<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ઇન્‍દિરા સર્કલે બદ્રીનાથ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્‍દ્ર બનશે

કનૈયા સોશ્‍યલ ગ્રુપ દ્વારા જન્‍માષ્‍ટમી મહોત્‍સવનું આયોજનઃ બુધવારે ફલોટસનું ઉદ્દઘાટનઃ ઘોડી રાસ, રાસગરબા, મટકીફોડ સહિતના કાર્યક્રમો

 

 

રાજકોટઃ તા.૩૧, શહેરના આંગણે ઇન્‍દિરા સર્કલ ખાતે કનૈયા સોશ્‍યલ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જન્‍માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ભવ્‍યાતિભવ્‍ય ‘જન્‍માષ્ટમી મહોત્‍સવ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્‍યું છે. પવિત્ર શ્રાવણ માસ અને કળષ્‍ણ જન્‍મોત્‍સવની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ મહોત્‍સવ સૌરાષ્‍ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આસ્‍થા અને ઉત્‍સાહનું મુખ્‍ય કેન્‍દ્ર બની રહેશે. તેમ જણાવાયું છે.

 આ વર્ષના મહોત્‍સવનું મુખ્‍ય આકર્ષણ બદ્રીનાથ મંદિરની આબેહૂબ પ્રતિકળતિ છે. સૌરાષ્‍ટ્રના ભાવિક ભક્‍તોને ઘરઆંગણે જ ચારધામ પૈકીના એક એવા પવિત્ર બદ્રીનાથ ધામના દર્શનનો દિવ્‍ય લાભ મળે તે માટે કનૈયા સોશ્‍યલ ગ્રુપ દ્વારા આ વિશેષ થીમ આધારિત તૈયારીઓ કરવામાં આવી છે. આ ધાર્મિક મહોત્‍સવના ફલોટ્‍સનું ઉદઘાટન તા. ૦૨/૦૯/બુધવારે  સાંજે ૫ વાગ્‍યે કરવામાં આવશે, જે સાથે જ તમામ શ્રદ્ધાળુઓ માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવશે.

મહોત્‍સવ દરમિયાન સાંસ્‍કળતિક અને ધાર્મિક કાર્યક્રમોની રમઝટ જોવા મળશે. તા. ૦૩/૦૯/ગુરૂવારના રોજ ભક્‍તિમય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જન્‍માષ્ટમીના મુખ્‍ય દિવસે એટલે કે તા. ૦૪/૦૯/શુક્રવારે  (આઠમ)ના રોજ રાત્રે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. રાત્રે બરાબર ૧૨ કલાકે ભગવાન શ્રી કળષ્‍ણના પ્રાગટય નિમિત્તે હર્ષોલ્લાસ સાથે જન્‍મોત્‍સવ ઉજવવામાં આવશે, જેમાં પરંપરાગત મટકી ફોડ, ઘોડીરાસ નો કાર્યક્રમો યોજાશે. ત્‍યારબાદ તા. ૦૫/૦૯/ શનિવાર અને તા.  ૦૬/૦૯/ રવિવાર રાત્રે ૯ થી ૧૧:૩૦ કલાક સુધી ભાવિકો માટે રાસ-ગરબાના ખાસ કાર્યક્રમો યોજાશે, જેમાં લોકો ઉત્‍સાહભેર ભાગ લઈ શકશે. ધર્મ પ્રેમીજનોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં કનૈયા સોશ્‍યલ ગ્રુપ (ઇન્‍દિરા સર્કલ) ના મેહુલભાઇ-૮૯૮૦૦ ૭૦૦૮૭ સાથે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ-એડવોકેટ જયભારત ધામેચા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:59 PM IST)