News of Monday, 31st August 2026
લોકમેળામાં ભાતીગળ લોકડાયરો
ગાયકો કૌશીક મહેતા, શીવદાન બારોટ, અરવિંદ બગથરીયા જમાવટ કરશે

રાજકોટ : રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને રાજકોટના સાતમ-આઠમના ‘‘વિરાસતથી વિકાસ-ર૦ર૬'' લોકમેળામાં કલેકટર તંત્ર દ્વારા / જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ અને યુવક સેવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરનાં સંયુકત ઉપક્રમે પાંચ દિવસના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ‘‘ભાતીગળ લોકડાયરો'' તા. ૦૩.૦૯ને ગુરૂવારે બપોરનાં ૩ કલાકે (સાતમના દિવસે) રાખેલ છે. આ લોકડાયરાનાં અધ્યક્ષ સ્થાને રાજકોટનાં સુપ્રસિદ્ધ (કરણસિંહજી) શ્રી બાલાજી હનુમાનજી મહારાજ રહેશે. ગાયક કલાકારો સર્વ શ્રી કૌશિક મહેતા (ભુ-દેવ), લોકસાહિત્યકાર, શ્રી શિવદાન બારોટ, શ્રી અરવિંદ બગથરીયા સાથે સાજીંદાઓમાં તબલાવાદક શ્રી બળવંતગીરી ગોસાઇ, શ્રી અનિલભાઇ પરમાર-બેન્જોવાદક-સંગીતકાર તથા મંજીરાનો માણીગર શ્રી કાનજીભાઇ પરમારના સંગાથે કલાકારો રમઝટ બોલાવશે. આ લોકડાયરામાં વ્યનમુકત ભારત કેમ બને તેવી નાગરિકોને વ્યસન મુકત થવાની રજુઆત કરવામાં આવશે.
આ ભાતીગળ લોકડાયરાને રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઇ ટીલાળા, શ્રી બાલાજી હનુમાનજી મહારાજના મહંત શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા શ્રી કૌશિકભાઇ ચાવડા - ઉપાધ્યક્ષ રાજકોટ શહેર ભાજપ, મવડી વિસ્તારનાં કોર્પોરેટર શ્રી મહેશભાઇ પીપરીયા, ભાજપ પ્રવકતા શ્રી રાજુભાઇ ધ્રુવ, રેવન્યુ મેટરના સીનીયર ધારાશાષાી શ્રી દિલેશભાઇ જે. શાહ, રાજકોટનાં પૂર્વ જિલ્લા સરકારી વકીલ શ્રી ગીરીશભાઇ કે. ભટ્ટ જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. કાર્યક્રમની સફળતા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશભાઇ વી. દિહોરાએ શુભેચ્છા આપેલ છે. તસ્વીરમાં ગાયક કલાકારો શ્રી કૌશિક મહેતા (ભુ-દેવ), હાસ્ય લોકસાહિત્યકાર, શ્રી શિવદાન બારોટ - રેડીયો, ટીવી કલાકાર, લોકગાયક શ્રી અરવિંદ બગથરીયા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:07 PM IST)










