તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
ઉદય કાનગડ દ્વારા આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી : ૨૮૦ બહેનોને સાડી અર્પણ

રાજકોટ : વિધાનસભા ૬૮ના ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી શ્રી વલ્લભભાઈ દુધાત્રા દ્વારા રણછોડ નગર કોમ્યુનીટી હોલ, કડવા ભનુ રોડ ખાતે આંગણવાડીની બહેનો સાથે રક્ષાબંધન પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડીની બહેનોએ ધારાસભ્ય ઉદય કાનગડને રાખડી બાંધી હતી. જેના પ્રતિભાવમાં તેમણે ૨૮૦થી વધુ બહેનોને ભેટ સ્વરૂપે સાડી અર્પણ કરી હતી અને સમાજના પાયાના સ્તરે બાળકોના પોષણ અને આરોગ્ય માટે બહેનોની કામગીરીને બિરદાવી હતી. આ તકે ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ પણ આંગણવાડીની બહેનોના સમાજ ઘડતરના યોગદાનની પ્રશંસા કરી તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન વલ્લભભાઈએ અને સંચાલન લીનાબેન રાવલે કર્યું હતું. આ કાર્યક્રમમાં લલીત વાડોલીયા, યોગેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પીપળીયા (પી.પી.), શાસક પક્ષ નેતા હિરેન ખીમાણીયા, અશ્વિન મોલીયા, સોમાભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, કિન્નરીબેન ચૌહાણ, ચાંદનીબેન ગોંડલીયા, નિશાબેન રાણપરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કોર્પોરેટરો કંકુબેન ઉઘરેજા, રાજશ્રીબેન માલવીયા, રસીલાબેન સાકરીયા, સ્મીતાબેન ગોહેલ, ધર્મીષ્ઠાબેન પરમાર, પુનમબેન મોરવાડીયા, ભરતભાઈ લીંબાસીયા, સંજય ચાવડા, દિલીપભાઈ લુણાગરીયા, અનિલ ચૌહાણ, નિલેશભાઈ હેરભા, અજય મજેઠીયા પણ હાજર રહ્યા હતા. શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લીનાબેન રાવલ, જે.ડી. ભાખર, રસીકભાઈ પટેલ, સંજય ગોસ્વામી, કાનાભાઈ ડંડૈયા, પરેશ લીંબાસીયા, અંકિત દુધાત્રા, હસુભાઈ કાચા, જીલુભાઈ સુસરા, હરેશ ધંધુકીયા, રમેશભાઈ પરમાર, પરીમલભાઈ પરડવા, અનિલભાઈ તરાવીયા, અલ્પેશભાઈ લુણાગરીયા, હેમુભાઈ પરમાર, ડી.બી. ખીમસુરીયા, અને મનસુખભાઈ પીપળીયા (પીએ ટુ ઉદયભાઈ કાનગડ) સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
(3:37 PM IST)










