેડમી નોટ-૧૦ મોબાઇલ કિ.રૂા.૧૦,૦૦૦, પીસ્‍તા કલરનું એકસેસ સ્‍કુટર નંબર જીજે-૦૩- કયુબી-૫૯૬૪ કિ.રૂા.૭૦,૦૦૦/- લાકડા અને સ્‍ટીલના હાથાવાળી છરી, ટેકનો કંપનીનો ૧૦,૦૦૦ની કિંમતનો મોબાઇલ અને ૩.૩૦૦ ગ્રામની ૩૭,૦૦૦ કિંમતની સોનાની કડી કબ્‍જે કરી છે.

ઉપરકોત કામગીરી રાજકોટ શહેર ડી.સી.બી. પો.સ્‍ટે.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર એ.એસ.ચાવડા સા., એમ.એલ.ડામોર સા.,  સી.એચ.જાદવ સા. તથા પો.સબ ઇન્‍સ. એ.એન.પરમાર તથા વી.ડી.ડોડીયા તથા વી.ડી.રાવલીયા તથા ડી.પી.ઝાલા તથા એસ.એમ.રાણા, એ.એસ.આઇ. સમીરભાઇ શેખ, વિજયરાજસિંહ જાડેજા, યશવંતભાઇ ભગત, સંજયભાઇ દાફડા, પો.હેડ કોન્‍સ. જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ, કળષ્‍ણદેવસિંહ ઝાલા, અનુજભાઇ ડાંગર, રાહુલભાઇ ગોહેલ, રાજેશભાઇ જળુ, સાગરભાઇ માવદીયા, મુકેશભાઇ સબાડ, તુલશીભાઇ ચુડાસમા, અમિતભાઇ ટુંડીયા, કરણભાઇ કોઠીવાર, સંજયભાઇ અલગોતર, પો.કોન્‍સ. મહાવીરસિંહ જાડેજા, કિશનભાઇ પાંભર, સંજયભાઇ ખાખરીયા, જીલુભાઇ ગળચર, નિકુંજભાઇ મારવીયા, અરવિંદભાઇ ફતેપરા, ધર્મેશભાઇ ખાંડેખા, તોફિકભાઇ જુણાચ, ધર્મેન્‍દ્રસિંહ રાણા સહિતની ટીમે કરી હતી.

આવી રહેલા જન્‍માષ્‍ટમીના તહેવારો દરમિયાન હરવા-ફરવા જતા લોકોને લુખા તત્‍વોથી ચેતીને રહેવા અને વેરાન સ્‍થળે એકલ-દોકલ લોકોએ ન જવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:49 PM IST)