તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
સેવા સંગાથ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કર્મચારીઓનું સન્માન
મનપા હરિવંદના કોલેજ તથા શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા, હરિવંદના કોલેજ તથા શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ‘સેવા સંગાથ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, શાસકપક્ષના નેતા ડો. હિરેન ખીમાણીયા, હરિવંદના કોલેજના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટાફ, રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાના બહોળી સંખ્યામાં સફાઈ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘સેવા સંગાથ' કાર્યક્રમ અંતર્ગત હરિવંદના કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી ભાઈ-બહેનના તોહ અને આત્મીયતાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સફાઈ કર્મચારીઓને મીઠાઈના બોક્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. શહેરની સ્વચ્છતા અને સુંદરતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા સફાઈ કર્મચારીઓ પ્રત્યે સન્માન, કળતજ્ઞતા અને લાગણી વ્યક્ત કરવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમથી ‘સેવા, સન્માન અને તોહ'નો સુંદર સંદેશ પ્રસારીત થયો હતો.
(3:19 PM IST)










