<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

‘ખમ્‍મા મારા વીર' : જેલમાં બંદીવાનોને બહેનોએ અશ્રુભીની આંખે રાખડી બાંધી : જુઓ વિડિયો

રાજકોટઃ રક્ષાબંધન એટલે ભાઇ-બહેનના સ્‍નેહનો દિવસ આજે આ પર્વ પર રાજકોટ મધ્‍યસ્‍થ જેલમાં રહેલા બંદીવાનોને તેની બહેનોએ અશ્રુભીની આંખે રાખડીઓ બાંધી દુખણા લીધા હતા. સવારના ૯ થી બપોરે બે વાગ્‍યા સુધી ચાલેલા આ કાર્યક્રમમાં જેલતંત્ર દ્વારા બંદીવાનો અને બહેનોને તકલીફ ન પડે તે માટેની વ્‍યવસ્‍થા અને બંદોબસ્‍ત ગોઠવાયો હતો. ‘ખમ્‍મા મારા વીર' કરી બંદીવાનભાઇના દુખણા લે છે. અશ્રુભીની આંખે બહેનોએ રાખડી બાંધતા લાગણીસભર દ્રશ્‍યો સર્જાયા હતા. (

(3:28 PM IST)