તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
પુજીત વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટ દ્વારા ડાયાબિટીસ તથા આંખના રોગોના નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

રાજકોટ : શ્રી પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ મીડટાઉનના સંયુક્ત ઉપક્રમે ટ્રસ્ટના ભવન ‘‘કિલ્લોલ'', ૧, મયુરનગર, ભાવનગર રોડ, રાજકોટ ખાતે ડાયાબિટીસ તથા આંખના દર્દો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા જરૂરિયાતમંદ દર્દીઓને વાંચવાના (બેતાલા) ચશ્માનું નિઃશુલ્ક વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
કેમ્પમાં ઉદઘાટક તરીકે આર.કે.જૈન ફાઉન્ડેશન તથા એ.વી.આર. વિક્રમ વાલ્વઝ પ્રા. લી.ના શ્રી વિક્રમભાઈ જૈન ઉપરાંત ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી અંજલીબેન રૂપાણી, પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલ, આંખના રોગોનાં નિષ્ણાંત ડો. અનિમેષ ધ્રુવ, ડો. મનોજ ભટ્ટ, ડો. દર્શન ભટ્ટ, ડો. અનુપ્રિયા કોહલિ ભટ્ટ, ડાયાબિટીસ રોગોનાં નિષ્ણાંત ડો. બીરજુ મોરી તથા ડો. વિષ્ણુ વન્દુર ઉપરાંત ડો. ગૌરવીબેન ધ્રુવ, રોટરી ક્લબનાં પ્રમુખ શ્રી ટ્વિન્કલ મહેતા, રાજકીય આગેવાન વલ્લભભાઈ દુધાત્રા, યોગરાજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઠાકુર, રમેશભાઈ ઉંધાડ, રાજુભાઈ લીલા, હરિભાઈ રાતડીયા, રસીલાબેન સાકરિયા, ધર્મિષ્ઠાબેન પરમાર, માધવીબેન બદ્રખીયા, સોનલબેન સેલારા, ધારાબેન વૈષ્ણવ, કિન્નરીબેન ચૌહાણ, જોશનાબેન ટીલાળા, કિરણબેન હરસોડા, કંચનબેન સિદ્ધપુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી વિક્રમભાઈ જૈને જણાવ્યું હતું કે, આ ટ્રસ્ટ ઘણા વર્ષોથી માનવતાલક્ષી સેવાઓ કરે છે તેનો હું સાક્ષી રહ્યો છું. આજે આ દર્દી દરિદ્રનારાયણની સેવાના યજ્ઞમાં મને પણ આહુતિ આપવાની તક ટ્રસ્ટે આપેલ છે તે બદલ ટ્રસ્ટના સંચાલક શ્રીમતી અંજલીબેન અને ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
પૂર્વ મંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, વેદનામાંથી સંવેદના ઉદભવે છે સ્વ. શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પુત્ર પૂજિતના અવસાન બાદ વિયોગને સંયોગ બનાવી અનેકવિધ પ્રવળત્તિઓથી શરૂઆત કરી આજે એક મોટું વટવળક્ષ બનાવેલ છે. ટ્રસ્ટે તબીબી સેવા ઉપરાંત શૈક્ષણિક પ્રવળત્તિઓનો વ્યાપ વધારે છે અને કેટલા વિદ્યાર્થીઓને ડોક્ટર એન્જિનિયર બનાવી તેમના ઉદ્ધાર કરેલ છે. આ ઉપરાંત મહિલાઓના ઉત્કર્ષ માટે પણ અનેકવિધ પ્રવળત્તિઓ કરવામાં આવે છે જે ખરેખર અભિનંદનીય છે, તેમ કહી આજના કેમ્પને શુભેચ્છા પાઠવી હતી.
ડો. જૈમનભાઈ ઉપાધ્યાય એ જણાવ્યું હતું કે ટ્રસ્ટના આંગણે કાયમી ધોરણે રૂા.૧૦ ના ટોકનદરે દવા આપવામાં આવે છે અને નામાંકિત ડોક્ટરો સેવા આપે છે.
ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી અંજલીબેન રૂપાણી તથા કાર્યકરો સર્વશ્રી દિવ્યેશભાઈ અઘેરા, કેતનભાઇ મેસવાણી, હરીશભાઈ શાહ, ગીતાબેન વસા, ભાવિનભાઈ ભટ્ટ, સાગરભાઇ પાટીલ, એન.જી. પરમાર, રવજીભાઈ દવેરા, મહેશભાઈ પરમાર, મુકેશભાઈ મહેતાએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરેલ હતું.
કાર્યક્રમનું સંચાલન કાર્યકર્તા શ્રી હસુભાઈ ગણાત્રાએ જ્યારે આભારવિધિ ડો. નયન શાહે કરી હતી.
કેમ્પમાં ડાયાબિટીસના ૮૨ દર્દીઓ તથા આંખના રોગોના ૨૮૪ દર્દીઓ તથા વિનામૂલ્યે વાંચવાના (બેતાલા) ચશ્માનું વિતરણનું ૨૫૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.
કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેન શ્રીમતી અંજલીબેન રૂપાણી, ટ્રસ્ટી શ્રી મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કાર્યકર્તાઓ ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. નયન શાહ, દિવ્યેશભાઈ અઘેરા, કેતનભાઈ મેસ્વાણી, ગીતાબેન વસા, મુકેશભાઈ મેહતા, હરીશભાઈ શાહ, એન.જી.પરમાર, રાજુભાઈ શેઠ, ઉમેશભાઈ કુંડલીયા, કિશોરભાઈ ગમારા, હરેશભાઈ ચાંચીયા, દિલીપભાઈ મીરાણી, કિશોરભાઈ ગાંગાણી, જીજ્ઞેશભાઈ રત્નોતર, કિરીટભાઈ પરમાર, રવજીભાઈ દવેરા, રાજુભાઈ ભટ્ટ, જયદીપભાઈ ગોહેલ, નિધીબેન કાપડિયા, ભરતભાઈ કાપડિયા, અશીષભાઈ દાવડા ઉપરાંત ટ્રસ્ટના વહીવટી અધિકારી શ્રી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર શ્રી સાગરભાઈ પાટીલ કર્મચારીઓ શ્રી ડો. ગ્રીષ્મા માલવિયા, ડો. સલોની ડોડીયા, ડો. જસ્મિતાબેન ચાવડા, શિતલબા ઝાલા, પ્રીતીબેન મેહતા, ધાનીબેન મકવાણા, વર્ષાબેન મકવાણા, પદ્માબેન ચુડાસમા, આરતીબેન લાલકીયા, રીનારાની શીંગ, હાજરાબેન બુમ્ભાણીઠેબા, હેતલબેન પરમાર, કાન્તીભાઈ નિરંજની, અનિલભાઈ ચાવડા, પ્રવીણભાઈ વેકરીયા, નયનાબેન ડાભી, રીમાબેન વગેરેએ જહેમત ઉઠાવેલ હતી
(2:40 PM IST)










