News of Saturday, 29th August 2026
૨૦ દિવસ પહેલા મૃત્યુ પામનાર દિકરાના વિયોગમાં માતાનું હૃદય ધબકારા ચુકીગયું
રામવન પાસે રામકૃષ્ણ સોસાયટીમાં રહેતાં ૬૦ વર્ષના બેબીબેન ઘોડાસરાએ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનોમાં શોક

રાજકોટ તા. ૨૯: હૃદય રોગના હુમલાથી વધુ એક પરિવારના સદસ્યનું મૃત્યુ થયું છે. આજીડેમ ચોકડી પાસે રહેતાં વૃધ્ધાનું વીસ દિવસ પહેલા જ મૃત્યુ પામનાર પુત્રના વિયોગમાં હૃદય બેસી જતાં મૃત્યુ થયું છે.જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી રામવન પાસે રામકૃષ્ણ સોસાયટી-૪માં રહેતાં બેબીને લાલજીભાઇ ઘોડાસરા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ રાતે મૃત્યુ નિપજતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર બેબીબેનને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. જે પૈકી વીસ દિવસ પહેલા જ કેન્સરની બિમારીથી એક દિકરાનું મૃત્યુ થયું હતું.
ત્યારથી તેઓ ગુમસુમ રહેતાં હતાં. તેના વિયોગમાં હૃદય રોગનો હુમલો આવી ગયાનું સગાએ જણાવ્યું હતું. વીસ દિવસમાં ઘોડાસરા પરિવારે બબ્બે સ્વજન ગુમાવતાં શોક વ્યાપી ગયો છે. આજીડેમ પોલીસે મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:36 PM IST)










