તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 24th August 2026
આજી જીઆઇડીસીમાં ચા પીતી વખતે ઢળી પડતાં સુપરવાઇઝર હસમુખભારથીનું મોત
હૃદય બેસી ગયું: મવડીનાગોસ્વામી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: મવડી બાપા સિતારામ ચોકમાં ઇસ્કોન રેસીડેન્સી ખાતે રહેતાં હસમુખભારથી નવલભારથી ગોસ્વામી (ઉ.વ.૬૧) નામના વૃધ્ધ સવારે દસેક વાગ્યે આજી જીઆઇડીસીમાં સ્ટવ કંપની ખાતે નોકરી પર હતાં ત્યારે ખુરશીમાં બેઠા બેઠા ચા પીતી વખતે બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર હસમુખભાઇ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પોતે કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં હતાં. હાર્ટએટેક આવી ગયાનું જાહેર કરાયું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:34 PM IST)










