<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કુંકાવાવના તોરી ગામે હરખાણી પરિવારના કુળદેવી શ્રી ખોડીયાર માતાજીના મંદીર નિર્માણ માટે શાષાોકત પૂજનવિધિ

 

રાજકોટ : તોરી-અમરેલી જીલ્લાના કુંકાવાવ તાલુકાના તોરી ગામે સમસ્‍ત હરખાણીના કુળદેવી ખોડીયાર માતાજીના મંદીર નિર્માણ કામગીરીનો પ્રારંભ થયો છે. શીલા પુજન કાર્યક્રમ સુરાપુરા નાથાદાદાના સાનિધ્‍યમાં પુજનવિધિના યજમાન વિપુલભાઇ નારણભાઇ હરખાણીને નિરૂબેન વિપુલભાઇ હરખાણીની ઉપસ્‍થિતિમાં સંપન્ન થયેલ છે. પુજા વિધિ પુર્ણ થતા તોરીના વતની અમદાવાદના અગ્રણી બિલ્‍ડર ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી હિતેશભાઇ ગીરધરભાઇ હરખાણીને વિપુલભાઇ હરખાણીના હસ્‍તે શાષાી હરેન્‍દ્રભાઇ ત્રિવેદીએ શાષાોકત વિધીથી નિર્માણ કાર્ય ચાલુ કરાવેલ. મંદીરના બાંધકામમાં રાજસ્‍થાનથી આરસ મારબલ નકશીકામ નંબરવાઇઝ પથ્‍થરો તોરી આવે છે. મોડાસાના પાંચ કારીગર રાત-દિવસ કામ ચાલુ છે. આગામી દિવાળી સુધીમાં મંદીર તૈયાર થઇ જશે. ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પરેશભાઇ ગાંડુભાઇ હરખાણી અને વસંતભાઇ પોપટભાઇ હરખાણીએ માહીતી આપતા જણાવે છે કે હરખાણી પરીવારના સુરાપુરા નાથાદાદાની અસીમ કૃપાથી દાતાઓના ઉદાર આર્થીક સહયોગથી અત્‍યાર સુધીમાં દોઢ કરોડનો ખર્ચ થયેલ છે. હરખાણી પરીવારના સુરાપુરા નાથાદાદા ચેરીટેબલ ટ્રસ્‍ટ તોરીના પ્રમુખ માવજીભાઇ હરીભાઇ હરખાણી ઉપાધ્‍યક્ષ મધુભાઇ ભીમજીભાઇ હરખાણી મહામંત્રી પરેશભાઇ હંસરાજભાઇ હરખાણી ખજાનચી હંસરાજભાઇ રવજીભાઇ હરખાણી ટ્રસ્‍ટી દુદાભાઇ હરીભાઇ હરખાણી જણાવે છે કે દાતાઓના દાનના રૂપીયાનો પારદર્શક વહીવટ થાય છે. ટ્રસ્‍ટ દ્વારા પોણા બે વીઘા જમીન વેચાતી મેળવેલ છે. સુરાપુરા નાથાદાદાનું મંદીર રાજસ્‍થાની બંસી પથ્‍થરોથી પુર્ણતાના આરે છે.

 હરખાણી પરીવારના આ ધાર્મિક પ્રસંગમાં કોઇ આયોજન નહી તોરી ગામના હરખાણી પરીવારના ઘર દીઠ આયોજક છે. યુવાનો ઉત્‍સાહથી સેવા આપી રહયા છે. કોમ્‍યુનીટી હોલ જેમાં ભોજનાલય વર-કન્‍યાના રૂમો સાઇ લગ્ન પ્રસંગ થઇ શકશે. હોલની અગાશી ઉપર હરખાણી પરીવારના કુળદેવી ખોડીયાર માતાજીનું મંદીર નિર્માણ કાર્ય ચાલુ છે. સુરાપુરા નાથાદાદાના મંદીર  સહિત બંને મંદીરોમાં લોખંડ કે લાકડાનો ઉપયોગ નથી. ટ્રસ્‍ટ સંચાલકોએ દાન માટે હાથ લાંબો કરેલ નથી. સુરાપુરા નાથાદાદાની કૃપાથી નિર્માણકાર્ય ચાલુ છે તેમ કુરજીભાઇ હરખાણી (મો. ૯૪ર૬૧ ૩૬૭પ૭)ની યાદીમાં જણાવેલ છે.

(3:57 PM IST)