<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

સ્‍પામાં કુટણખાના બાદ હવે જુગારધામ શરૂ, મહિલા સહિત ૭ પકડાયા : અન્‍ય ૪ દરોડામાં ર૦ પકડાયા

વિવેકાનંદ રોડ નજીક ક્રાઉન સ્‍પામાં એ ડીવીઝન પોલીસનો દરોડો :એ ડીવીઝન પોલીસ, એલસીબી ઝોન-૧, યુનિવર્સિટી પોલીસ અને ક્રાઇમ બ્રાંચના મોરબી રોડ, રૈયાધાર અને પીપળીયા ગામે દરોડા

રાજકોટ, તા., ૨૮ : રાજકોટમાં સ્‍પાના ઓઠા હેઠળ ધમધમતા કુટણખાના પર પોલીસ કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં એક સ્‍પામાંથી એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટે દરોડો પાડી દેહ વ્‍યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. ત્‍યારે હવે સ્‍પામાંથી જુગારધામ પણ પકડાયું છે. એ ડીવીઝન પોલીસે વિવેકાનંદ રોડ પર બગીચા પાસે ચંદન કોમ્‍પલેક્ષમાં બીજા માળે આવેલા ક્રાઉન સ્‍પામાં દરોડો પાડી મહિલા સહિત ૭ ને જુગાર રમતા દબોચી લીધા હતા.

જાણવા મળ્‍યા મુજબ શહેરના વિવેકાનંદ રોડ પર બગીચા પાસે આવેલા ચંદન કોમ્‍પલેક્ષમાં બીજા માળે સ્‍પા ચલાવતા ચીરાગ રાજેશભાઇ ખુશલાણી (ઉ.વ.ર૯) (રહે. રેફયુજી કોલોની પાસે, પરસાણાનગર શેરી નં. ૧) ના સ્‍પામાં એ ડીવીઝન પોલીસના પીઆઇ જે.વી.વાઢીયાની રાહબરીમાં પીએસઆઇ એસ.આર.ચાવડા અને કોન્‍સ્‍ટેબલ મયુરધ્‍વજસિંહ જાડેજા સહિતના બાતમીના આધારે દરોડો પાડી સ્‍પાના હોલમાં જુગાર રમતા ચીરાગ ઉપરાત રોહીત મનસુખભાઇ ખંધેરા, (ઉ.વ.ર૬) રહે. રાજનગર ચોકી, માનવ સંજયભાઇ ગોંડલીયા (ઉ.વ.ર૩) રહે. પરસાણાનગર શેરી નં. ૩, રેલનગર, પ્રતિક લલીતભાઇ પીઠડીયા (ઉ.વ.ર૬) રહે. બ્‍લોક નં. ર૯, કવાટર નં. ર૩/૭, પાર્થ પ્રવિણભાઇ શુકલા (ઉ.વ.ર૬) રહે. ચામુંડાનગર શેરી નં. ૧, ખીજડાવાળી શેરી, બ્રિજેશ ચંદુભાઇ વિરોજા (ઉ.વ.ર૬) રહે. કુંવરગઢ, તા. બાબરા અને અંજલીબેન હરેશભાઇ અગ્રાવત (ઉ.વ.ર૪) રહે. ભુમેશ્વરી સોસાયટી, કોઠારીયાને રૂા. ૧પ,૩૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

બીજા દરોડામાં જુના મોરબી રોડ પર રામેશ્વર સિલ્‍વર પાર્ક શેરી નં.૧ માં ભાડે રહેતા મહિપત ભોળાભાઇ હદાણી (ઉ.વ.ર૬) ના મકાનમાં એલસીબી ઝોન-૧ ની ટીમે દરોડો પાડી જુગાર રમતા મહિપત ઉપરાંત ગોપાલ છેલાભાઇ બાંભવા (ઉ.વ.૩૭) રહે. શિવનગર સોસાયટી શેરી નં. ર, ગ્રીનલેન્‍ડ ચોકડી, કિશોર દેવશીભાઇ આસોદરીયા (ઉ.વ.૬૦) રહે. જમના પાર્ક શેરી નં.૩, મોરબી રોડ જકાતનાકા પાસે અને બલરામ પ્રહલાદભાઇ કાલાણી (ઉ.વ.૪ર) રહે. ગાયકવાડી શેરી નં. પ/૮ ને રૂા. ૧૭,ર૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા. આ કામગીરી એમ.કે.મોવલીયા, હેડ કોન્‍સ્‍ટેબલ વિરદેવસિંહ જાડેજા સહિતના સ્‍ટાફે કરી હતી.

ત્રીજા દરોડામાં રૈયાધારમાં ઇન્‍દીરાનગરમાં જાહેરમાં જુગાર રમતા સચીન પ્રવિણભાઇ વોરા (ઉ.વ.ર૩) અજય શીવાભાઇ બાબરીયા (ઉ.વ.૩ર), નિલેશભાઇ લક્ષ્મીભાઇ પરમાર (ઉ.વ.૩૩) અને હીતેશ જેન્‍તીભાઇ જાદવ (ઉ.વ.ર૭) રહે. બધા ઇન્‍દીરાનગર મફતીયાપરા, રૈયાધારને યુનિવર્સિટી પોલીસના પીએસઆઇ આઇ.એ.બેલીમ હેડ કોન્‍સ્‍ટેબલ નિલેશભાઇ વાવેચા સહિતના સ્‍ટાફે રૂા.૭૬ લાખ રોકડ સાથે પકડી લીધા હતા.

ચોથા દરોડામાં રૈયાધાર મફતીયાપરામાં ચાર માળીયા કવાર્ટર મફતીયાપરામાં જાહેરમાં જુગાર રમતાં પ્રકાશ સોમાભાઇ સોલંકી (ઉ.વ.ર૧), લાલા બિજલભાઇ સોલંકી (ઉ.વ.૩૦), વિપુલભાઇ મુકેશભાઇ ઉગરેજીયા (ઉ.વ.ર૦) અને મહેશભાઇ હિરાભાઇ પરમાર (ઉ.વ.૩પ) રહે. બધા ચાર માળીયા કવાર્ટર રૈયાધારને યુનિવર્સિટી પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ નિલેશ વાવેચા, કોન્‍સ્‍ટેબલ ઉમંગભાઇ જોષી સહિતના સ્‍ટાફે રૂા. ૧૦,ર૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

પાંચમાં દરોડામાં રાજકોટ નજીક પીપળીયા ગામે જાહેરમાં જુગાર રમતા કિશોર દેવશીભાઇ જંજવાડીયા (ઉ.વ.૩પ), નરેશ ધરમશીભાઇ જંજવાડીયા (ઉ.વ.ર૭), રમેશ મનસુખભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૭) રાજેશ ઉર્ફે રાજુ વાલજીભાઇ જંજવાડીયા (ઉ.વ.૩૮) રહે. બધા શુકલ પીપળીયા શૈલેષ સાગરામભાઇ ખરગીયા (ઉ.વ.૩ર) રહે. પોરવાળા,ભાવેશ રવજીભાઇ ખરગીયા ઉ.વ.૩૮),  જયેશ સગરામભાઇ ખરગીયા (ઉ.વ.૩૧) રહે. બંને પીપળીયા અને વિપુલ ધરમશીભાઇ જંજવાડીયા (ઉ.વ.ર૦) રહે. શુકલ પીપળીયા)ને ક્રાઇમ બ્રા઼ચના હેડ કોનસ્‍ટેબલ અમીતભાઇ ટુંડીયા, સંજયભાઇ અલગોતર સહીતના સ્‍ટાફે રૂા. ર૭,ર૦૦ની રોકડ સાથે પકડી લીધા હતા.

ફોનમાં જુગાર રમતો

યશ ઝડપાયો

રેસકોર્ષ રીગ રોડથી સરકીટ હાઉસ તરફ જતા રોડ ઉપર ગેલેકસી એર્પાર્ટમેન્‍ટ સામેથી પીસીબીના હેડ કોન્‍સ્‍ટેબલ નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી સહીતના સ્‍ટાફે મોબાઇલમાં આઇડી વડે જુગાર રમતા યશ પ્રફુલભાઇ જાદવ (ઉ.વ.ર૪ રહે. આનંદનગર કોલોની કવાર્ટર નં. પ-એચ, કોઠારીયા રોડ)ને પકડી ૧૦ હજારનો ફોન કબ્‍જે કયો હતો.

(2:12 PM IST)