<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

૧૪ સ્‍થળો પર ફ્રી પાર્કિંગ

 

* મેળામાં આવતી જાહેર જનતાના વાહનોના વ્‍યવસ્‍થિત ર્પાકિંગ માટે પોલીસ તંત્ર દ્વારા કુલ ૧૪ જેટલા સ્‍થળોએ ફ્રી (નિઃશુલ્‍ક) ર્પાકિંગ જાહેર કરવામાં આવ્‍યા છે.

ટુવ્‍હીલર માટે ખાસ કરીને કિસાનપરા ચોક સાયકલ શેરીવાળી જગ્‍યા, નગર રચના અધિકારીની કચેરીનું ગ્રાઉન્‍ડ (શ્રોફ રોડ), એસ.બી.આઈ. બેંક સામે શારદાબાગનું ગ્રાઉન્‍ડ, સર્કિટ હાઉસ સામે મેમણ બોડીંગનું ગ્રાઉન્‍ડ, કિસાનપરા ચોક કેપીટલ હોટલ પાછળનું ગ્રાઉન્‍ડ તથા સર્કિટ હાઉસ સામે આકાશવાણીની દીવાલ પાસેની જગ્‍યા ફાળવવામાં આવી છે.

જ્‍યારે ફોર-વ્‍હીલર અને કાર ચાલકો માટે ધર્મેન્‍દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્‍ડ ખાતે માત્ર ફોર-વ્‍હીલર ર્પાકિંગની સુવિધા રહેશે. આ ઉપરાંત કાર, મોટરસાઇકલ અને સાયકલ જેવા તમામ -કારના વાહનો માટે શહેર પ્રાંત બહુમાળી ભવન સામેનું ગ્રાઉન્‍ડ, બાલભવન મેઇન ગેટથી આર્ટ ગેલેરી સુધીનો રોડ, નવી કલેક્‍ટર કચેરી સામે આવેલ ગ્રાઉન્‍ડ તેમજ આયકર વાટીકા પાછળ રીલાયન્‍સનું ગ્રાઉન્‍ડ નિયત કરવામાં આવ્‍યું છે.

તદુપરાંત ટૂ-વ્‍હીલર અને ફોર-વ્‍હીલર બંને પ્રકારના વાહનો માટે ચૌધરી હાઇસ્‍કૂલ ગ્રાઉન્‍ડ તથા ગુજરાત રાજ્‍ય સહકારી કળષિ અને ગ્રામીણ વિકાસ બેંકના ગ્રાઉન્‍ડનો ઉપયોગ કરી શકાશે. હોમગાર્ડ ઓફિસર કોલોની (બહુમાળી ભવન સામે)નું ગ્રાઉન્‍ડ ફક્‍ત સરકારી વાહનોના ર્પાકિંગ માટે અનામત રાખવામાં આવ્‍યું છે.

(2:49 PM IST)