તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Monday, 31st August 2026
રોજગારીના સાધન પ્રત્યેનો પ્રેમ નેશનલ જીયોગ્રાફીકના મુખપૃષ્ઠ ઉપર છવાયો

રાજકોટ : દુનિયાના અનેક દેશોમાં -નેશનલ જયોગ્રાફીક સોસાયટી-સામાયિકનો ફેલાવો લાખોની સંખ્યામાં છે. વિશ્વભરના વાચકો દ્વારા આ સામયિકને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે. યુ.એસ. વોશીંગ્ટન, ડી.સી.માંથી વર્ષ-૧૮૮૮ થી વર્ષ ૧૯૮૮ સુધીમાં સો વર્ષ સદી પૂર્ણ કરીને નેશનલ જયોગ્રાફીક સોસાયટી સામાયિક સફળતાપૂર્વક આગળ થઇ રહ્યું છે. આ સામયિકનો સંસ્કારી સમુહ વિદ્વાન લેખકોનો છે. જેઓ આજે પણ ખૂબ જ સક્રિય છે. આ સંસ્કારી સમુહમાં -છબીકલા- તસ્વીરનાં નિષ્ણાંત ફોટોગ્રાફરો અત્યાધુનિક સાધનોથી સજજ થયેલા છે. દુર્ગમ પર્વતારોહણથી સમુદ્રના પેટાળ સુધીના જોખમી સાહસો દ્વારા કોઇપણ ઘટના અને ઇતિહાસનાં મુળ સુધી પહોંચીને યોગ્ય પરીણામ પ્રાપ્ત કરીને, તેનો તસ્વીર સાથેનો અહેવાલ -સામયિકમાં પ્રગટ કરવો એ આ ને જયો. સોસાયટીનો મુખ્ય ધ્યેય છે. તદ્્ઉપરાંત આકાશમાં હવાઇ જહાજ દ્વારા ઉંચાઇ પર જઇને ફોટોગ્રાફી માટેના જોખમી પ્રયોગો કરીને પણ અહેવાલ તૈયાર કરવા એ આ સમુહની લાક્ષણીયકતા છે.
અહીં જે તસ્વીર છબી આ સામયિકના મુખપૃષ્ટ પર છાપવામાં આવી છે. તે પૂર્વે -પોરબંદર પ્રાંતમાં થયેલી અતિવૃષ્ટિની છે. જેમાં એક વરિષ્ઠ દરજીએ પોતાના ઘરની દરેક સામગ્રીને પૂરમાં ગુમાવી હતી. પરંતુ સ્વરોજગારનાં પોતાના જૂના-એન્ટીક-સિવવાના-સિલાઇ મશીન -સંચાને ગળાડૂબ પાણીમાં ખભા સુધી હાથમાં લઇને સામાપુરમાં હસ્તામુખે - આ જુના સંચાને પુરમાંથી બચાવ્યાનો આનંદને તેનો સંતોષ તેના ભાવ દ્વારા વ્યકત થઇ રહ્યો હતો.
નેશનલ જયોગ્રાફીક સોસાયટીના ફોટોગ્રાફી -છબીકલા -નિષ્ણાંત ફોટોગ્રાફર (સ્ટિવ-મેકયુરીએ-પોરબંદરના પૂરગ્રસ્ત વિસ્તારમાં જઇને આ દુર્લભ તસ્વીર કેમેરા માં અંકિત કરી હતી. વર્ષ 1984-VOL 166 - No. 6)માંથી.
- ભૂષણ કારેલીયા- રાજકોટ
(3:56 PM IST)










