<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દેશની પ્રથમ પસંદ ‘‘આખરી'' વિદેશી FMCG બ્રાન્‍ડ્‍સ વચ્‍ચે ભારતીય સ્‍વાદની નવી ઓળખ ‘આખરી'નું મજબૂત આગમન

સ્‍વાદ, આરોગ્‍ય અને શુદ્ધતાનો ત્રિવેણી સંગમ ‘આખરી' બન્‍યું વિરવસનીય વિકલ્‍પ લોગ પુછેંગે, ક્‍યા ડાલા ?

રાજકોટઃ પ્રખ્‍યાત હાથી મસાલા બ્રાન્‍ડ દ્વારા 'આખરી' બ્રાન્‍ડ નામથી નવા મસાલા બજારમાં મૂકવામાં આવ્‍યા છે. વૈશ્વિક FMCG ક્ષેત્રના ઉતાર-ચડાવ વચ્‍ચે આજનો ગ્રાહક કિમત, ગુણવત્તા અને ‘‘મેક-ઈન-ઇન્‍ડિયા' પ્રોડક્‍ટ્‍સને વધુ મહત્‍વ આપી રહ્યો છે. ગ્રાહકોની આ જ બદલાતી અપેક્ષાઓને ધ્‍યાનમાં રાખીને, સ્‍વાદ, આરોગ્‍ય અને શુદ્ધતાના સંતુલિત અભિગમ સાથે આ બ્રાન્‍ડ ભારતીય રસોડાં માટે એક અત્‍યંત વિશ્વસનીય અને શ્રેષ્ઠ વિકલ્‍પ બની રહી ગાંધી સ્‍પાઈસના ડિરેક્‍ટર સાગર દુબલે યાદીમાં જણાવાયું છે.છે.

‘આખરી' એટલે 'અંતિમ' જે દર્શાવે છે કે ઉત્તમ સ્‍વાદ અને ગુણવત્તા બાબતે હવે ગ્રાહકોએ કોઈ સમજૂતી કરવાની જરૂર નથી.

આ બ્રાન્‍ડના પ્રમોશન માટે પ્રખ્‍યાત અભિનેતા ચંકી પાંડે  જોડાયા છે. તેમની સહજ લોકપ્રિયતા અને વિવિધ પેઢીઓ સાથે કનેક્‍ટ થવાની અદભુત ક્ષમતા ભારતભરમાં બ્રાન્‍ડની ઓળખને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોમાં વિશ્વાસ તેમજ આત્‍મીયતા વધારવામાં મદદરૂપ બનશે.

આધુનિક ગ્રાહકની પસંદગી આજે વધુ સ્‍પષ્ટ અને પરિપક્‍વ બની છે. ગ્રાહક માટે સ્‍વાદ પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ લાંબા ગાળે વિશ્વાસ ત્‍યારે જ ઊભો થાય છે, જ્‍યારે તેની સાથે આરોગ્‍ય અને શુદ્ધતાનો પણ સમાવેશ થાય. અમારો અભિગમ એ છે કે સ્‍વાદ, આરોગ્‍ય અને શુદ્ધતા આ ત્રણેય તત્‍વો એકસાથે ગ્રાહકો સુધી પહોંચે. અમે માનીએ છીએ કે જ્‍યારે ગ્રાહકને આ ત્રણેયનો સંતુલિત અનુભવ મળે છે, ત્‍યારે તે માત્ર પ્રોડક્‍ટને નહીં, પરંતુ બ્રાન્‍ડને પણ અપનાવે છે. 'આખરી' સાથે ગ્રાહકોનું આ વિશ્વાસભર્યું જોડાણ જ અમારા માટે સૌથી મોટું મૂલ્‍ય છે. તેમ દિવ્‍યેન ભાડેશીયા (સીએમઓ)એ યાદીમાં જણાવ્‍યું છે.

યત્‌ સ્‍વાદિષ્‍ટં તત્‌ પોષકમ્‌ યત્‌ પોષકં તત્‌ નૈસર્ગિકમ્‌

અર્થાત્‌, જે ખરેખર સ્‍વાદિષ્ટ હોય તે પોષણકારક પણ હોવું જોઈએ, અને જે પોષણકારક હોય તે પ્રાકૃતિક હોવું જોઈએ.

‘આખરી' અમારી માટે માત્ર એક બ્રાન્‍ડ નથી. પરંતુ એક જવાબદારી છે. આજે ઘણા ગ્રાહકોને સ્‍વાદ, આરોગ્‍ય અને શુદ્ધતા વચ્‍ચે પસંદગી કરવાની ફરજ પડે છે. અમારો પ્રયાસ એ છે કે તેમને આ ત્રણેય એકસાથે મળી રહે. અમે માનીએ છીએ કે ભારતીય પરિવારોને એવો વિકલ્‍પ મળવો જોઈએ, જ્‍યાં ગુણવત્તા અને વિશ્વાસ સાથે કોઈ સમજૂતી કરવાની જરૂર ન પડે. ભારતીય રસોડાં સુધી ગુણવત્તાસભર અને વિશ્વાસુ વિકલ્‍પ લાવવાનો આ એક સતત પ્રયાસ છે. 'આખરી' એ જ વિચા૨નું પ્રતિબિબ છે.''

‘‘લાખો ઘરો સુધી આખરી પહેલી પસંદ બન્‍યું''

‘આખરી મસાલા' હાલમાં દેશભરના ૨૦,૦૦૦થી વધુ રિટેલ સ્‍ટોર્સમાં ઉપલબ્‍ધ છે. તેની સાથે ક્‍વિક કોમર્સ પ્‍લેટફોર્મ્‍સ પર પણ તેની ઉપલબ્‍ધતા નોંધાય છે. વિવિધ સેમ્‍પલિંગ અભિયાનો મારફતે લાખો ઘરો સુધી તેની પહોંચ થઈ છે, જ્‍યારે ગ્રાહકો તરફથી પ્રાપ્ત થયેલા સકારાત્‍મક પ્રતિસાદો તેની ગુણવત્તા અને વિશ્વસનીયતાને વધુ મજબૂત બનાવે છે. ‘આખરી બ્રાન્‍ડનો અભિગમ માત્ર વ્‍યાપારિક વૃદ્ધિ પુરતો મર્યાદિત નથી. સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્રાન્‍ડ દ્વારા શૈક્ષણિક કાર્યક્રમો મારફતે હજારો વિદ્યાર્થીઓમાં આરોગ્‍યપ્રદ ખોરાક અને જીવનશૈલી અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પહેલ એ વાતનું પ્રતિબિબ છે. કે બ્રાન્‍ડનો હેતુ માત્ર વેચાણ વૃદ્ધિ સુધી સીમિત નથી, પરંતુ આવતી પેઢીને વધુ સ્‍વસ્‍થ અને જાગૃત બનાવવાનો પણ છે.

આખરી મસાલાની વિશેષતાઓઃ સ્‍વાદ, આરોગ્‍ય અને શુદ્ધતાનો ત્રિવેણી સંગમ,  દરેક વાનગી માટે ઓલ-ઈન-વન મસાલા, MSG અને કૃત્રિમ રંગોથી સંપૂર્ણ મુક્‍ત, કુદરતી ખનિજ તત્‍વોથી સમૃદ્ધ, યુવા પેઢીની પસંદગી, આધુનિક જીવનશૈલીને ધ્‍યાનમાં રાખીને વિકસાવાયેલ પ્રોડક્‍ટ, નગેટ્‍સ, ફ્રેન્‍ચ ફ્રાઇઝ અને વિવિધ ફ્રાઈડ નાસ્‍તા પર છાંટતા સ્‍વાદમાં નવી સોડમ ખીલે, Make in India અને Vocal for Local વિચારધારાનું પ્રતિનિધિત્‍વ કરતી ભારતીય બ્રાન્‍ડ, દેશભરમાં ૨૦,૦૦૦થી વધુ સ્‍ટોર્સમાં ઉપલબ્‍ધ, રોજના શાક, દાળ, ભાત, ખીચડીથી લઈ પાસ્‍તા, નૂડલ્‍સ, ઉપમા, ખીચુ જેવી વાનગીમાં સહજ રીતે ઉપયોગી, રસોઈ દરમિયાન મિક્‍સ કરવા ઉપરાંત તૈયાર થયેલી વાનગી પર ઉપરથી છાંટીને પણ ઉપયોગ કરી શકાય તેવો અનોખો મસાલો, ઘરેલુ રસોઈથી લઈને ઝડપી બનતા આધુનિક ફૂડ સુધી દરેક ખોરાકમાં સ્‍વાદ અને ખુશ્‍બુનો અનોખો સ્‍પર્શ.

આ અંગે વધુ માહિતી માટે ગાંધી સ્‍પાઇસેસ પ્રાઇવેટ લિમિટેડ

(મો. ૯૫૩૪૬ ૯૫૩૪૬) ઉપર સંપર્ક કરી શકાય છે.

(2:28 PM IST)