<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

વૃધ્‍ધા પર બળાત્‍કાર ગુજારી હત્‍યા કરનાર વિકૃત હવસખોર રમેશ ૮ દિ'ના રીમાન્‍ડ પર

પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમે નક્કર પુરાવા એકઠા કરવા કવાયત આદરીઃ શાતીર ગુનેગાર વારેઘડીએ ફરતું ફરતું બોલે છેઃ સાયકોલોજીસ્‍ટની મદદ લેવાશેઃ રી-કન્‍સ્‍ટ્રકશન કરાવાશે

 

 

રાજકોટ તા. ૨૮: સાત હનુમાન પાસેથી વૃધ્‍ધાનું રિક્ષામાં અપહરણ કરી ધોકાથી માર મારી અર્ધબેભાન કરી આજી ડેમના કાંઠે રિક્ષામાં જ બળાત્‍કાર ગુજારી તેમની હત્‍યા કરવાના ગુનામાં ઝડપાયેલા સાયકો કિલર રમેશ વૈધુકીયાને ભક્‍તિનગર પોલીસે કોર્ટમાં રજૂ કરી રીમાન્‍ડ માંગણી કરતાં ૮ દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે. પોલીસ હવે નક્કર પુરાવા એકઠા કરવા તપસા આગળ ધપાવી રહી છે.

શહેરમાં ખળભળાટ મચાવતો બનાવ સામે આવ્‍યો હતો. ૭૬ વર્ષીય વળધ્‍ધાનું અપહરણ કરી દુષ્‍કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધાનું સામે આવતાં પોલીસ ચોંકી હતી અને આજીડેમ પોલીસ મથકના બાહોશ પીઆઈ હરેશ પટેલ અને ટીમે તુરંત જ તપાસ આદરી ગણતરીના દિવસોમાં ગુનો ડીટેકટ કરી આરોપીને દબોચી તપાસ ભક્‍તિનગર પોલીસને સોંપતા આરોપીના કોર્ટમાંથી આઠ દિવસના રિમાન્‍ડ મેળવી તપાસ આદરી હતી. લીલાબેન ટપુભાઈ ઉર્ફે ટીબુભાઈ સોલંકી (ઉ.વ.૭૬) નામના વૃધ્‍ધાને ઘરે મુકી જવાના બહાને રિક્ષામાં બેસાડી તેને રસ્‍તામાં માર મારી અર્ધબેભાન કરી આજીડેમ કાંઠે લઇ જઇ બળાત્‍કાર ગુજારી બાદમાં હત્‍યા કરી લાશ ફેંકી દેવાઇ હતી.

અજાણ્‍યા વૃધ્‍ધાના મૃતદેહની ઓળખ થયા બાદ આ ઘટના ખુલતાં આરોપી રીક્ષાચાલક આરોપી રમેશ બચુ વૈધુકીયા (ઉ.વ.૩૩, ધંધો-રીક્ષા ડ્રાઈવિંગ, રહે.બ્રહ્માણી હોલની સામે,મચ્‍છાભાઈની હોટલ પાસે,કોઠારીયા રોડ)ને હસ્‍તગત કરી પીઆઇ એચ. એન. પટેલે ફરિયાદી બની ધરપકડ કરી હતી. આગળની તપાસ ભક્‍તિનગર પીઆઇ જે. ડી. પરમાર, એએસઆઇ નિલેષભાઇ મકવાણા અને ટીમે હાથ ધરી છે. રમેશના રિમાન્‍ડ મંજુર થતાં પોલીસ હવે નક્કર પુરાવા એકઠા કરશે. સાયકોલોજીસ્‍ટની પણ મદદ લેવાશે અને રીકન્‍સ્‍ટ્રકશન કરાશે. શાતીર ગુનેગારની છાપ ધરાવતો આ શખ્‍સ વારેઘડીએ ફરતું ફરતું બોલી રહ્યો છે. (૧૪.૧૩)

 

(3:36 PM IST)