<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સૂર હમારા પ્‍યાર આપકાઃ સુર મહિમા ગ્રુપ દ્વારા શનિવારે નિઃશુલ્‍ક કરાઓકે મ્‍યુઝીકલ નાઇટ

કુલ ૧૩ ગાયકો ૩ર જેટલા ગીતો રજૂ કરશેઃ સંગીતપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ શહેરના સૈંગીતપ્રેમી જનતા માટે આગામી  તા. ર૯ ના શનિવારે રાત્રીના ૮:૩૦ વાગ્‍યાથી એક શાનદાર મ્‍યુઝીકલ કરાઓકે નાઇટનું આયોજન કરવામાં આવ્‍યું છે. ‘‘સુર મહિમાં ''ગ્રુપ દ્વારા આયોજીત ‘‘સુર હમારા પ્‍યાર આપકા'' કરાઓકે પ્રોગ્રામમાં સુમધુર ગીતોનાસથવારે એક યાદગાર સાંજ માણવા મળશે

આ કાર્યક્રમમાં જુના-નવા હિટ ગીતો ગ્રુપના ઓનર-ફાઉન્‍ડર એવાવિશાલભાઇ સોની તથા સહઆયોજક પ્રકાશભાઇ સોલંકી, હેતલબેન ઠાકર તથા અન્‍ય ગાયકો સંગીતપ્રેમીઓ સમક્ષ પોતાની પ્રતિભા રજુ કરશે. આ કાર્યક્રમમાં તમામ સંગીતપ્રેમી માટે પ્રવેશ નિઃશુલ્‍ક હોય સંગીતપ્રેમીઓને આમંત્રણ અપાયું છે.

કાર્યક્રમઃ શનિવાર તા.ર૯, સ્‍થળઃ હેમુગઢવી મીની હોલ, રાજકોટ, વધુ વિગત :મો. ૯૮૨૪૬ ૯૯૭૩૫/૯૮૯૮૭ ૮૪૬૫૮.

તસ્‍વીરમાં ગાયકો મંદિપ આમરણીયા, મેઘા આમરણીયા, ડિમ્‍પલ સોની વિ. નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:20 PM IST)