<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

ખાદ્યતેલોમાં વધુ ૧૫ રૂા. તૂટયા

સીંગતેલમાં બે દિ'માં ૩૫ અને કપાસીયા તેલમાં ૪૫ રૂા.નો ઘટાડો

રાજકોટ તા.૨૭: ખાદ્યતેલોમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્‍યો હતો. સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૫ રૂા. તુટયા હતા.સ્‍થાનીક બજારમાં તહેવારોની ઘરાકી પૂર્ણ થતા લેવાલીના અભાવે ખાદ્યતેલોનો ભાવ તૂટી રહયા છે. સીંગતેલમાં વધુ ૧૫ રૂા.નો ઘટાડો થતા સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા) ૧૭૦૫ રૂા. હતા તે ઘટીને ૧૬૯૦ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૯૧૫ થી ૨૯૬૫ રૂા. હતા તે ઘટીને ૨૯૦૦ થી ૨૯૫૦ રૂા. થયા છે. કપાસીયા તેલમાં ૧૫ રૂા. ઘટતા કપાસીયા તેલ લુઝ ૧૬૧૦ રૂા. હતા તે ઘટીને ૧૫૯૫ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ૨૮૦૦ થી ૨૮૫૦ રૂા. હતા તે ઘટીને ૨૭૮૫ થી ૨૮૩૫ રૂા. થયા. છેલ્લા બે દિવસમાં સીંગતેલમાં ૩૫ અને કપાસીયા તેલમાં ૪૫ રૂા.નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

(2:46 PM IST)