તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા શનિવારે ગૌશાળા અને ઝુપડપટ્ટીના લોકોના લાભાર્થે મ્યુઝિકલ નાઇટનું આયોજન

રાજકોટ તા. ૨૬ : આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા ગૌશાળા અને ઝુપડપટીના લોકોના લાભાર્થે આગામી તા. ૨૯ ના મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયુ છે.
આત્મનિર્ભર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થકી સમાજસેવામાં યોગદાન આપવામાં આવી રહ્યુ છે. આ સેવાભાવે જ તા. ૨૯ના શનિવારે રાત્રે ૯ વાગ્યે હોટલ કલાસિક, લીમડા ચોક ખાતે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરાયુ છે. કરાઓકેના સથવારે ગઝલ, કવ્વાલી અને જુના કર્ણપ્રિય ગીતોની પ્રસ્તુતી થશે. ધ રાજકોટ ટાઇમ્સના સહયોગથી આયોજીત આ મ્યુઝિકલ નાઇટમાં કોઇપણ સંગીત પ્રેમીઓએ નિઃશુલ્ક પ્રવેશ મળશે. સેવાકાર્યના લાભાર્થે યોજાયેલ આ કાર્યક્રમનો વધુને વધુ લોકોએ લાભ લેવા તન્વીબેન લહેરૂ (મો.૮૮૪૯૮ ૦૨૬૫૬) દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આત્મનિર્ભર ફાઉન્ડેશનના તન્વીબેન લહેરૂ અને જયશ્રીબેન ગોહેલ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:14 PM IST)










