તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th August 2026
સુરેન્દ્રનગર- રાજકોટની હદમાં પણ વર્ષોથી બનાવટી ઇંગ્લીશ દારૂ બને છે!
રાજસ્થાન- મધ્યપ્રદેશ અને દિવ-દમણથી ઠલવાતા ‘ઠેકા'ના દારૂમાં લોકલ બુટલેગરને મળતો ડબલ નફોઃ સોૈરાષ્ટ્રમાં બનતા ડુપ્લીકેટ દારૂમાં ઉત્પાદકને ૧૩ ગણો નફો! : રાજકોટના ભંગારના ડેલામાંથી રોયલ સ્ટેગ, બ્લેન્ડર, એન્ટીકવીટી, રોયલ ચેલેન્જ, ડાયરેકટર સ્પેશ્યિલની ખાલી બોટલો રૂા.૧૫ થી ૨૦માં અને ગ્લેનફીડીક, સીવાસરીગલ જેવી સ્કોચ અને સીંગલમોલ્ટ વ્હીસ્કીની ખાલી બોટલો સાફસફાઇ બાદ રૂા.૫૦-૫૫થી ૧૫૦ સુધીમાં ભંગારમાંથી ખરીદાય છે તે જ સૂચવે છે કે રાજકોટ અને આસપાસ પણ ડુપ્લીકેટ દારૂનું રીફલીંગ થાય છેઃતાજેતરમાં કુવાડવા રોડ પરથી ઝડપાયેલી દારૂની પેટીઓ સાથે ૨૦૦ પેટી જેટલો દારૂ તૈયાર થઇ શકે તેટલુ ૮ કેરબા સ્પીરીટ કહો કે આલ્કોહોલ મળી આવ્યુ હતુ!

રાજકોટ તા.૨૫: ભાવનગરના વરતેજમાં હલ્કી ગુણવતાનો ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ (રોયલ સ્ટેગ) ખુલ્લા બજારમાં ડીસ્ટ્રીબ્યુટ થયા બાદ ગણતરીના દિવસોમાં ધડાધડ આ દારૂનું સેવન કરનાર ૧૩ જેટલા પ્યાસીઓના મૃત્યુ થયા છે અને હજુ ૨ ડઝન જેટલા અસરગ્રસ્તો સારવાર હેઠળ છે. લઠ્ઠાકાંડ બાદ સફાળી જાગેલી સરકારે રાજયની કાબેલ અને મોટાભાગે ર્નિવિવાદી ગણાતી સ્પેશ્યલ મોનીટરીંગ સેલને ગંભીર ઘટનાની તપાસમાં ઉતારી છે. એસએમસી દ્વારા મુખ્ય બુટલેગર, સહાયક અને સપ્લાયર સીન્ડીકેટના ૧૪ શખ્સોની અગાઉ ધરપકડ કરી તા.૩૧મી સુધી રીમાન્ડ મેળવાયા છે. દરમિયાન આજે જાનલેવા દારૂ બનાવવામાં વપરાયેલુ કેમિકલ સપ્લાય કરનાર રાજગઢ (એમ.પી)ના આનંદ છાડા સહિત વધુ ૧૩ની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હલ્કી કક્ષાનો ડુપ્લીકેટ દારૂ બનાવી જાણીતી બ્રાન્ડની બોટલોમાં રીફીલ કરી બજારમાં વેંચવાનો આ અનેકગણો નફો આપતો ધીકતો ધંધો ભાવનગર જ નહી વર્ષોથી રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જીલ્લાઓની હદમાં ધમધમતો હોવાનું સોૈ જાણકારો જાણે છે.
ઇથાઇલથી બનતા દારૂમાં મીથાઇલનું પ્રમાણ મિશ્રીત કરી વધુ સ્ટ્રોંગ બનાવાની લોકલ બુટલગરની ઘેલછામાં પરપ્રાંતીય શખ્સે ભૂલ કરતા લઠ્ઠાકાંડ સર્જાયો છે. સદનસીબે આવી ભૂલ અગાઉ થઇ ન હોવાથી વર્ષોથી હલ્કી ગુણવતાનો ડુપ્લીકેટ પરંતુ કહેવાતો બ્રાન્ડેડ દારૂ પીનારા સેંકડો લોકો બચી ગયા છે.
હાલ તુર્ત ઉચ્ચ લેવલેથી આદેશો છુટતા આ નેટવર્કને બ્રેક મારી દેવામાં આવી છે. ત્યારે અવૈદ્ય દારૂના ઉત્પાદન અને સરહદ પારના રાજયોમાંથી આવતા ‘ઠેકા'ના ગેરકાયદે નેટવર્કની માહિતી વાંચકોને ચોંકાવી દેશે.
મળતી માહિતી મુજબ હરીયાણા-પંજાબની ફેકટરીઓમાંથી સતાવાર ઉત્પાદન સિવાયનો હલ્કી ગુણવતાનો દારૂ વાયા રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં દાયકાઓથી આવે છે. આવી જ રીતે દીવ-દમણની ડીસ્ટલરીમાંથી પણ દારૂ ગુજરાતમાં ઠલવાય છે. આ દારૂ તબક્કાવાર હપ્તાઓને બાદ કરતા પણ લોકલ બુટલેગરોને ડબલથી વધુ નફો આપી જાય છે. રોયલ સ્ટેગ એક પેટી (૧ર બોટલ) ૮૦૦૦ રૂપીયા આસપાસ બુટલેગરો પાસે પહોંચે છે. એટલે કે રૂપીયા ૭૦૦ માં સ્થાનીક બુટલેગરોને મળે છે. જે પ્યાસીઓને ડબલ ભાવમાં એટલે કે ૧૩૦૦ થી ૧૪૦૦ રૂપીયામાં વેચવામાં આવે છે. આવી જ રીતે બ્લેન્ડરસ્પ્રાઇડ વ્હીસ્કીની પેટી બુટલેગરોને ૧ર,૦૦૦ રૂપીયામાં મળે છે જે દારૂ પીનારાઓને બોટલ એકના ર,૦૦૦ ના ભાવે વેચવામાં આવે છે. રોયલ ચેલેન્જ વ્હીસ્કીની બોટલના ૮૦૦ ની પડતરના દારૂના ૧ર૦૦, ૧પ૦૦, ૧૭૦૦ જેવા દામે બોટલ લેખે વેચવામાં આવે છે. એન્ટીકવીટી બ્લુની પેટી બુટલેગરોને ૮૦૦૦ થી ૮૧૦૦ના ભાવે પડે છે. જે ડબલ ભાવે એટલે કે બોટલ દીઠ ૧૩૦૦-૧૪૦૦-૧પ૦૦ રૂપીયામાં વેચવામાં આવે છે. રેડ લેબલ, બ્લેક એન્ડ વ્હાઇટ, ડેવર્સ, ટીચર્સ જેવી સ્કોચની પેટી નંગ દીઠ ૧ર૦૦-૧૩૦૦ માં બુટલેગરોને મળે છે જે ૩ર૦૦ થી ૩પ૦૦ ના ભાવે વેચવામાં આવે છે. તાજેતરમાં જેનુ ડુપ્લીકેશન કચ્છમાંથી ઝડપાયું તે જાંબુ ફલેવર વોડકાની એક બોટલ (૭પ૦ એમએલ) ૮૦૦-૯૦૦ ની જગ્યાએ પ્યાસીઓને ૧૮૦૦ થી ર૦૦૦ રૂપીયામાં વેચવામાં આવે છે. આ સપ્લાય નેટવર્કમાં ર૦૦ રૂપીયા જેવો ટ્રાન્સર્પોટેશન ખર્ચ ગણવામાં આવે છે. જયારે હપ્તા ચુકવવા છતાં કયારેક-કયારેક દારૂ ઝડપાવાનું ટેન્શન લાંબી લીડ (રાજસ્થાન-મધ્યપ્રદેશ) ને કારણે એટલે કે ૩૦૦-૪૦૦ કિલોમીટરથી બાય રોડ આવતો હોવાથી રહે છે.
હવે આનો તોડ શોધી કાઢી વધુ એક સપ્લાય નેટવર્ક ચાલે છે. જેમાં દારૂ બનાવવામાં ઉપયોગી કેમીકલ કે આલ્કોહોલનું રો-મટીરીયલ, લેબલ, ઢાંકણા સહિત જુદી-જુદી કોસ્મેટીક કે અન્ય પ્રોડકટની બોગસ બિલ્ટીના આધારે સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છના બુટલેગરોએ નક્કી કરેલી વાડીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરીયાના શેડ કે ગોદામોમાં પહોંચતા કરવામાં આવે છે જયાં ભંગારમાંથી એકઠી થયેલી બોટલોમાં હલ્કી કક્ષાના દારૂમાં એસન્સ, પાણી મિકસ કરી ગ્રાહકોને ધાબડવામાં આવે છે. તાજેતરમાં આ નેટવર્કની ચાડી ખાતી હકિકતો રાજકોટની એક મહત્વની બ્રાન્ચે કુવાડવા રોડ પરથી ઝડપી લીધેલા સેંકડો પેટી દારૂ લદાયેલા ટ્રકમાંથી સપાટી પર આવી હતી. ઠેકાના આ દારૂ સાથે ૮ જેટલા સ્પીરીટ કે આલ્કોહોલના કેરબા મળી આવ્યા હતા. જેમાંથી લગભગ ર૦૦ પેટી દારૂ તૈયાર થઇ શકે છે. બોટલોમાં 8 પીએમ-આરસી-મેકડોવેલ જેવી બ્રાન્ડનો દારૂ ભરી સ્કોચ ફલેવરનો દારૂ બનાવવામાં આવે છે. જે સ્થાનીક બુટલેગરોને માત્ર ૪૦૦ થી પ૦૦ રૂપીયામાં પડે છે. જે બોટલ દીઠ ૩૦૦૦ થી ૩પ૦૦ માં વેચવામાં આવે છે. આ માટેની ખાલી બોટલો ભંગારના ધંધાર્થીઓ પાસેથી એકત્ર કરી સાફસુફ કરી ફરી રીફીલ કરવામાં આવે છે. મળતી માહીતી મુજબ રાજકોટના કેટલાક ભંગારના ધંધાર્થીઓ બ્લેન્ડર, આરસી, મેકડોવેલ, એન્ટીકવીટી જેવી બોટલો ૧પ થી ર૦ રૂપીયામાં એકત્ર કરે છે. જયારે ગ્લેનફીડીક, સિવાસરીગલ, બ્લેક લેબલ, ડબલ બ્લેક જેવી મોંઘા ભાવની સ્કોચ વ્હીસ્કી અને સીંગલ મોલ્ટ વ્હીસ્કીની ખાલી બોટલો ભંગારમાંથી પ૦-પપ થી ૧પ૦ રૂપીયા સુધીમાં ખરીદી હલ્કી ગુણવતાનો દારૂ એસન્સ સાથે મિકસ કરી બજારમાં મુકવામાં આવે છે. આ બોટલ પણ રીફીલરોને માત્ર પ૦૦ આસપાસ પડે છે. જે બજારમાં એક બોટલના ૬પ૦૦ થી ૭૦૦૦ રૂપીયાના ભાવે એટલે કે લગભગ ૧૩ ગણા નફા સાથે વેચવામાં આવે છે. આમ ઠેકાનો દારૂ, સ્થાનીક કક્ષાએ દારૂ બનાવવા માટે ઉપયોગી કેમીકલ-આલ્કોહોલ-એસન્સ ચોક્કસ જગ્યાએ મિકસ કરી સપ્લાય કરવામાં આવે છે. જેમાં બુટલેગરોને તોતીંગ નફા ઉપરાંત ગામડા ગામના રસ્તાઓ પરથી સબ ડીલરોને પહોંચાડવામાં ભારે સરળતા રહે છે. નવા ટ્રેન્ડ મુજબ સામાન્ય વ્હીસ્કી અને સ્કોચ વ્હીસ્કી હવે ૧૮૦ એલએલના પ્લાસ્ટીક પેક (ચપલા) માં વેચવામાં આવે છે. જેનું ટ્રાન્સપોર્ટેશન અને સપ્લાયથી રીસીવર સુધીનું નેટવર્ક અત્યંત સરળતાથી ચલાવાય છે. આવો દારૂ દિવ-દમણ ઉપરાંત મહારાષ્ટ્ર, એમપી, રાજસ્થાનમાંથી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સ બસોમાં પણ કોસ્મેટીક અને જુદી જુદી અન્ય પ્રોડકટના પાર્સલોના નામે ઘુસાડવામાં આવે છે. આ તમામ પ્રચલીત નેટવર્કથી બુટલેગરો તો વાકેફ હોય જ પરંતુ પોલીસ પણ વાકેફ છે. દારૂનુ સેવન કરનારા મોટાભાગના લોકોને ઓરીજનલ અને ડુપ્લીકેટ દારૂ અને તેના સ્વાદ વચ્ચેનો ભેદ ખબર પડતી નથી જેનો લાભ બુટલેગરો ઉઠાવી તોતીંગ નફો રળે છે. આટલે સુધી તો ‘હોતા હૈ ચલતા હૈ'.... મુજબ ચાલતુ રહે છે. પરંતુ જયારે ભાવનગરની માફક રીફીલીંગમાં રાસાયણીક પ્રક્રિયા જાણતા દારૂના ડીગ્રી વગરના લેબ ટેકનીશ્યનોની નાની એવી ભુલ જયારે લઠ્ઠાકાંડ સર્જી જાય ત્યારે હડકંપ મચી જાય છે. થોડા દિવસોની છાનબીન, ધરપકડો અને દરોડાના દૌર બાદ ફરીથી સ્થિતિ સામાન્ય થયે સમગ્ર નેટવર્ક ફરીથી ધમધમતુ થઇ જાય છે. પ્યાસીઓ પણ સ્મશાન વૈરાગમાંથી બહાર આવી ફરી ગેરકાયદે દારૂ ખરીદી સ્વર્ગની સીડી ચઢતા હોય તેવો આનંદ અનુભવતા થઇ જાય છે.
૧૮૦ એમ.એલના પ્રચલીત પ્લાસ્ટીક પેક (ચપલા)નો બુટલેગર માર્કેટનો ભાવ
- ગ્રીનલેબલ રૂા.૩૫૦ થી ૪૦૦
- 8pm ભાવ ઉપર મુજબ
- ઓલ સીઝન ભાવ ઉપર મુજબ
- સીગ્નેચર રૂા.૬૦૦ થી ૭૦૦
- બ્લેન્ડર રૂા.૫૫૦ થી ૬૫૦
હરીયાણા-પંજાબના ઠેકામાંથી આવતો દારૂ સૌરાષ્ટ્રના બુટલેગરોને કેટલામાં પડે છે? કેટલામાં વેચાય છે?
સામાન્ય વ્હીસ્કી
* રોયલ સ્ટેગ પડતર કિંમત રૂા.૭૦૦ , વેચાણ કિંમત રૂા. ૧પ૦૦ થી વધુ
* રોયલ ચેલેન્જ પડતર કિંમત રૂા. ૭૦૦, વેચાણ કિંમત રૂા. ૧ર૦૦ થી ૧૪૦૦.
* એન્ટીકવીટી પડતર કિંમત રૂા. ૯૦૦, વેચાણ કિંમત ૧પ૦૦ થી ૧૮૦૦
* બ્લેન્ડરસ્પ્રાઇડ પડતર કિંમત ૧૦૦૦ રૂા., વેચાણ કિંમત ર૦૦૦
સ્કોચ વ્હીસ્કી
* રેડ લેબલ પડતર કિંમત રૂા. ૧ર૦૦, વેચાણ કિંમત રૂા .૩પ૦૦
* બ્લેક એન્ડ વ્હાઇટના ભાવો પણ ઉપર મુજબ
* ડેવર્સના ભાવો પણ લગભગ સરખા
* બ્લેક લેબલ પડતર કિંમત ૧ર૦૦ વેચાણ કિંમત ૬પ૦૦
* ટીસર્ચ પડતર કિંમત રૂા.૧ર૦૦ વેચાણ કિંમત રૂા. ૩૦૦૦ થી ૩પ૦૦
રાજકોટ-સુરેન્દ્રનગર-કચ્છમાં બનતો ડુપ્લીકેટ દારૂ : પડતર કિંમત અને વેચાણ કિંમત
સૌરાષ્ટ્ર-કચ્છમાં ડુપ્લીકેટ દારૂ જે સ્પીરીટ, એસન્સ મિકસ કરી બનાવવામાં આવે છે તે સામાન્ય વ્હીસ્કી અને સ્કોચ વ્હીસ્કીની પડતર કિંમત અને વેચાણ કિંમતના આ નેટવર્કને નજીકથી જાણતા લોકોના મતે નીચે મુજબ છે. (બોટલ દીઠ)
* રોયલ સ્ટેગ પડતર કિંમત ૧પ૦ થી ર૦૦ રૂા. વેચાણ કિંમત ૧પ૦૦ થી વધુ
* રોયલ ચેલેન્જ પડતર કિંમત ઉપર મુજબ વેચાણ કિંમત ૧૨૦૦-૧૪૦૦
* બ્લેન્ડર્સપ્રાઇડ પડતર કિંમત રૂા. રપ૦ વેચાણ કિંમત ર૦૦૦
* એન્ટીકવીટી પડતર કિંમત રૂા. ૧પ૦-ર૦૦ વેચાણ કિંમત ૧પ૦૦ થી ૧૮૦૦
સ્કોચ વ્હીસ્કી
આવી જ રીતે ડુપ્લીકેટ સ્કોચ વ્હીસ્કી જેમાં સસ્તી બ્રાન્ડની ૮ પીએમ, આરસી અને મેકડોવેલ જેવી વ્હીસ્કી સાથે પાણી મિશ્રીત કરી સ્કોચ ફલેવર મેળવવામાં આવે છે. તેની પડતર અને બજાર કિંમત
* રેડ લેબલ પડતર કિંમત રપ૦ થી ૩૦૦ વેચાણ કિંમત ૩૦૦૦થી ૩પ૦૦
* બ્લેક એન્ડ વ્હાઇટ ઉપર મુજબ
* ડેવર્સ, બ્લેક લેબલ, ટીચર્સ, બ્લેક ડોગ સહિતની સ્કોચ પણ ઉપરના ભાવે પડતર અને વેચાણ કિંમતે
મેથનોલ કેમ જીવલેણ બને છે?
મેથનોલ ઝેરને માત્ર ‘ઝેરી દારૂ' કહીને સમજાવવું પૂરતું નથી. તેની પાછળનું વિજ્ઞાન વધુ રસપ્રદ અને ગંભીર છે.
મેથનોલનો ગુણધર્મ એટલો ઝેરી નથી પણ જયારે દારૂમાં ભળી પીવાય છે ત્યારે માનવશરીર તેને તોડે છે પરિણામે ઉદભવતી રાસાયણીક ફોર્મેશન (રચના) જીવલેણ બને છે.
Methanol ’Formaldehyde ’Formic Acid
આ પ્રક્રિયામાં: Formaldehyde (જેનો ઉપયોગ મળતદેહ સાચવવા માટે થાય છે) બને છે. ત્યારબાદ Formic Acid બને છે, જે શરીરમાં એસિડનું પ્રમાણ ખૂબ વધારી દે છે.
આ કારણે મગજને ઓક્સિજન મળવામાં મુશ્કેલી પડે, આંખની ઓપ્ટિક નર્વને કાયમી નુકસાન થાય, કિડની અને અન્ય અંગો નિષ્ફળ થઈ શકે, દર્દી કોમામાં જઈ શકે.
દ્રષ્ટિ કેમ જાય છે?
મેથનોલ ઝેરનું સૌથી વિશિષ્ટ લક્ષણ છે અંધાપો.
કારણ કે Formic Acid સીધું જ આંખની Optic Nerve પર હુમલો કરે છે. દર્દીને શરૂઆતમાં ધૂંધળું દેખાય છે., પછી ‘બરફ પડ્યો હોય' કે ‘ધુમ્મસ' જેવું દેખાય., સારવાર મોડે મળે તો દ્રષ્ટિ કાયમ માટે જતી રહે. કેટલાક લોકો બચી જાય અને કેટલાક કેમ મરી જાય?
આ ચાર બાબતો પર જીવન-મૃત્યુનો આધાર છે
* મેથનોલની માત્રા જેટલી વધુ- તેટલો વધુ ખતરો
* ખાલી પેટ કે ભરેલા પેટ?- ખાલી પેટમાં અસર ઝડપથી થાય
* સારવાર મળવાનો સમય- વહેલી સારવારથી જીવ બચી શકે
* વ્યક્તિનું વજન અને આરોગ્ય- અસરની ગંભીરતા બદલાય
એક રસપ્રદ તથ્ય
મેથનોલ ઝેરનો એક વૈજ્ઞાનિક ઉપચાર ઇથેનોલ (સામાન્ય દારૂમાં રહેલો આલ્કોહોલ) પણ છે. કારણ શરીરનો એન્ઝાઇમ ઇથેનોલને પહેલા તોડવાનું પસંદ કરે છે. તેથી મેથનોલ ઝેરી એસિડમાં પરિવર્તિત થવાની પ્રક્રિયા ધીમી પડે છે. હોસ્પિટલોમાં હવે વધુ આધુનિક દવા Fomepizole પણ વપરાય છે.
શું ગંધ કે સ્વાદથી ઓળખી શકાય?
મોટાભાગના કેસમાં ‘ના'. મેથનોલ રંગહીન હોય છે, દેખાવમાં પાણી કે દારૂ જેવો લાગે, સામાન્ય માણસ માટે સ્વાદ કે ગંધથી ઓળખવો મુશ્કેલ છે, એટલે જ લઠ્ઠાકાંડ એટલા ખતરનાક બને છે.
સારાંશમાં, લોકોનું મળત્યુ ‘દારૂથી નહીં, પરંતુ શરીરમાં મેથનોલ તૂટીને બનેલા Formic Acid દ્વારા મગજ, આંખ અને અંગો પર થયેલા ઝેરી પ્રભાવથી થાય છે. તેથી મેથનોલ ઝેરને તાત્કાલિક તબીબી ઇમરજન્સી માનવામાં આવે છે.(૨.૧૫)
પ્યોર દારૂમાં વપરાતો ‘ઇથેનોલ' અને ડુપ્લીકેટ દારૂમાં વપરાતો ‘મેથનોલ': કયુ પ્રવાહી જાનલેવા બને છે ?
દારૂમાં પીવા માટે વપરાતો આલ્કોહોલ ઇથેનોલ (Ethanol / Ethyl Alcohol) હોય છે. આ જ પદાર્થ બિયર, વાઇન, વિસ્કી, રમ, વોડકા વગેરેમાં હોય છે.
મેથનોલ (Methanol / Methyl Alcohol) એક ઝેરી ઔદ્યોગિક રસાયણ છે, જેનો ઉપયોગ પેઇન્ટ, સોલ્વન્ટ, ફયુઅલ વગેરેમાં થાય છે. તે માનવ સેવન માટે નથી. મેથનોલ પીવાથી થતુ નુકશાન નીચે મુજબ છે.
*આંખની દ્રષ્ટિ જતી રહે (અંધાપો)
* કિડની અને અન્ય અંગોને ગંભીર નુકસાન
* વ્યકિત કોમામાં સરી પડે છે
* મળત્યુની સંભાવના
ભાવનગરની લઠ્ઠાકાંડ દુર્ઘટનામાં પ્રાથમિક તપાસ મુજબ લોકો દ્વારા પીવામાં આવેલા નકલી/ભેળસેળયુક્ત દારૂમાં મેથનોલની ભેળસેળ હતી. મેથનોલ શરીરમાં જઈને અત્યંત ઝેરી તત્ત્વોમાં પરિવર્તિત થાય છે, જેના કારણે ગંભીર ઝેર ચડી જાય છે અને મળત્યુ પણ થઈ શકે છે.
સરળ ભાષામાં કહીએ તો....,
* અસલી દારૂ = ઇથેનોલ
* ઝેરી ભેળસેળવાળો દારૂ = મેથનોલ
આવી દુર્ઘટનાઓ સામાન્ય રીતે ત્યારે બને છે જ્યારે ગેરકાયદેસર દારૂ બનાવનારાઓ ખર્ચ બચાવવા અથવા નફો વધારવા માટે ઇથેનોલની જગ્યાએ અથવા તેની સાથે મેથનોલ ભેળવે છે. મેથનોલની થોડીક જ માત્રા પણ જીવલેણ સાબિત થઈ શકે છે.(૨.૧૫)
રાજકોટ-સૌરાષ્ટ્રના ઉંચી બ્રાન્ડની સ્કોચ અને
સીંગલ મોલ્ટ પીનારા શોખીનોને હરીયાણા-પંજાબની
વાઇન શોપમાંથી પુરી પડાતી બોટલોના ભાવ
ગેરકાયદે દારૂ પીનારા ગરીબ, મધ્યમ વર્ગના લોકોની સાથે ઉચ્ચ વર્ગના લોકો પણ ઉચ્ચ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કી-સીંગલ મોલ્ટના શોખીન છે. આવા વર્ગને પંજાબ-હરીયાણાની વાઇન શોપનો દારૂ એકસાઇઝ ડયુટીના તફાવતના કારણે બુટલેગરો પડતરથી ડબલ કે તેથી વધુ કિંમતે તેમના સુધી સલામત રીતે પહોંચાડે છે તેના ભાવો નીચે મુજબ છે. જેમ ગરીબ-મધ્યમ વર્ગના લોકો ડુપ્લીકેટ કે હલ્કી બ્રાન્ડનો દારૂ પી લીવર, કીડની ખરાબ કરે છે કે લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવે છે તેવી રીતે ઉચ્ચ વર્ગના શોખીનો સપ્લાય નેટવર્ક અને બ્રાન્ડ અને કવોલીટીની ખરાઇ કરી દારૂ ખરીદતા હોવાથી ભોગ બનતા નથી છતા એક ખુણે ડુપ્લીકેટ તો નહિ હોય ને? તેવી આશંકા જરૂર સેવતા હોય છે.
* ગ્લેનલીવીટ હરીયાણાનો ભાવ ૩ર૦૦-૩૩૦૦ રાજકોટ પહોંચતી બોટલનો ભાવ ૬પ૦૦ થી ૭૦૦૦ સુધી
* ગ્લેનફીડીક ભાવ લગભગ ઉપર મુજબ
* બ્લેક લેબલ-ડબલ બ્લેક-સીવાજરીગલ, મંકી સોલ્જર પણ આ કેટેગરીની ઉપર મુજબના ભાવે મળતી બ્રાન્ડો છે.
ગુજરાતમાં બનેલી લઠ્ઠાકાંડની મુખ્ય ઘટનાઓ
ગુજરાતમાં મેથનોલ/ઝેરી દારૂ (લઠ્ઠાકાંડ)ના મોટા અને વ્યાપક અસરવાળા બનાવો બહુ ઓછા નોંધાયા છે. ઉપલબ્ધ જાહેર માહિતી અનુસાર સૌથી ગંભીર અને નોંધપાત્ર ઘટનાઓ નીચે મુજબ છે.
* ૧૯૯૨માં રાજકોટમાં કોલનવોટર (કોસ્મેટીક પ્રોડકટ)માં ભેળસેળ કરી નશાયુકત પ્રવાહી ગરીબોને સસ્તા ભાવે વેંચવામાં આવતુ હતું. આ કાળો કારોબાર શહેરના ચોક્કસ મેડીકલ સ્ટોર ઉપરથી પોલીસની મીઠી નજરતળે ચાલતો હતો. જેમાં મહિકાની સીમની વાડીમાંથી ડુપ્લીકેટ કોલનવોટર (ઘોડા) બનાવી સપ્લાય થતો હતો. જેમાં ચોક્કસ જથ્થામાં ભાવનગરની માફક કેમીકલ ભેળસેળમાં ક્ષતિ રહી જતા ટપોટપ ૨૯ પ્યાસીઓના મૃત્યુ થયા હતા. જેના પડઘા રાજયભરમાં પડયા હતા. આ ઘોડાકાંડ પાછળ ૩ જેટલા નિવૃત અને સર્વીસમાં રહેલા પોલીસ કર્મચારીઓ સહિત અનેકની સીધી કે આડકતરી સંડોવણી ખુલી હતી.
* જુલાઈ ૨૦૨૨ બોટાદ - અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર ૪૨ લગભગ ૯૭ લોકો હોસ્પિટલમાં દાખલ. મેથનોલ ભેળવેલા દારૂથી ઝેર ચડ્યું. ઘણા લોકોને દ્રષ્ટિ ગુમાવવાની અને ગંભીર અંગ નુકસાનની સમસ્યા થઈ.
* ઓગસ્ટ ૨૦૨૬ ભાવનગર (વારતેજ વિસ્તાર) ૧૩ (અત્યાર સુધી) ૬૦થી વધુ લોકો અસરગ્રસ્ત. અનેક દર્દીઓ ICUમાં દાખલ. તપાસમાં મેથનોલ ભેળવાયેલ દારૂનો ખુલાસો.
મેથનોલની ગંભીર અસરો
મેથનોલ ઝેરના મુખ્ય પરિણામો અંધાપો, કિડની/લિવર ફેલ્યોર, કોમા અને મળત્યુ હોય છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂના નેટવર્કને કારણે સમયાંતરે આવી દુર્ઘટનાઓ બને છે.
મળત્યુઆંકની દ્રષ્ટિએ બોટાદ લઠ્ઠાકાંડ (૨૦૨૨) સૌથી મોટી દુર્ઘટના ગણાય છે, જ્યારે ભાવનગર (૨૦૨૬) તાજેતરની મોટી ઘટના છે.
સંદર્ભ માટે, ગુજરાતના ઇતિહાસમાં સૌથી ભયાનક લઠ્ઠાકાંડ ૨૦૦૯નું અમદાવાદ લઠ્ઠાકાંડ હતું, જેમાં ૧૪૦થી વધુ લોકોનાં મળત્યુ થયા હતા.
પોસ્ટમોર્ટમ
જયદેવસિંહ જાડેજા
મો. ૯૮રપર ર૮૮૮ર
(2:23 PM IST)










