તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
લક્ષ્મીનગર નાલા પાસેથી દારૂ ભરેલી કાર પકડાઇ : ૬.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે
માલવીયાનગર પોલીસનો દરોડો : ચાલકની શોધખોળ નાણાવટી ચોક પાસે કન્સ્લટીંગ ઓફીસ અને મવડી કણકોટ રોડ પર દારૂ સાથે ઝડપાયા : તાલુકા અને યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ, તા. ર૮ : નાના મવા મેઇન રોડ પર લક્ષ્મીનગરના નાલા પાસેથી માલવીયાનગર પોલીસે ૮૮ હજારના દારૂ ભરેલી કાર કબ્જે કરી ભાગી ગયેલા ચાલકની શોધોળ શરૂક રી છે. જયારે નાણાવટી ચોક પાસે કન્સ્લ્ટીંગની ઓફિસ અને મવડી કણકોટ રોડ પરથી પણ પોલીસે અંગ્રેજી દારૂ સાથે બેને પકડી લીધા હતા.
માલવીયાનગર પોલીસના પીઆઇ જે.એમ. કૈલાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ સારંગભાઇ ઓગાણીયા, કે.બી. શેખલીયા સહિતના સ્ટાફે નાના મવા મેઇન રોડ પર બાતમીના આધારે દરોડો પાડી લક્ષ્મીનગર નાલા પાસેથી દારૂ ભરેલી કાર પકડી લીધી હતી. તપાસ કરતા કારમાંથી રૂા. ૮૮,૮૦૦ ની કિંમતના દારૂના ર૮પ ચપલા મળી આવતા દારૂ ઉપરાંત કાર, ફોન સહિત કુલ રૂા. ૬.૯૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.
બીજા દરોડામાં નાણાવટી ચોક નજીક ધરમનગર આવાસ યોજના પાસે કન્સ્લ્ટીંગની ઓફિસ ધરાવતા હિરેન નવીનભાઇ ભટ્ટી (ઉ.વ.૪૦) રહે. પંચાયતનગર શેરી નં. ૩, યુનિવર્સિટી રોડની ઓફિસમાં બાતમીના આધારે યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ જેન્તીભાઇ અને કોસ્ટેબલ ઉમંગભાઇ જોષી સહિતના સ્ટાફે દરોડો પાડી તેને રૂા. ૧ર૦૦ ના અંગ્રેજી દારૂના ૪ ચપલા સાથે પકડી લીધો હતો. ત્રીજા દરોડામાં માવડી-કણકોટ રોડ પર વિઠ્ઠલ રાદડીયા ચોક પાસેથી તાલુકા પોલીસના એએસઆઇ કે.એસ. ઝાલા, કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે અરૂણ ધર્મપાલ શર્મા (ઉ.વ.પ૦) રહે. ચંચલ પાર્ક, સત્યમ વિહાલ કોલોની દિલ્હી) ને રૂા. ૯૪૦૦ ની દારૂની ૩ બોટલ સાથે પકડી પીકઅપ વાહન સહિત કુલ રૂા. ૩,૦૯,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
(3:35 PM IST)










