તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
વીજ તંત્રની માધાપર-બેડીપરા પેટા વિભાગીય કચેરીઓનું લોકાર્પણ

રાજકોટઃ રાજકોટમાં પશ્ચિમગુજરાત વીજ કંપની લિમિટેડ તથા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ આજે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાજે પૈકી મંત્રીશ્રીએ માધાપર અને બેડીનાકા પી.જી.વી.સી.એલ. સબ ડિવિઝનનું રીબીન કટ કરીને ઉદ્ધાટન કર્યું હતું. મંત્રીશ્રીએ કચેરીઓની મુલાકાત લઈ, નિરીક્ષણ કરીને જરૂરી સૂચના આપી હતી. તેમજ પર્યાવરણ જતન અર્થે વળક્ષારોપણ કર્યું હતું. આ અવસરે કચેરીઓને રંગોળી અને ફૂલોથી સુશોભિત કરી હતી. આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ ડો. દર્શિતાબેન શાહ, પી.જી.વી.સી.એલ. એમ.ડી. શ્રી એમ. ડી. ચુડાસમા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
(3:02 PM IST)










