<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

સ્‍વાગત સમિતિનો આવિષ્‍કાર, તા.૩૧મીએ ડાયરાનો રણકાર

મોર મુકુટ પિતાંબર સોહે, કાન્‍હા મેરે મન કો મોહે, લટક મટક કે જબ તૂ ડોલે, ધડકન મેરી ધકધક બોલે : જનાર્દનનો જયજયકાર, જન ઉત્‍સાહ ચિકકાર

હરિનું મન હરી લ્‍યે એ ભકિત સાચી, અંતરે એને ભરી લ્‍યો એ ભકિત સાચી,  સ્‍વાર્થ માત્ર ન હોય જેના વર્તનમાં કદી,  યાદ શ્વાસે ધરી લ્‍યે એ ભકિત સાચી

રાજકોટ, તા. ર૭ : વિશ્વ હિન્‍દુ પરિષદ પ્રેરિત જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા  ભવ્‍ય શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી શોભાયાત્રાને લઈને તૈયારીઓને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. શોભાયાત્રામા પધારેલા મહાનુભાવો અને કળષ્‍ણ ઘેલા ભક્‍તોના ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન માટે ની વ્‍યવસ્‍થાને સુચારુ રીતે પાર પાડવા માટે સમીતીના ધર્માધ્‍યક્ષ ભક્‍તિ પ્રકાશદાસજી સ્‍વામીના આશિર્વાદ સાથે માર્ગદર્શક સમીતીના સભ્‍યો ઉપરાંત સમીતીના અધ્‍યક્ષ રાજાભાઇ (વાવડી), ધર્મયાત્રા અધ્‍યક્ષ ધર્મેન્‍દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ તથા સમીતીના ઇનચાર્જ પરેશભાઇ રુપારેલીયા દ્વારા રથયાત્રા સ્‍વાગત સમિતિ ની નિમણૂક કરવામાં આવી છે. ગોપી કિશન સ્‍પર્ધા બાદ તા.૩૧ મીએ સોમવારે રાત્રે ૯ વાગ્‍યે હેમુ ગઢવી હોલમાં લોકડાયરો યોજાશે.

સ્‍વાગત સમિતિની રચના થતાં જ માતળશક્‍તિ અને દુર્ગાવહીની ના બહેનો કાર્યકર્તાઓમાં અનેરો ઉત્‍સાહ  જોવા મળ્‍યો હતી. સ્‍વાગત સમિતિ દ્વારા શહેરમાં બહેનો દ્વારા ચલાવવામાં આવતા મંડળો અને સંસ્‍થાઓ જેમાં ધૂળ મંડળો, સેવા મંડળો, ગરબી મંડળો, શેરી મંડળો ઉપરાંત ધાર્મિક અને સામાજિક મંડળો નો સંપર્ક કરવામાં આવી રહ્યો છે અને શ્રીકળષ્‍ણ જન્‍માષ્ટમી શોભાયાત્રામાં તમામને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે તેમ સ્‍વાગત સમિતિના સંયોજિકા ડો. મનિષાબેન પંડ્‍યા તથા સોનલબેન ચારણીયાએ જણાવ્‍યું હતું. શોભાયાત્રામાં જોડાનારા તમામ ધર્મપ્રેમી અને કળષ્‍ણ ઘેલા ભાઈઓ તથા બહેનોનું ઉષ્‍મા ભર્યું સ્‍વાગત કરવામાં આવશે. તમામને કંકુ ચાંદલા તથા ચોખાથી સ્‍વાગત કરીને તમામ મંડળોના આગેવાનોને ખેસ પહેરાવીને તથા ફુલહારથી તમામનું સ્‍વાગત સન્‍માન કરીને સમરસ અને સંગઠીત હિંદુ સમાજ ના નિર્માણ માટે ભગવાન શ્રી ક્રુષ્‍ણના ચરણોમા પ્રાર્થના કરવામા આવશે તેમ સ્‍વાગત સમિતિના સભ્‍યો ટીનાબેન પંચાસરા, વૈશાલીબેન ડોબરીયા, જ્‍યોતિબેન વ્‍યાસ, શીતલબેન ધામેલીયા, અંજુબેન પટેલ, ધર્મિષ્ઠાબેન સાકરીયા, મનિષાબેન કુંડલીયા એ જણાવ્‍યું હતું.

સ્‍વાગત સમીતીના બહેનો દ્વારા ધર્મસભા સ્‍ટેજ સુશોભન, ફ્‌લોટ સુશોભન, મુખ્‍ય રથ સુશોભન જેવી કામગીરીઓને પણ ઉત્‍સાહ પુર્વક નવિન વિચારો સાથે સમયસર પુર્ણ કરવામા આવશે તેમ દેવાંશીબા વાઢેર, ભુમીબેન મહેતા તથા કવીતાબેન બડગુજરે જણાવ્‍યુ હતુ. આ સાથે રથયાત્રા સ્‍વાગત સમિતિમાં જોડાયેલા અન્‍ય બહેનો પણ ઉત્‍સાહપૂર્વક કાર્યરત છે. જેમાં જ્‍યોતિબેન પંડયા, ભાવનાબેન કલોલા, હંસાબેન સાપરિયા, જયશ્રીબેન વ્‍યાસ, સાક્ષીબેન ધામેલીયા, વંદનાબેન સેજપાલ, સપનાબેન પારવાણી, તેજલબેન ત્રિવેદી, પૂજાબેન દાવડા, ભાવનાબેન લીડીયા, ચાર્મીબા પરમાર, પૂજાબેન રાવલ, રાણીબેન ચૌહાણ, હંસાબેન ગોંડલીયા, તળપ્તિબેન શુક્‍લા, શોભાબેન આશરા, ખુશાલીબેન કુબાવત, મિસ્‍ટી બેન સામાણી, પલવીબેન, વિશ્વાબેન પાબારી, નીતાબા ઝાલા, નયનાબેન રાવલ વગેરે બહેનો દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સંપર્કો કરવામાં આવી રહ્યા છે તેમજ શોભાયાત્રાના સ્‍વાગતને વધુ આકર્ષક, ભવ્‍ય અને યાદગાર બનાવવા માટે અનેક નવતર અને સર્જનાત્‍મક વિચારો સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના અધ્‍યક્ષ રાજાભાઈ એ જણાવ્‍યું હતું કે, આ શોભાયાત્રા માત્ર એક ધાર્મિક આયોજન નહીં પરંતુ સમગ્ર રાજકોટની ધર્મપ્રેમી જનતાના ઉત્‍સાહ અને આસ્‍થાનું ભવ્‍ય પ્રતીક બનશે. દરેક સમાજ, સંસ્‍થા, મંડળ અને પરિવારને જોડીને શોભાયાત્રાને ઐતિહાસિક બનાવવાનો સંકલ્‍પ છે.

જન્‍માષ્ટમી મહોત્‍સવ સમિતિના કાર્યાલય ખાતે સેવાભાવી કાર્યકર્તાઓનો સતત ઘસારો જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તાઓ વિવિધ જવાબદારીઓ સ્‍વીકારીને શોભાયાત્રાને ભવ્‍ય અને ઐતિહાસિક બનાવવાની તૈયારીઓમાં લાગી ગયા છે. શોભાયાત્રાની સફળતા માટે સમિતિના કાર્યકર્તાઓ, બહેનો, વિવિધ મંડળો અને સેવાભાવી લોકો દ્વારા થઈ રહેલી તૈયારીઓથી સમગ્ર વાતાવરણમાં ઉત્‍સાહ અને ભક્‍તિનો માહોલ સર્જાયો છે. આગામી દિવસોમાં શોભાયાત્રાને લઈને વધુ વિવિધ કાર્યક્રમો અને સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવશે. ઉપરાંત તારીખ ૩૧ ઓગસ્‍ટ સોમવારના રોજ રાત્રે ૯.૦૦ કલાકે યોજાનાર ભવ્‍ય લોક ડાયરો કાઠીયાવાડી રંગતમાં પધારવા અને આનંદ માણવા માર્ગદર્શક સમીતીના સભ્‍ય તથા સમિતિના ઇન્‍ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાએ જન્‍માષ્ટમી મહોત્‍સવ સમીતી વતી રાજકોટ શહેરની જાહેર જનતાને આમંત્રણ પાઠવ્‍યુ છે.

(3:39 PM IST)