<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મહિલા ધારાસભ્‍યશ્રીઓને વધારાની ગ્રાન્‍ટ ફાળવવાના નિર્ણયને આવકારતા ડો.દર્શિતા શાહ

રાજકોટ, તા. ર૯: ભારતીય જનતા પાર્ટી દ્રારા મહિલા સશક્‍તિકરણને હંમેશા પ્રાધાન્‍ય આપવામાં આવે છે. ગુજરાતમાં પણ મહિલાઓને વિશેષ સન્‍માન મળે છે. તેવાજ એક ભાગ રૂપે ગુજરાત રાજ્‍યના લોકલાડીલા મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા પ્રવિત્ર રક્ષાબંધન પર્વના અવસરે મહિલા ધારાસભ્‍યો ને તેમના મત વિસ્‍તારો માટે ૨ કરોડ રૂપિયાની વિશેષ ગ્રાંન્‍ટ ફાળવવામાં આવેલ છે. ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ દ્રારા આ નિર્ણયને આવકારી આદરણીય મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ નો ખુબ ખુબ આભાર માનેલ છે.

મહિલા ધારાસભ્‍યોને તેમના મત વિસ્‍તારોમાં રસ્‍તા સહિતના વિકાસ લક્ષી કામો માટે ૨ કરોડની વધુ ગ્રાંન્‍ટ ફાળવવામાં આવેલ છે. જેને કારણે સ્‍થાનિક કક્ષાએ વધુ વિકાસ લક્ષી કામો થઈ શકશે અને રાજ્‍યમાં સંતુલિત અને સર્વાંગી વિકાસની દિશામાં વધુ એક મજબુત કદમ સાબિત થશે. તેવું જણાવી ડો. દર્શિતા શાહ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલને  આભાર વ્‍યકત કરેલ છે.

(3:24 PM IST)