<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

વકિલાતના વ્‍યવસાયમાં પારદર્શિતા જરૂરી છેઃ વકીલોએ પક્ષકારોના માઉથપીસ બનવુ જોઇએ નહિઃ જસ્‍ટીસ ગવઇ

સામાજીક ક્રાંતિમાં વકીલોની ભુમિકા અગત્‍યની છેઃ આઝાદીની લડાઇમાં વકીલોનું યોગદાન મહત્‍વનું રહયુ છેઃ સુપ્રિમ કોર્ટ- હાઇકોર્ટના જજીસ તેમજ દેશભરના જાણીતા વકીલોના સેમિનારમાં હાજરીઃ વકીલાતના વ્‍યવસાયમાં ધર્મનો મતલબ ‘સત્‍ય અને ન્‍યાય'નો છેઃ રાજકોટ બાર એસો. દ્વારા આયોજીત નેશનલ લીગલ સેમિનારમાં વકીલોની અભૂતપૂર્વ હાજરી

રાજકોટઃ ગઇકાલે આત્‍મીય કોલેજ ખાતે યોજાનાર લીગલ સેમિનારમાં સુપ્રિમકોર્ટના પૂર્વ ચીફ જસ્‍ટીશ બી.આઇ. ગવઇ, હાઇકોર્ટ જજ ઇલેશ વોરા, એચ.ડી. સુથાર, રાજકોટના ડીસ્‍ટ્રીકટ જજ સી.કે. ચોૈહાણ તેમજ રાજસ્‍થાન, ઓરિસ્‍સા, ઉતરાખંડના જાણીતા વકીલો સહિત ઉપસ્‍થિત સીનીયર- જુનિયર વકીલો, મહિલા વકીલો તસ્‍વીરોમાં નજરે પડે છે.(૨.૧૯)

રાજકોટ, તા.૨૪: ગઈકાલે રવિવારે રાજકોટમાં નેશનલ લીગલ સેમિનાર યોજાયો હતો. જેમાં સુપ્રીમ કોર્ટનાં પૂર્વ ચીફ જસ્‍ટિસ બી. આર. ગવઈએ પ્રોફેશનલ એથીકસ ઈન લીગલ પ્રેકટીસ વિષય પર વકીલોને માર્ગદર્શિત કર્યાં હતા જ્‍યારે ક્રીમીનલ ઈન્‍કવાયરી, ગુજરાત લેન્‍ડ રેવન્‍યુ કોડ, ડિજિટલ એવીડન્‍સ, વેલ્‍યુ ટુ ડેટા પ્રાઈવેસી ઈન ટ્રાયલ કોર્ટ તથા એડવોકેસી ઈન એઆઈ એઈજ સહિતના મહત્‍વના મુદ્દા પર દેશ ભરમાંથી આવેલા કાયદાના તેજજ્ઞોએ જ્ઞાન પીરસ્‍યું હતું.

રાજકોટ બાર એસો. દ્વારા આ નેશનલ લીગલ સેમિનાર માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ ચીફ જસ્‍ટિસ બી. આર. ગવઈ મુખ્‍ય મહેમાન બન્‍યા હતા. આ ઉપરાંત હાઇકોર્ટના બે ન્‍યાયાધીશો ઈલેશ વોરા અને એસ. ડી. સુથારે પણ વકીલોનું માર્ગદર્શન કર્યું હતું. આ સિવાય દેશના પ્રખ્‍યાત સિનિયર ધારાશાષાીઓએ પણ વકીલોને માર્ગદર્શન આપ્‍યું હતું.

ગુજરાતના સિનિયર ધારાશાષાી સુધીરભાઈ નાણાવટી, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે. જે. પટેલ, બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર મહારાષ્‍ટ્રના સતિષ દેશમુખ, ઓરિસ્‍સાના ભકતા ભુષણ, ઉત્તરાખંડના ડી.કે. શર્મા, ઝારખંડના પ્રશાંત સિંઘ સહિતના પ્રખ્‍યાત ધારાશાષાીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. અલગ અલગ વિષયો ઉપર આ નેશનલ લીગલ સેમીનારનું આયોજન રાજકોટના કાલાવડ રોડ પર આવેલ આત્‍મીય કોલેજ ખાતે કરવામાં આવેલ હતું. સવારના ૯:૦૦ કલાક થી સાંજના ૬:૩૦ વાગ્‍યાં સુધી અલગ અલગ વિષય ઉપર વકતાઓ દ્વારા લેકચર આપવામાં આવ્‍યું હતું. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્‍ટિસ ઓફ ઇન્‍ડિયા બી. આર. ગવઈએ વકીલોને પ્રોફેશનલ એથીક્‍સ ઈન લીગલ પ્રેકટીસ વિષય પર અને ગુજરાત હાઇકોર્ટના જસ્‍ટિસ એચ. ડી. સુથારે બેઈલ/જામીન અરજી અંગેની કાર્યવાહી ઉપર લેક્‍ચર આપ્‍યું હતું. આ ઉપરાંત વિવિધ તેજજ્ઞોએ ધી ઈમ્‍પોર્ટન્‍સ ઓફ રજીસ્‍ટ્રેશ એન્‍ડ લીગલ રીકવાઈરમેન્‍ટસ એન્‍ડ રીગાર્ડસ ટાન્‍જેકશન ઓફ ઈમુવેબલ પ્રોપર્ટી એન્‍ડ અમેન્‍ડમેન્‍ટ રીકવાયર્ડ ટુ સેફ ગાર્ડ પચેંજર્સ તથા ક્રીમીનલ ઈન્‍કવાયરી, તથા સ્‍કોપ એન્‍ડ એસ્‍ટેન્‍ત ઓફ એ પ્રીલીમીનરી બીફોર રજીસ્‍ટ્રેશન ઓફ એફઆઈઆર તથા ગુજરાત લેન્‍ડ રેવન્‍યુ કોડ, તથા ડીંકોડીંગ, ડીજીટલ એવીડન્‍સ અન્‍ડર બીએનએસએસ એન્‍ડ બીએસએ ફોમ હેઝ વેલ્‍યુ ટુ ડેટા પ્રાઈવેસી ઈન ટ્રાયલ કોર્ટ તથા એડવોકેસી ઈન એ આઈ એઈજ વિગેરે મહત્‍વના વિષયો/ટોપીક ઉપર કાયમી ધોરણે ઉપયોગમાં આવે તેવી વકતા દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, આત્‍મીય સંસ્‍થાના સંતો, બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના મેમ્‍બરો સહિતના મહાનુભાવો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

 આ કાર્યક્રમ માટે રાજકોટ બાર પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નીલેશ પટેલ, ઉપપ્રમુખ એસ.કે.જાડેજા, જયેન્‍દ્ર ગોંડલીયા, પ્રગતીબેન માંકડીયા, કેતન મંડ, કારોબારી સભ્‍યો સ્‍તવન મેહતા, ભાર્ગવ પંડયા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વીન રામાણી, કલ્‍પેશ સાકરીયા, દીપ વ્‍યાસ, નીશાબેન લુણાગરીયા, મીનલબેન સોનપાલ, હીરલબેન જોષી, રક્ષાબેન ઉપાધ્‍યાય, હસમુખ સાગઠીયા સહિતએ ભારે જહેમત ઉઠાવી હતી.

(3:41 PM IST)