તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
‘ટનાટન’ લોકમેળો...આનંદનો મહાસાગર, મોજ-મસ્તીના ધુબાકાઃ કાલથી
રેસકોર્સ મેદાન ખાતે વિરાસતથી વિકાસ-ર૦ર૬ મેળાનો કાલે સાંજે ૪-૩૦ થી પ્રારંભઃ પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી મેળો ખુલ્લો મૂકશે : કલેકટર ડો.ઓમપ્રકાશનું સુપરવીઝનઃ પોલીસ તંત્ર દ્વારા જડબેસલા સુરક્ષાઃ કોર્પોરેશન તથા વીજ તંત્ર દ્વારા સફાઇ, આગ, વીજળી અંગે અદ્્ભૂત આયોજન : પાંચ દિ' રંગારંગ કાર્યક્રમોઃ નેવી બેન્ડ ર દિ' ડોલાવશેઃ NDRF-SDRFની ટીમો પણ તૈનાતઃ ડ્રોન કેમેરાથી નિરીક્ષણઃ મેળાનો ૧ર કરોડનો વિમો લેવાયો ૧૪ સ્થળે પોલીસ દ્વારા ‘મફત' પાર્કીંગ ડીઝાસ્ટર સામે ખાસ ગ્રીન કોરીડોર

કાલથી ‘ટનાટન' લોકમેળોઃ મોજ-મસ્તીના ધુબાકાઃ વિકાસની સંસ્કૃતિ ખીલી ઉઠશે : રાજકોટઃ રાજકોટ કલેકટર તંત્ર આયોજીત વિરાસતથી વિકાસ-૨૦૨૬ શાનદાર- ટનાટન લોકમેળાનો રેસકોર્સ મેદાન ખાતે કાલથી પ્રારંભ થશે, લોકો પાંચ દિ' મોજ- મસ્તીના ધૂબાકામાં ડુબી જશે, તસ્વીરમાં દેખાતા ગગનચૂંબી ચકડોળ, ફજત ફાળકા, મોટા ઝૂલા મનમોહી રહયા છે, પાંચ દિ'માં અંદાજે ૧૫ લાખ લોકો ભાગ લેશે, હાલો હાલો માનવીયુ મેળે...(તસ્વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧: આવતીકાલથી રેસકોર્સ મેદાન ખાતે રાજકોટ કલેકટર તંત્ર આયોજીત સૌરાષ્ટ્રનો સૌથી મોટો - યાદગાર વિરાસતથી વિકાસ-ર૦ર૬ લોકમેળાનો દબદબાભેર પ્રારંભ થશે, આ ‘ટનાટન' મેળામાં પાંચ દિ' માં અંદાજે ૧પ લાખ લોકો ઉમટી પડશે, અને મોજ, મસ્તી, આનંદના મહાસાગરમાં ડૂબી જશે, વરસાદની આ વખતે કોઇ એવી આગાહી ન હોય, રર૮ સ્ટોલ ધારકોને હાશકારો છે, અદ્યતન ટેકનોલોજી સાથે મેળાની અંદર - બહાર સુરક્ષા કવચ મઢી લેવાયુ છે, રાજકોટ કલેકટર ડો. ઓમપ્રકાશના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગોએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે, કાલે સાંજે ૪ાા વાગ્યે રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી મેળાનું શાનદાર માહોલમાં ઉદ્્ઘાટન કરશે, અને મેળો ખૂલ્લો મુકાશે.
રાજકોટના ઐતિહાસિક અને પ્રસિદ્ધ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કાલથી ૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા વાર્ષિક લોકમેળા ‘વિરાસત થી વિકાસ ૨૦૨૬' માટે તંત્ર દ્વારા તમામ સુરક્ષા અને સંચાલન સબંધી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાલે સાંજે ૪:૩૦ કલાકે રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્તે આ ભવ્ય મેળાનું વિધિવત ઉદઘાટન કરવામાં આવશે. આ વર્ષે મેળાઓની ભવ્યતા વચ્ચે ઉદઘાટન માટે કોઈ અન્ય મુખ્ય વીઆઈપી મહેમાનની ઉપલબ્ધતા ન હોવાના કારણે અંતે પ્રભારી મંત્રીના હસ્તે જ લોકમેળો ખુલ્લો મૂકવાનું આયોજન નિヘતિ કરાયું છે. ઉદ્ધાટન પ્રસંગને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિશેષ સાંસ્કળતિક અને દેશભક્તિના કાર્યક્રમો જોડવામાં આવ્યા છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના લોકપ્રિય અને અતિ વિખ્યાત જન્માષ્ટમીના લોકમેળાનું આ વર્ષે પણ ભવ્ય અને સુરક્ષિત આયોજન કરવા માટેની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ થઇ ગઈ છે. રેસકોર્સ મેદાન ખાતે કાલથી ૬ સપ્ટેમ્બર (રાંધણ છઠ્ઠથી દશમ) દરમિયાન આ લોકમેળો યોજાશે.
મેળામાં યાંત્રિક રાઇડ્સ (કેટેગરી ઈ, એફ, જી, એચ)ના ૩૪ પ્લોટ, આઇસક્રીમ (કેટેગરી એક્સ)ના ૧૭ પ્લોટ, ખાણી-પીણીના મોટા પ્લોટ (કેટેગરી એ) તેમજ કોર્નર પ્લોટ (કેટેગરી બી૧)ના પ્લોટની ફાળવણી અને અલોટમેન્ટ લેટર આપી દેવાયા છે. અત્યાર સુધીમાં પ્લોટ અને સ્ટોલની હરાજી પેટે લોકમેળા સમિતિને રૂ. ૩૬૪ લાખની આવક થઈ છે, કુલ રર૮ સ્ટોલ રહેશે. જેમાં રમકડાના ૧૦૦ સ્ટોલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઉંચા ફજત ફાળકા, ઝુલા, મોતના કુવા, ટોરાટોરા ટ્રેન તથા અન્ય રાઇડ મનમોહી લેશે, તેમજ અવનવી ખાણીપીણી, કલા આર્ટસ, ગૃહ ઉપયોગી ચીજવસ્તુ તથા અન્ય સ્ટોલ આકર્ષણરૂપ બન્યા છે.
લોકમેળામાં આવતા લાખો દર્શનાર્થીઓની સુરક્ષા માટે ટેન્ડર પ્રક્રિયાઓ (સિકયુરિટી, ડ્રોન, વિડીયોગ્રાફી, સિવિલ અને મંડપ કામગીરી) પૂર્ણ કરી દેવાઈ છે.આકસ્મિક આપત્તિના બચાવરૂપે રૂ. ૧૦ કરોડનો પબ્લિક લાયબિલિટી વીમો અને રૂ. ૨ કરોડનો ઇવેન્ટ કેન્સિલેશન વીમો લેવામાં આવ્યો છે. ઇમરજન્સી અને આકસ્મિક બનાવને પહોંચી વળવા સેન્ટ્રલ કંટ્રોલ રૂમની સ્થાપના કરાશે, જ્યાં તમામ વિભાગોના સિનિયર અધિકારીઓ ચોવીસે કલાક કોઓર્ડિનેશનમાં રહેશે. કટોકટીના સમયે બચાવ કામગીરી અવરોધાય નહીં તે માટે એક સમર્પિત ‘ડિઝાસ્ટર કોરિડોર' બનાવવામાં આવ્યો છે.મેળામાં ક્રાઉડ મોનિટરિંગ અને મૂવમેન્ટ પર નજર રાખવા એ.આઈ. બેઝ્ડ સિસ્ટમ અને ડ્રોન કેમેરાથી સતત નિરીક્ષણ કરાશે.એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને કયુ.આર.ટી. ટીમ દ્વારા સ્થળ પર મોકડ્રિલનું આયોજન કરી સુરક્ષા વ્યવસ્થા ચકાસવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોના અધ્યક્ષો સાથે સમીક્ષા બેઠક યોજીને મેળો સંપૂર્ણ સલામત, સુચારુ અને યાદગાર બને તે પ્રકારનું આયોજન સુનિヘતિ કરવામાં આવ્યું છે.
નાગરિકો તથા સ્ટોલધારકોની સુવિધા માટે હેલ્પલાઇન નંબરો જાહેર
૧. સેન્ટ્રલ કંટ્રોલ રૂમઃ ૦૨૮૧-૨૯૯૦૪૯૫,
ર. પોલીસ કંટ્રોલ (ફન વર્લ્ડ ગેટ પાસે): ૦૨૮૧-૨૯૯૦૪૩૭
૩. રાજકોટ મહાનગરપાલિકા (હેડક્વાર્ટર ગેટ પાસે): ૦૨૮૧-૨૯૯૦૪૬૨
૪. પી.જી.વી.સી.એલ. (ઇલેક્ટ્રિક): ૦૨૮૧-૨૯૯૦૪૯૩
મેળામાં પાંચ દિવસ દરમિયાન વિવિધ ક્રાયક્રમો : મેળામાં દરરોજ સાંજે ૪ થી ૮ વાગ્યા દરમિયાન સ્થાનિક ૪૦ જેટલા કલાકારો (ગાયકો, લોકસાહિત્યકારો/ડાયરાના કલાકારો અને નળત્ય વળંદો)ને પોતાની પ્રસ્તુતિ માટે સ્ટેજ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.
૨ સપ્ટેમ્બરઃ ગોપાલ ભરવાડ (તથા નેવી બેન્ડ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ), ૩ સપ્ટેમ્બરઃ રાજભા ગઢવી, ૪ સપ્ટેમ્બરઃ સાંત્વની ત્રિવેદી, ૫ સપ્ટેમ્બરઃ ઉદય ધાંધલ, ૬ સપ્ટેમ્બરઃ સાગર કાચા તથા દિવ્યેશ જેઠવાની જોડી.
(2:32 PM IST)










