તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
મનહરપુર-૧માં બે બહેનના એક જ ભાઇ જયેશનો રક્ષાબંધનની રાતે જ આપઘાત
અઢાર વર્ષના યુવાને કયા કારણે પગલુ ભર્યુ તે બહાર ન આવતાં તપાસ યથાવત

રાજકોટ તા. ૨૯: જામનગર રોડ પર મનહરપુરમાં રહેતાં ૧૮ વર્ષના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ મનહરપુર-૧ ગામમાં મામા સાહેબના ખીજડાવાળા રોડ પર ઉમીયા ઢાળ નજીક રહેતાં જયેશ રાજુભાઇ ચાવડા (ઉ.વ.૧૮) નામના યુવાને રાતે અગીયારેક વાગ્યે ઘરમાં ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં પરિવારમાં દેકારો મચી ગયો હતો. કોઇએ જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. જેના તબિબે જયેશને મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની ાજણ ૧૦૮ના તબિબ દિનેશભાઇ ધાંધલે કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન. વી. ચાવડા સહિતે ત્યાં પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર જયેશ બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. રક્ષાબંધનની રાતે જ તેણે આ પગલુ ભરી લીધુ હતું. જો કે આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.
(2:36 PM IST)










