<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

માધાપર અને બેડીનાકા વીજ સબડિવિઝનના નવા બિલ્‍ડીંગોનું લોકાર્પણએ કોંગ્રેસની વારંવાર રજૂઆતનું સફળ પરિણામ

વીજ પ્રશ્ન હલ થયોઃ હવે જરૂરી સ્‍ટાફ, વાહનો, ટેકનિકલ સૂવિધાઓ તાકિદે પૂર્ણ કરોઃ પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણીની માંગણી

 

 

રાજકોટ,તા.૩૧: પ્રદેશ માહિલાકોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, અતુલભાઇ રાજાણીએ ઉમેર્યુ છે.

વિપક્ષ કોંગ્રેસ પ્રજા કલ્‍યાણ ના પ્રશ્ન એ શુ કરાવી શકે વોર્ડ નં ૩ ના સન્‍તોષિ નગર  પોપટપરા રેલનગર જુદી જુદી ૧૧ ટાઉનસિપો અને તેની આજુબાજુ ની સોસાયટીઓ માધાપર વિસ્‍તાર મા આવતી સોસાયટી ઓ ના ૮૦ હજારથી વધુ વીજ ગ્રાહકો ની સુવિધા માટે પ્રજા ના ટેક્ષ ના કરોડો રૂપિયા ના ખર્ચે (PGVCL )વિભાગ દ્વારા તૈયાર થયેલ માધાપર સબડીવીઝ ન અને બેડીનાકા સબડિવિઝન વહીવટી કચેરી અને 66 kv સબસ્‍ટેશન નુ સક્ષમ વિપક્ષ તરીકે કોંગ્રેસ ની સતત રજૂઆતો બાદ ગુજરાતના ઉર્જા મંત્રી એ ટાઈમ કાઢ ે ઉપસ્‍થિત રહી  ઉદઘાટન કરવા રાજકોટ દોડીઆવવુ પડ્‍યુ

વર્ષો જૂના આ વિસ્‍તારના અનેક પ્રશ્નો  તેમજ ખાસ કરીને સંન્‍તોષિ નગર રેલનગર આ વિસ્‍તાર મા આવેલ કોર્પોરેશનજુદી જુદી ૧૧ ટાઉનશીપો  માધાપરગામ અને તેની આજુ બાજુમાં આવેલ સોસાયટી વિસ્‍તારમાં ચોમાસા દરમ્‍યાન વારંવાર સર્જાતા લાઈટ જવાના પ્રશ્નમાંથી છુટકારો મળશે અને પીજીવીસીલ કચેરી ના વહીવટી કામ કાજ માટે આ વિસ્‍તાર ના ૭૦ થી ૮૦ હજાર જેટલા વીજ ગ્રાહકો ને રાહત અને સરળતા મળશે આ વિસ્‍તાર ની પાયા ની સુવિધા એવા વીજળી ના ્‌પ્રશ્નએ આ વિસ્‍તાર ના કોંગ્રેસ ના પૂર્વ કોર્પોરેટરો ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી દિલીપભાઈ અસવાણી એ  રાજય સરકારઅને વીજતંત્રના એમડી  તથાના તત્‍કાલીન મુખ્‍ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સહિતને સતત રજુવાતો કરી પ્રશ્ન થી અવગત કરાવ્‍યા હતા .

વિસ્‍તાર મા  ચોમાસા દરમ્‍યાન કલાકો સુધી લાઈટ જતી રહેતી નવો વિક્‍સતો વિસ્‍તાર અને ભોૈગલીક પરિસ્‍થિતિ માધાપર સબડીઝન નો વિસ્‍તાર ગ્રામ્‍ય સાથે સંલન્‍ગ હોવાના કારણે વારંવાર આ વિસ્‍તાર મા લાઈટ જવાનો પ્રશ્ન રહેતો હતો ઉપરાંત માધાપર ડિવિઝન અને બેડીનાકા ડિવિઝન ઉપર વધતું વીજ ભારણ દૂર કરવું જરૂરી હતુ સાથે સાથે સ્‍થાનિક લોકો ને પણ આ બન્ને કચેરીઓ ના વહીવટી કામો માટે મુશ્‍કેલી હતી, હવે માંગણીઓ છે કે માધાપર અને બેડીનાકા બંનેની નવી કચેરીનુઁ સેટઅપ, કરાય, તે પણ જરૂરી છે.

(4:23 PM IST)