તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
વિશ્વના વિજ્ઞાન જગતમાં ગુજરાતને ગૌરવવંતુ સ્થાન પ્રદાનકર્તા મહાન વિજ્ઞાનીક ડો.વિક્રમ સારાભાઈની ગૌરવગાથા
આપણું અંતિમ લક્ષ્ય ટેકલોલોજી નથી પણ છેવાડાના માનવીની સુખાકારી અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવાનું સાધન છેઃ વિજ્ઞાન+ હિંસા=સર્વનાશ, વિજ્ઞાન+ માનવતા= સર્વોદય ભારતના સ્વપ્નદ્રષ્ટા ડો. વિક્રમભાઈ સારાભાઈ : ડો. વિક્રમભાઈ સારાભાઈનો જન્મ અમદાવાદ ખાતે ૧૨ ઓગષ્ટ-૧૯૧૯ ના રોજ થયેલ. તેમણે ૧૯૭૧ ડીસેમ્બરની ૩૦મીના રોજ કેરળ નજીકના થુમ્બા રોકેટ મથક નજીક સરકારી ગેસ્ટ હાઉસમાંથી વિશ્વને અલવિદા કર્યું: ભારત સરકારે તેમને મરણોત્તર ‘‘પદ્મ વિભુષણ'' એવોડૅથી નવાજેલ : ડો. વિક્રમભાઈ સારાભાઈની આગવી સુઝબુઝ અને શોધથી ૨૧મી નવેમ્બર ૧૯૬૩ના પ્રથમ રોકેટનું સફળતાપુર્વક પરીક્ષણ થયુ જેને લઇને અવકાશ વિજ્ઞાન વિકાસમાં ભારતના પ્રદાને વિશ્વને ચકિત કરી દીધુ : ડો. વિક્રમભાઈ સુભાષચંદ્ર બોઝનીઆઝાદહિંદ ફોજના ડો. કેપ્ટન લક્ષ્મીના નાની બહેન અને વિશ્વવિખ્યાત નળત્યાંગના મળણાલીની સાથે સને. ૧૯૪૨ માં લગ્નબંધનથી બંધાતા વિજ્ઞાન અને કલાનો સંગમ થયો હતો

થુમ્બા ઇક્વેટોરિયલ રોકેટ લૉન્ચિંગ સ્ટેશન
ડો.વિક્રમ સારાભાઇ
સમગ્ર વિશ્વમાં ગુજરાતને ગૌરવવંતુ માન-સન્માન પ્રદાન કરનાર વિશ્વના મહાન વિજ્ઞાનીક ડો. વિક્રમભાઈ સારાભાઈના જીવનની સંકલીત માહિતિ જન જાગળતી અભિયાન મંચના તખુભા રાઠોડે વાંચકો માટે પ્રસ્તુત કરી છે.
ગુજરાતીઓને દેશ અને દુનીયા શાંત, સરળ, સફળ, સાહસીક વેપાર- ઉધોગ કરતી પ્રજા ગણે છે. આ ગુજરાતે દેશ અને દુનીયાને શુરવીરો, મહાન દાનવીરો, સંતો સાથે અહીંસાના મહાન પુજારી પૂ. ગાંધીજી, લોખંડી પુરૂષ શ્રી સરદાર પટેલ, વિશ્વના મહાન વિજ્ઞાનીક ડો. વિક્રમભાઈ સારાભાઈ આપેલ છે.
ડો. વિક્રમભાઈ સારાભાઈનો જન્મ ૧૨ ઓગષ્ટ-૧૯૧૯ ના રોજ ગુજરાતના અતિ મોટા કદના કાપડ ઉધોગપતિ અને મુલ્યવાન દેશ પ્રેમી શ્રી અંબાલાલ અને શ્રીમતી સરલા દેવીના અમદાવાદના એકવીસ એકરના મહેલ જેવા બંગલામાં થયો હતો. તેમના પરિવારમાં બે ભાઈ અને પાંચ બહેન હતા. શ્રી અંબાલાલનો સાહીત્ય, સંસ્કળતી અને શીક્ષણ- વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાતને સમળધ્ધ બનાવવામાં અતિમહત્વનો ફાળો રહયો છે. તેમના બાળકોને પ્રાથમિક શીક્ષણ વિશાળ બંગલામાં ઉભી કરેલ આધુનિક સ્ટ્રીટ શાળામાં આપેલ અને વિવિધ વિષયના દેશ અને વિશ્વના નિપુણ શીક્ષકોની વ્યવસ્થા કરેલ. જેથી બાળકો તેની રૂચી અને પસંદગીના વિષયોનું શીક્ષણ મેળવી શકે. ડો. વિક્રમભાઈ સારાભાઈ બાળપણથી તેજસ્વી બુધ્ધીશાળી અને તીવ્ર યાદશકિત ધરાવતા વિધાર્થી હતા. તેમણે ઈ.સ. ૧૯૩૭માં આર.સી. ટેકનીકલ હાઈસ્કુલમાંથી મેટ્રીકની પરીક્ષા પાસ કરી હતી અને અમદાવાદ ગુજરાત કોલેજમાં ઈન્ટર સાયન્સ સુધીનો અભ્યાસ કરી ઉચ્ચઅભ્યાસ માટે ઈંગ્લેન્ડની કેમ્બ્રીજ યુનીવસીટીની સેંટ જહોન્સ કોલેજમાં પ્રવેશ લીધો હતો.
ઇ.સ. ૧૯૪૦ માં બીજું વિશ્વ યુધ્ધ શરૂ થતાં તેઓ દેશ પરત ફર્યા અને બેંગ્લોરની ખુબ જ જાણીતી સંશોધન સંસ્થા ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સમાં પ્રવેશ લીધેલ. અહીં તેઓને નોબેલ એવોર્ડ વિજેતા સર સી.વી. રામનના નેતળત્વ નીચે સંશોધન કરવાની ઉતમ તક મળી હતી. અનુતાાતક તથા પી.એચ.ડી. માટે ‘‘કોસ્મીક રે'' ક્ષેત્રે રીસર્ચનો અભ્યાસ શરૂ કરેલ. આ સંસ્થામાં સંશોધન માટેના જરૂરી ઉપકરણોના અભાવે તેઓ દેશની વિવિધ વૈજ્ઞાનીક સંશોધન કરતી સંસ્થાઓની મુલાકાત લઈ જરૂરી સાધનો જાતે બનાવા લાગેલ. આ સમયમાં તેઓ પુનાની ઈન્ડીયનમેટ્રોલોજીકલ વિભાગના વડા ડો. રામનાથનના ગાઢ સંપર્કમાં આવેલ. તેઓના સંશોધન ક્ષેત્રના જ્ઞાન, સુઝ અને લગન થી ડો. વિક્રમભાઈ ખુબ જ પ્રભાવીત થયા હતા અને ભવિષ્યમાં અમદાવાદ ખાતે એક આધુનીક સંશોધન કેન્દ્ર બનાવવું અને આ કેન્દ્રમાં ડો. રામનાથને વડા તરીકે સહભાગી થવા વિનંતી સહ આમંત્રણ આપેલ. ડો. વિક્રમભાઈની આ ઈચ્છા ઇ.સ.૧૯૪૮માં પૂર્ણ થઇ.
ઈ.સ. ૧૯૪૫ માં બીજું વિશ્વ યુધ્ધ સમાપ્ત થતા ડો. વિક્રમભાઈ તેમની ઈચ્છા અને સ્વપ્ન પૂર્ણ કરવા ફરી કેમ્બ્રીજ ગયા. તીવ્ર ઈચ્છાશકિત અને અથાગ મહેનતથી ‘‘કોશ્મિક રેઈન્વેસ્ટીગેશન ઈન ટ્રોપીકલ લેટીટયુડઝ'' વિષય ઉપર ઈ.સ. ૧૯૪૭ માં ગૌરવશાળી પી.એચ.ડી.ની ડીગ્રી હાંસલ કરી દેશ પરત ફર્યા.
મળણાલીનીબેન સાથે
સંપર્ક અને લગ્ન
મદ્દાસના બાહોશ વકીલ તામીલનાડુના લોકસભાના સભ્ય (૧૫ વર્ષ)શ્રી સ્વામીનાથન અને તેમની પત્નીનુ નામ અમ્મુ સ્વામીનાથન હતું. જેમને ચાર બાળકો જેમાં દિકરી ડો. લક્ષ્મી અને મળણાલીના નામ ખુબ જ પ્રસિધ્ધ હતા. ડો. લક્ષ્મીએ સુભાષચંદ્ર બોઝની આઝાદહિન્દ ફોજમાં કેપ્ટન બની સેવા આપેલ અને મળણાલી નળત્યકલા ક્ષેત્રે દેશ વિદેશમાં માન સન્માન સાથે આગવી ઓળખ ધરાવતા હતા. સારાભાઈ પરિવાર સાથે શ્રી સ્વામીનાથન પરિવારને સારા સંબંધ હતા જેથી સને. ૧૯૪૨ માં ડો. વિક્રમભાઈ અને મળણાલીબેન લગ્નના અતુટ બંધનમાં બંધાતા નળત્યકલા અને વિજ્ઞાનનો સુંદર સંગમ થયેલ. આગળ જતા મળણાલીબેને નળત્યકલા અને ડો. વિક્રમભાઈએ વિજ્ઞાન ક્ષેત્રે આગવી ભવ્ય સફળતા હાંસલ કરેલ.
સને. ૧૯૫૭ માં એક અતિમહત્વની ઘટના બનેલ. સોવિયેટ રશિયાએ આકાશમાં એક તરતો ઉપગ્રહ મુકેલ. ડો. વિક્રમભાઈએ બ્રહમકિરણો અંગેનું વૈજ્ઞાનિક સંશોધન પણ આ દિશામાં જ કરેલું હતું, જેથી ડો. વિક્રમભાઈ આ તરતા ઉપગ્રહ ઉપર ઉડાણપૂર્વક અભ્યાસ કરી ભારતને પણ અવકાશ ક્ષેત્રે આગળ વધારવા સને. ૧૯૬૦ માં અવકાશી રોકેટ ક્ષેત્રનો પ્રાજેક્ટ રજુ કરેલ. ભારત સરકારે આ દરખાસ્ત અણુશક્તિ પંચના વડા ડો. હોમી ભાભાને મોકલેલ. ડો. ભાભાએ આ દરખાસ્ત સરકારને સ્વીકાર કરવાનું જણાવેલ. જેથી ડો. વિક્રમભાઈની અતી લાંબા સમયની સખ્ત મહેનત આગવી સુઝ રંગ લાવી. ૨૧ મી નવેમ્બર સને. ૧૯૬૩ ના રોજ ભારતની ધરતી પર પ્રથમ કેરળના તીરૂવન્થપુરમમાં આવેલ થુમ્બા મથકથી પ્રથમ રોકેટ અવકાશમાં રવાના કરી રોકેટનું સફળતાપૂવૅક પરીક્ષણ કરેલ. દેશ અને વિદેશના વિજ્ઞાનીકો આ સિધ્ધિથી ઝુમી ઉઠેલ અને સમગ્ર વિશ્વના મહાશક્તિશાળી દેશો ભારતના અવકાશ યુગમાં સફળ પ્રવેશથી અચંબામાં પડી ગયેલ. ડો. વિક્રમભાઈની આ સિધ્ધીથીએ ગુજરાતનું નામ સમગ્ર દુનીયાના નકશામાં અમર કરી દીધું.
કેરળના થુમ્બા ઈકવેટોરીયલ રોકેટ લોચીંગ મથક વિકસીત કરેલ જેના અભ્યાસ માટે અનેક સાઉન્ડીંગ રોકેટો છોડવામાં આવેલ. આ અભ્યાસમાં ભારત સાથે રશિયા, અમેરીકા, જર્મન, બ્રીટેનને અન્ય દેશોના વિજ્ઞાનીઓ સહભાગી બનેલા. સંયુક્ત રાષ્ટ્ર સંઘે આ સેન્ટરને સાઉન્ડીંગ રોકેટના પ્રયોગ માટેના આંતરરાષ્ટ્રીય સુવિધાસેન્ટર તરીકે માન્યતા આપેલ. સને. ૧૯૬૮ માં દેશના વડાપ્રધાને આ મથક સંયુક્ત રાષ્ટ્ર સંઘને અર્પણ કરેલ. આ ગુજ્જુ વિજ્ઞાનીકે વિશ્વના મહાન વિજ્ઞાનીક તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી. અનેક વિજ્ઞાન સંશોધન, ગૌરવશાળી સંસ્થાના મુખ્ય વડા તરીકે અમુલ્ય યોગદાન આપેલ. તેઓએ (૧)સને. ૧૯૬૨ સંશોધન માટેની ભારતીય રાષ્ટ્રીય સમિતિ (૨) ૧૯૬૬ અણુશક્તિ પંચ (૩) ૧૯૬૭ ભારત સરકારના સંરક્ષણ ખાતાની ઈલેક્ટ્રોનીકસ કમિટિ (૪) ૧૯૬૭ ઈલેક્ટ્રોનીકસ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા (૫) ૧૯૬૯ ઈન્ડીયન સ્પેશ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)માં મહત્વનું પ્રદાન કર્યું. વિશ્વના આ મહાન વૈજ્ઞાનીક ડો. વિક્રમભાઈ સારાભાઈએ ૧૯૭૧ ડીસેમ્બર - ૩૦ ના રોજ થુમ્બા રોકેટ મથક નજીકના સરકારી ગેસ્ટ હાઉસમાં અંતિમ શ્વાસ લઈ આ દુનીયાને અલવિદા કરી.
સંકલન
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:29 PM IST)










