તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
જય બાલાજી ...દાદાને રંગબેરંગી રાખડીઓનો અલૌકિક શણગારઃ કાલે સુંદરકાંડ પાઠ
સફેદ ફૂલોની ભવ્ય કમાન હેપ્પી રક્ષા બંધન, ‘‘ભાઈ-બહેન''ના સદેશ અનેભક્તો દ્વારા ‘‘મારા દાદાનેમારી રાખડી'' અંતર્ગત અર્પણ કરાયેલી રાખડીઓથી દાદાનો દરબાર શોભી ઉઠ્યો

રાજકોટઃ લાખો ભક્તોની શ્રદ્ધાના પ્રતીક દુઃખહર્તા એવા મહાપ્રતાપી બાલાજી હનુમાનજી મહારાજના મંગલમય સાનિધ્યમાં (કરણસિંહજી હાઈસ્કૂલ , ભૂપેન્દ્ર રોડ) આજે રક્ષાબધંનના પવિત્ર પર્વે ભક્તિનો અનોખો માહોલ સર્જાયો છે. આજના પાવન દિવસેબાલાજી દાદાને‘‘રક્ષાબધં''ની વિશષેથીમ પર અત્યતં મનોહર અનેઅલૌકિ ક શણગાર કરવામાંઆવ્યો છે.
આજે સવારે દાદાનેમોરપીંછ અનેમોરપખં મુગુટનો શણગાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ હવે દાદાને વિવિધ રંગબેરંગી રાખડીઓમાથીં વિશષે રીતે તૈયાર કરવામાંઆવેલા અત્યતં સુંદર વાઘા પહેરાવવામાંઆવ્યા છે. આકર્ષકર્ષ રાખડીઓથી ગૂંથાયેલા આ વાઘા અને મુગટ દાદાના દર્શનને તેજસ્વી બનાવી રહ્યા છે. દાદાના ફરતેસફેદ ફૂલોની એકવિશાળ કમાન ગોઠવવામાંઆવી છે, જેની મધ્યમાં "Happy Raksha Bandhan" તમેજ બંને બાજુ લાલ-પીળા ફૂલોથી ‘‘ૐ''‘‘ભાઇ'' અને ‘‘બહેન'' લખેલી રાખડીઓ તેમજ અન્ય રંગબેરંગી રાખડીઓ સાથે મોતીની માળાઓ લટકી રહી છે, જ્યારે પાછળ ગોલ્ડન બેકગ્રાઉન્ડ અને દાદાની બરાબર ઉપર મોતીઓથી મઢેલું દિવ્ય મુખાવરણ ગોઠવવામાં આવ્યું છે. વિશેષ આકર્ષણ રૂપે નીચે ફલોર પર ભગવાન રામ-સીતા અને બાલ હનુમાનજીના ચિત્રો સાથે ભક્તોએ અર્પણ કરેલી ધણીબધી રાખીઓ દાદાના ચરણોમાં મૂકવામાં આવી છે.
આ ઉપરાંત આવતીકાલે એટલે કે શનિવાર તા.૨૯ના રાત્રે ૯ થી ૧૧ વાગ્યા સુધી શ્રી બાલાજી હનુમાનજી મંદિરે ભવ્ય ‘સુંદરકાંડના પાઠ'નું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સંગીતમય શૈલીમાં ગવાતા આ પાઠથી સમગ્ર મંદિર પરિસર રામનામ અને બાલાજી દાદાની ભક્તિના રંગે રંગાઇ જશે.
ભાવિકોને મંદિરના આયોજક મહંતશ્રી વિવેકસાગરદાસજી સ્વામી, સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત શાષાી શ્રી રાધારમણદાસજી સ્વામી અને કોઠારી શ્રી મુનિવત્સલદાસજી સ્વામીએ આમંત્રણ આપ્યું છે.
(3:35 PM IST)










