<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રાજકોટ એસટી ડિવીઝનમાં ચિક્કાર ટ્રાફિકઃ સમગ્ર રાજયમાં ૩ દિવસમાં સવા ત્રણ લાખ ટિકીટ એડવાન્‍સમાં બૂક કરાઇ

માત્ર ત્રણ દિવસમાં ૮ કરોડની તોતીંગ આવકઃ સરધાર બસ સ્‍ટેશનમાં પંખા બંધ હોય તંત્રનો કાન આમળતા ગજેન્‍દ્રસિંહ

 

 

રાજકોટ તા.૨૮: રક્ષાબંધન અને સાતમ- આઠમના તહેવારો સંદર્ભે રાજકોટ એસ.ટી. ડિવીઝનમાં ચિક્રકાર ટ્રાફીક ઉદભવ્‍યો છે, મળતી વિગતો મુજબ હાલ એસટી તંત્ર દ્વારા ત્રણ દિવસમાં એસ.ટી ની ૩.૧૬ લાખ એડવાન્‍સમાં બુક કરવામાં આવી છે અને ૭.૮૫ કરોડની જંગી આવક થશે એડવાન્‍સ બુકિંગ સિવાયના મુસાફરો ગણીએ તો કરોડો રૂપિયાની આવક એસ.ટી ને બે ત્રણ દિવસમાં થવાની છે  આવક હજુ વધશે તેમ ઉચ્‍ચ અધિકારીઓ ઉમેરી રહયા છે. દરમિયાન રાજકોટના જાગૃત નાગરિક ગજેન્‍દ્રસિંહ ઝાલાએ એક યાદીમાં ઉમેર્યું છે કે, ભાવનગર રોડ પર આવેલ હલેન્‍ડા ખાતે એક ઉદ્ધાટન પ્રસંગે એસ.ટી બસમાં જતા રસ્‍તામાં સરધાર બસ સ્‍ટેશનમાં ૫૦થી વધુ મુસાફરો બસ સ્‍ટેશનમાં રક્ષાબંધનના ત્‍યોહાર નિમિત્તે બેઠા હોય અને એક પણ પંખો સવારે ૧૦:૦૦ વાગ્‍યે શરૂ કરવામાં આવ્‍યો નહોતો તમામ પંખાઓ બંધ હાલતમાં હતા જે પગલે બસમાંથી જ મેં જવાબદાર રાજકોટ ડેપોમાં સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ અધિકારીને ફોન કરતા તેઓએ જણાવ્‍યું કે આજે ટ્રાફિક કંટ્રોલર ને રજા હોય એટલે શરૂ નહીં કરાવ્‍યા હોય મેં કહ્યું કે એવું થોડું ચાલે રજા હોય તો પંખા થોડા બંધ રાખવાના હોય પંખા ચાલુ કરાવો ગણતરીની મિનિટોમાં સરધાર બસ સ્‍ટેશનના તમામ પંખાઓ શરૂ કરાવાયા હતા

(3:37 PM IST)