તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
પીસીબીએ મર્ડર કેસના આજીવન કેદના આરોપી સાવરકુંડલાના અકિલ સૈયદને બે પિસ્તોલ, તમંચા સાથે દબોચ્યો
અગાઉ બે પકડાયા તેની તપાસમા નામ ખુલતા કબજો લેવાયો: પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ આર.કે. જાડેજા અને ટીમની કામગીરી: એએસઆઈ મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હેડકોન્સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ: શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા શહેરમાં ગુન્હાખોરી પર અંકુશ મેળવવા અને નાસતા-ફરતા આરોપીઓને પકડવા આપેલી સૂચના અન્વયે રાજકોટ શહેર પીસીબીની ટીમે વધુ એક વખત ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને દબોચ્યો છે. જાણવા મળ્યા મુજબ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ આર્મ્સ એક્ટના ગુન્હામાં પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એ.એસ.આઈ. મહીપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને પો.હેડ.કોન્સ. હરદેવસિંહ રાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે તા. ૧૮/૦૮/૨૦૨૬ ના રોજ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-૨ તથા ૧૧ જીવતા કારતૂસ સાથે બે શખ્સને પકડી લીધા હતાં. આ ગુન્હાની આગળની તપાસ પી.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. કે. જાડેજા ચલાવી રહ્યા હોઈ તપાસ દરમિયાન ખુલવા પામ્યું હતું કે આ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ નંગ-૨ તથા જીવતા કારતૂસ નંગ-૧૧ અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મર્ડરના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી અકીલ વલીભાઇ સૈયદ (ઉં.વ. ૩૦, રહે. સાવરકુંડલા, જુના બસ સ્ટેન્ડ પાસે, પઠાણ ફળીયુ, જી. અમરેલી)એ આપેલા હતા.
પી.સી.બી. ટીમે આરોપી અકીલ વલીભાઇ સૈયદનો અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી કબજો મેળવી નામદાર કોર્ટમાંથી ૫ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં તેણે છુપાવી રાખેલી દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ કિંમત રૂ. ૨૫,૦૦૦ તથા દેશી બનાવટનો કટ્ટો (તમંચો) નંગ-૧ કિંમત રૂ. ૫,૦૦૦ મળી કુલ રૂ. ૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે હાલ સુધીમાં આ કેસમાં કુલ ૩ આરોપીઓ, ૪ દેશી બનાવટના હથિયારો અને ૧૧ જીવતા કારતૂસ પકડી પાડવામાં આવ્યા છે.
આ કામગીરી પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.આર. ગોંડલીયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર પી.બી. ત્રાજિયા અને આર.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ ટીમમાં એ.એસ.આઈ. મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ અને અનીલભાઈ સોનારા જોડાયા હતા. તેમજ પો.હેડ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા, ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગૌસ્વામી, નગીનભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, સંજયભાઈ રૂપાપરા અને ડ્રાઇવર પો.હેડ.કોન્સ. જયેશભાઈ ગઢવી તથા પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઈ કળોતરા, વાલજીભાઈ જાડા, હિરેન્દ્રસિંહ પરમાર, વિશાલભાઈ દવે અને હરપાલસિંહ જાડેજાએ સાથે રહીને આ કામગીરી સફળ બનાવી હતી.
(9:53 PM IST)










