<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

આજે નાગપંચમી : ઠેરઠેર પૂજન,અર્ચન અને સત્‍સંગ

રાજકોટ : આજે શ્રાવણ માસની વદ પાંચમ. જેને નાગપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે નાગદાદાના મંદિરોમાં વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે.  લોકો ઘરે પણ પાણીયારા પાસે નાગદાદાનું ચિત્ર બનાવી રૂના નાગલા બનાવી કંકુ ચોખા ચોડી પૂજા કરે છે. કુલેર બનાવી ધરાવવામાંમાં આવે છે. શ્રીફળ વધેરવામાં આવે છે. ટુંકમાં આજે ભગવાન શિવનું ઘરેણું એવા નાગદાદાનું ભાવથી પૂજન કરવામાં આવે છે. આ નાગદાદા કયાંક સરમળીયા દાદા તો કયાંક વાસંગીદાદા તો કયાંક ખેતલાઆપા કે ગોગા મહારાજ તરીકે પણ પૂજાય છે. રાજકોટમાં આર.કે.સી.  ગ્રાઉન્‍ડ, રાજશ્રી ટોકીઝ, ગાંધીગ્રામ શાહનગર, રૈયા રોડ અંબીકા પાર્ક કોર્નર સહીતના સ્‍થળોએ નાગદાદાના મંદિરો આવેલા છે. જયાં આજે સવારથી પૂજન-અર્ચન ચાલુ છે. જે તસ્‍વીરોમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(11:24 AM IST)