તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
ખાંડના ભાવો ભડકે બળતા અને ગાંધીનગરથી આદેશો છૂટતા રાજકોટ પૂરવઠાની ૧૫ ટીમો દ્વારા દરોડાનો દોર
અનેક વેપારીઓને ત્યાં ચેકીંગ કરીને માર્કેટયાર્ડ ક્ષેત્રમાં તપાસ લંબાવાઇ

રાજકોટ, તા.૨૮: ખાંડના ભાવો ભડકે બળતા અને ગાંધીનગરગથી સૂચના આવતા પૂરવઠાએ ગઇકાલે ખાંડના અનેક વેપારીઓ સ્ટોકીસ્ટ, ડીલરો ઉપર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી સ્ટોક મેળવ્યો હતો. પરંતુ કશુ વાંધાજનક મળ્યું ન હતું.
રાજ્યમાં ખાંડનો પૂરતો જથ્થો જળવાઈ રહે અને સંગ્રહખોરી પર અંકુશ મેળવી શકાય તે માટે સરકાર દ્વારા ખાંડના વેપારીઓ માટે નિયત સ્ટોક મર્યાદા લાદવામાં આવી છે. આ આદેશના કડક અમલીકરણ અર્થે રાજકોટ જિલ્લા તેમજ શહેરમાં પુરવઠા વિભાગ દ્વારા કુલ ૧૫ ટીમોની રચના કરીને
આ ટીમો દ્વારા વિવિધ વેપારીઓની દુકાનો તેમજ ગોડાઉનો ખાતે આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વેપારીઓ પાસે રહેલા ખાંડના ભૌતિક જથ્થાનું નિયમ મુજબનું સ્ટોક વેરીફીકેશન કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ સ્તરે નિયમભંગ કે કળત્રિમ અછત ઊભી ન થાય. ખાંડની અટકે તે માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ છે.
બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાનો સ્પષ્ટ ઇનકાર કરવામાં આવ્યો છે. ડેમ સાઇટના ઈજનેર એન.બી. સિંધલના જણાવ્યા અનુસાર, નિયમ મુજબ માર્ચ મહિના સુધી પીવાના પાણીની જરૂરિયાત પૂરી થઈ શકે તેટલો જથ્થો ડેમમાં અનામત રાખવો ફરજિયાત છે. આ અનામત જથ્થામાંથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. હાલનો ઉપલબ્ધ જથ્થો માર્ચ સુધી જ ચાલી શકે તેમ હોય, ત્યારબાદ પીવાના પાણીની વ્યવસ્થા માટે પણ સૌની યોજના પર જ સંપૂર્ણ નિર્ભર રહેવું પડશે.
જેથી ખેડૂતો માટે હાલ તો કુદરત વરસાદરૂપી મહેરબાન થાય તો જ પાક બચી શકે તેમ છે. નહીંતર નજરની સામે પાકને પ્રથમ મુરજાતો ત્યારબાદ સુકાતો, બળી જતો જોવો પડશે. જો સૌની યોજનામાં કોઈ વિક્ષેપ થાય તો લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિ સર્જાઈ છે
(11:01 AM IST)










