News of Monday, 31st August 2026
સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા ખાતે પુસ્તક વિમોચન પ્રસંગે વડાપ્રધાનના અગ્ર સચિવનું ઉદ્બોધન
સ્વ. આર.વી. ચંદ્રમોૈલી જેવા કુશળ અધિકારીઓના મૂલ્યો અને અનુભવો યુવા સનદી અધિકારીઓ માટે પ્રેરણારૂપઃ પી.કે. મિશ્રા

રાજકોટ, તા.૩૧: સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ ખાતે પૂર્વ વરિષ્ઠ સનદી અધિકારી સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના જીવન, કાર્યકાળ અને પ્રદાન પર આધારિત પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત ભારતના પ્રધાનમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી ડો. પી. કે. મિશ્રાના હસ્તે પુસ્તકનું વિધિવત વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય અતિથિશ્રી ડો. પી. કે. મિશ્રાએ પુસ્તક વિમોચન કરતાં જણાવ્યું હતું કે, વહીવટી સેવામાં પારદર્શિતા, કર્તવ્યનિષ્ઠા અને લોકહિતના નિર્ણયોનુ ખૂબ મહત્વ છે. સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલી જેવા કુશળ અને અનુભવી સનદી અધિકારીઓના વહીવટી અનુભવો અને મૂલ્યો આવનારી નવી પેઢીના યુવા સનદી અધિકારીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
કાર્યક્રમની શરૂઆતમાં સ્પીપાના ડાયરેક્ટર જનરલ અને અગ્ર સચિવશ્રી હારીત શુક્લા (IAS) તેમજ પુસ્તકના લેખક શ્રી આર. સી. વેંકટરામને સ્વાગત ઙ્કવચન કરી સૌ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું. આ અવસરે નિવળત્ત આઇ.એ.એસ. અધિકારી શ્રી સી. કે. કોશીએ જણાવ્યુ હતું કે, શ્રી ચંદ્રમૌલી એક ગરીબ પરિવારમાંથી આવીને આઈ.એ.એસ. તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવના હોદ્દા સુધી પહોચવામાં સફળ રહ્યા હતા જે તેઓનો માનવીય અભિગમ તથા પ્રશાસનમા નિર્ણય લેવાની ક્ષમતાને આભારી હતી.
શ્રી પી. રામરખિયાણીએ સ્વ. શ્રી ચંદ્રમૌલી સાથેના પોતાના સેવાકાળના સંસ્મરણો અને પ્રેરફ પ્રસંગો વાગોળ્યા હતા. પુસ્તકના લેખક અને સ્વ. શ્રી આર. વી. ચંદ્રમૌલીના સુપુત્ર શ્રી આર. સી. વેંકટરામને પુસ્તક લેખન પાછળની પ્રેરણા અને પળષ્ઠભૂમિ અંગે પ્રકાશ પાડયો હતો તેમજ પુસ્તકના મહત્વપૂર્ણ અંશોનું પઠન કર્યું હતું.
આ ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવ શ્રીમતી ડો. અંજુ શર્મા (IAS), ગુજરાતના વિજિલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંહ (IAS), સ્પીપાના નાયબ મહાનિદેશક શ્રી ચંદ્રેશ કોટક, નોલેજ મેનેજર શ્રીમતી રૂતા ભટ્ટ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર,- મહેસાણાના નાયબ નિયામક શ્રીમતી જ્યોતિબા ગોહિલ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર- વડોદરાના નાયબ નિયામક શ્રી એન. યુ. પઠાણ, નાયબ નિયામક (હિસાબ) શ્રી હાર્દિક પ્રજાપતિ, નાયબ નિયામક (કમ્પ્યુટર) શ્રીમતી રૂબી રાજપૂત, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ શ્રીમતી ધરતી શાહ તથા રજિસ્ટ્રાર શ્રી કે. કે. શાહ સહિતના મહાનુભાવો, સ્પીપાના અધિકારીઓ, પ્રશિક્ષણાર્થીઓ અને ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સ્વ. શ્રી ચંદ્રમૌલીના પૌત્ર શ્રી કાર્તિક વેંકટરામને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.
(3:50 PM IST)










