<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

ઘરવિહોણા ગ્રામીણ ગરીબોને મફત પ્‍લોટ મળવાપાત્ર : કોઇ બાકી ન રહેવું જોઇએ

તમામ તાલુકા પંચાયત પ્રમુખોને જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાનો પત્ર

રાજકોટ, તા. ૧ :  જિલ્લા પંચાયત પ્રમુખ સંજય પીપળિયાએ સરકારની યોજના મુજબ ગ્રામ્‍ય ક્ષેત્રના ઘર વગરના પરિવારોને  મળવાપાત્ર ૧૦૦ વારના પ્‍લોટનો લાભ અપાવવા તમામ તાલુકા પંચાયત પ્રમુખને અનુરોધ કરતો પત્ર પાઠવ્‍યો છે.

સંજય પીપળિયાએ પત્રમાં જણાવ્‍યું છે કે સરકાર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં વસતા અત્‍યંત ગરીબ, જમીનવિહોણા અને ઘરવિહોણા કુટુંબોને નિવાસસ્‍થાન માટે ૧૦૦ ચોરસ વારનો મફત પ્‍લોટ ફાળવવાની યોજના અમલમાં છે. આ યોજનાનો મુખ્‍ય હેતુ છે કે ગામનો કોઇપણ ગરીબ પરિવાર છત વગરનો ન રહે. આપના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં઼ પણ અત્‍યંત ગરીબ અને જરૂરીયાતમંદર પરિવારો વસવાટ કરતા હશે જેમની પાસે પોતાનું માલિકનું ઘર કે જમીન નથી. આ કુટુંબો કાચા ઝુંપડામાં કે ભારામાં મકાનમાં અત્‍યંત મુશ્‍કેલી પરિસ્‍થિતિમાં જીવન વિતાવી રહ્યા છે. યોગ્‍ય માહિતીના અભાવે અથવા ટેકનિકલ કારણોસર આ પૈકીના ઘણા લાભાર્થીઓ આ યોજનાના લાભથી વંચિત રહી જતા હોય છે.

વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના અભિયાનને સાર્થક કરવાના ભાગરૂપે આપના તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં સર્વે કરાવીને જમીનવિહોણા અને ઘરવિહોણા ગરીબ કુટુંબોની યાદી તૈયાર કરવામાં આવે અને ૧૦૦ ચો.વાર. મફત પ્‍લોટ યોજના અંતર્ગત કોઇપણ પાત્ર ધરાવતો ગરીબ લાભાર્થી બાકી ન રહી જાય તે માટે વહેલી તકે જરૂરી કાર્યવાહી કરવા સંબીંધત અધિકારીઓને સૂચના આપવા વિનંતી છે.

(3:26 PM IST)