<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સ્‍નેહના તાંતણે રક્ષાનું બંધન : અવનવી રાખડીઓના આગમનથી બજારોમાં ઝગમગાટ

રાજકોટ : આગામી તા.૨૮ના શુક્રવારે રક્ષાબંધનનું પર્વ છે. સ્‍નેહના તાંતણે રક્ષાના મળતા કવચને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે.  બહેન ભાઇના કાંડે રાખડી બાંધી આશીર્વાદ આપે છે .એજ રીતે બ્રાહ્મણો પણ તેમના યજમાનોના કાંડે રાખડી બાંધી સુરક્ષા કવચ પ્રદાન કરે છે.  ભાઇ બહેનના આ તહેવારને લઇને બજારમાં અવનવી રાખડીઓનું આગમન થયુ છે. વાદળીવાળી ઝગારા મારતા અબરખવાળી રાખડીઓના સ્‍થાને હવે રૂદ્રાક્ષ, પારા, મોતીથી મઢેલી  નાની રાખડીઓએ સ્‍થાન લઇ લીધુ છે.  સોના ચાંદી મઢેલી રાખડી પણ બજારમાં ઉપલબ્‍ધ  હોય છે. જેની જેવી શક્‍તિ એવી ભક્‍તિ. ભાઇના કાંડે રાખડી બાંધી રક્ષાના આશીર્વાદ વર્ષાવવા આતુર બહેનડીઓએ હોશે હોશે રાખડીની ખરીદી કરવા બજારોમાં ગીરદી જમાવી છે. જે તસ્‍વીરમાં નિહાળી શકાય છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:54 PM IST)