તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
જય સરદાર યુવા ગ્રુપ દ્વારા કાલે રૂ.૧૦માં એક હજાર પરિવારોને અનાજકીટ વિતરણ
જન્માષ્ટમી પર્વ નિમીતે

રાજકોટઃ સેવા એ જ ધર્મને આદર્શ માનનારી સામાજિક સંસ્થા જય સરદાર યુવા ગ્રુપ દ્વારા આ વર્ષે જન્માષ્ટી મહોત્સવ નિમિતે જરૂરિયાતમંદ પરિવારો માટે અનોખી પહેલ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા આવતીકાલે તા.૩૦ રવિવાર સવારે ૮ થી ૧૦ દરમિયાન અનાજકીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ફક્ત અને ફક્ત રૂ.૧૦ના પ્રતિકાત્મક દરે ૭ જીવન જરૂરી વસ્તુઓની કીટ આપવામાં આવશે. જેમાં તેલ, ચણાનો લોટ, મેંદાનો લોટ, ખાંડ, મકાઈના પૌવા, ચોખાના પૌવા, મમરા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જરૂરીયાતમંદ પરિવારોએ આ સેવાનો લાભ લેવા શિવધારા એપાર્ટમેન્ટ, દુકાન નં.૧૧, પરમેશ્વર પાર્ક-૧ કોર્નર, માયાણી ચોક, મહાદેવવાડી મેઈન રોડ, રાજકો ખાતે તા.૩૦ ઓગષ્ટને રવિવારે સવારે ૮ થી ૧૦ દરમ્યાન પોતાના રાશન કાર્ડ અને સંસ્થા દ્વારા આપેલ પાસ સાથે પહોંચી જવા યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે (મો.૯૬૨૪૨ ૧૦૧૧૧) ઉપર સંપર્ક કરી શકાય છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સંસથાના મેનેજીંગ ટ્રસ્ટી રમેશભાઈ વેકરીયા, ચંદુભાઈ ઘેલાણી, હાર્દીકભાઈ ઘેલાણી, હાદીૃકભાઈ ઢોલરીયા, પાર્થભાઈ જાવિયા અને દર્શનભાઈ કાછડીયા નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:27 PM IST)










