<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

પોતાના રૂપિયા પાછા માંગતા સુરજીતને સોખડા ચોકડીએ બનેવીએ બેફામ ફટકાર્યો

કડીયા કામ કરતાં જે રકમ મળે તે બનેવીને સાચવવા આપતો હતોઃ પાછા માંગતા બનેવી રણવીરે તેના મિત્રો સાથે મળી માર માર્યાનો આક્ષેપઃ યુપીનો યુવાન સારવાર હેઠળં

રાજકોટ તા. ૨૯: કુવાડવા રોડ પર પટેલ વિહાર રેસ્‍ટોન્‍ટની પાછળ રહેતાં અને કડીયા કામની મજુરી કરી ગુજરાન ચલાવતાં મુળ યુપીના સુરજીત ભગવાનજીભાઇ સિંગ (ઉ.વ.૪૪)ને સાંજે છએક વાગ્‍યે કુવાડવા નજીક સોખડા ચોકડીએ મુરલીધર ટ્રાન્‍સપોર્ટ પાસે હતો ત્‍યારે તેના બનેવી રણવીર રામકુર સહિતનાએ ઝઘડો કરી બેફામ મારકુટ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થયો છે.

સુરજીતે જણાવ્‍યું હતું કે પોતાના પરિવારજનો વતન યુપીમાં રહે છે. પોતે અહિ રાજકોટ પટેલ વિહાર પાછળ રહી અલગ અલગ સાઇટ પર કડીયા કામની મજુરીએ જાય છે. જે પૈસા કમાય છે તે બનેવી રણવીર કે જે ટ્રાન્‍સપોર્ટમાં કામ કરે છે તેને સાચવવા આપે છે. આ રીતે બનેવી પાસે કુલ પચાસેક હજાર રૂપિયા હોઇ તે હાલમાં પોતાને જરૂર હોવાથી તેની પાસેથી પાછા લેવા ગયો ત્‍યારે બનેવીએ પૈસા આપવાની ના પાડી પોતાના મિત્રો સાથે મળી હુમલો કર્યો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:36 PM IST)