<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

મગજ ભમતો હોવાનું રટણ કરતાં ઋત્‍વીકે ઝેરી બિસ્‍કીટ ખાઇ લીધું

શાપરનો ૨૩ વર્ષનો યુવાન રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૭: શાપર વેરાવળમાં શાંતિધામમાં રહેતાં ઋત્‍વીક પ્રકાશભાઇ વાળા (ઉ.વ.૨૩) નામના યુવાને સાંજે સાતેક વાગ્‍યે ઘરે ઉંદર મારવાનું ઝેરી બીસ્‍કીટ ખાઇ લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે.

ઋત્‍વીક બે ભાઇમાં મોટો અને કુંવારો છે. તે કારખાનામાં છુટક કામ કરે છે. તેના સગાએ કહ્યું હતું કે બે ત્રણ દિવસથી તે મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો. ગત સાંજે ઘરમાં આવ્‍યો ત્‍યારે ઉબકા જેવું થતાં પૃછા કરતાં પોતે ઝેરી બીસ્‍કીટ ખાઇ ગયાનું કહેતાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

(11:21 AM IST)