<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

ઇન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટની નવી ટીમઃ ચેરમેન ડો. પાર્થ પંડયા- મેન્‍ટોર ચેતન ભોજાણી

 

રાજકોટઃ ઇન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટની (આઇએસ ટી ડી) વર્ષ ર૦ર૬ માટે ટીમની નિયુકિત તેમજ વાર્ષિક સામાન્‍ય સભામાં નવનિયુકત ટીમની નિમણું ક કરવામાં આવી હતી.

ઇન્‍ડિયન સોસાયટી ફોર ટ્રેનિંગ એન્‍ડ ડેવલપમેન્‍ટની (આઇએસ ટી ડી) એ રાષ્‍ટ્રીય કક્ષાની પ્રોફેશનલ ટ્રેનિંગ  અને ડેવલપમેન્‍ટમા઼ કાર્યરત સંસ્‍થા છે. ૧૦ હજાર થી વધુ સભ્‍યો અને ૪૦૦ +કોર્પોરેટ/ સંસ્‍થાકીય સભ્‍યો ધરાવતી આ સંસ્‍થા સમગ્ર દેશમાં પોતાના ૬૦+ ચેપ્‍ટર્સ દ્વારા  પ્રોફેશનલ માનવ સંસાધન તૈયાર કાર્ય કરી રહી હોવાનું યાદીમાં જણાવાયું છે.

આઇએસ ટી ડી રાજકોટની  વર્ષ ર૦ર૬-ર૮ માટેની નવનિયુકત ટીમમાં પૂર્વ ચેરમેન અને રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય શ્રી ચેતન ભોજાણી-મેન્‍ટોર, શ્રી ડો. પાર્થ પંડયા-રમેન, શ્રી ઉમેશ પાલ-સેક્રેટરી, શ્રી કિરણભાઇ મારાડીયા-ટ્રેઝરર તથા શ્રી પારસ રૂઘાણી-રાષ્‍ટ્રીય કારોબારી સભ્‍ય તરીકે નિમણુંક કરવામાં આવી છે.

તાજેતરમાં યોજાઇ ગયેલ વાર્ષિક સામાન્‍ય સભામાં સમગ્ર ટીમનું પદગ્રહણ તેમજ સત્‍કાર કરવામાં આવ્‍યો હતો. આ પ્રસંગે આવનારા સમયમાં   રાજકોટ વિસ્‍તારની સ્‍કિલ ડેવલપમેન્‍ટની જરૂરિયાત પર ભાર મૂકી આવનાર કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે. આઇએસટીડીના પ્રોફેશનલ વર્કશોપ અને પ્રોગ્રામની વધુ માહિતી અને મેમ્‍બરશિપ માટે ડો. પાર્થ પંડયા(ચેરમેન) +૯૧ ૯૪૨૬૯૩૬૩૬૧, ચેતન ભોજાણી +  ૯૧ ૯૪૨૮૨૦૨૨૬૩ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સંસ્‍થાના હોદેદારો સર્વશ્રી ડો.પાર્થ પંડયા, ચેતન ભોજાણી, વિપુલ માલી અને ઉમેશ પાલ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:25 PM IST)