<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

હવે મચ્‍છરોની ખેર નથી! રાજકોટના આકાશમાં ડ્રોનની નજર, AI શોધશે મચ્‍છરોના‘અડ્ડા'

મનપાનો ટેકનોલોજીકલ પ્રહારઃ ૧૬૨ ચો.કિ.મી. વિસ્‍તારમાંAIથી મચ્‍છર ઉત્‍પત્તિ કેન્‍દ્રોનું મેપિંગ, ડ્રોનથી ૫૦૦ કલાક લાર્વીસાઇડનો છંટકાવઃ રામનાથ મહાદેવ મંદિર ખાતેથી નેહલ શુકલના હસ્‍તે કામગીરીનો પ્રારંભ

રાજકોટ,તા.૨૪: શહેરમાં ડેન્‍ગ્‍યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્‍છરજન્‍ય રોગો સામે હવે મહાનગરપાલિકાએ આધુનિક ટેકનોલોજીનું શસ્ત્ર મેદાને ઉતાર્યું છે. શહેરના ખૂણે-ખૂણે મચ્‍છરોના ઉત્‍પત્તિ સ્‍થાનો શોધવા માટે AIની નજર અને ડ્રોનની ઉડાનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્‍યો છે. રામનાથ મહાદેવ મંદિર ખાતેથી મેયર ડો. નેહલ શુક્‍લના હસ્‍તે આ અત્‍યાધુનિક કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્‍યો હતો.

ડ્રોન દ્વારા શહેરના અંદાજે ૧૬૨ ચો.કિ.મી. વિસ્‍તારના AI આધારિત મેપિંગ કરી મચ્‍છરોના સંભવિત બ્રિડિંગ સોર્સ શોધવામાં આવશે. સ્‍થળોને જીઓ-ટેગ કરી આરોગ્‍ય વિભાગની ટીમ દ્વારા ચકાસણી અને સોર્સ રિડક્‍શન કરવામાં આવશે. જ્‍યાં માનવબળથી પહોંચવું મુશ્‍કેલ હોય તેવી અગાશીઓ, જળાશયો, બાંધકામ સાઇટો, ખુલ્લા પ્‍લોટ અને ડ્રેનેજ જેવા વિસ્‍તારોમાં ડ્રોન દ્વારા લાર્વીસાઇડ દવાનો છંટકાવ કરાશે. આ માટે અંદાજે ૫૦૦ કલાકની ડ્રોન કામગીરી હાથ ધરવામાં આવનાર છે. કાર્યક્રમ દરમિયાન ડ્રોનથી લાર્વીસાઇડ દવાના છંટકાવનું લાઇવ ડેમો પણ યોજાયું હતું. પરંપરાગત પદ્ધતિની સાથે AI અને ડ્રોન ટેકનોલોજીને મેદાને ઉતારી રાજકોટ મહાનગરપાલિકાએ મચ્‍છરજન્‍ય રોગો સામેની લડાઈને હવે ‘હાઈટેક' બનાવી છે.

આ પ્રસંગે ડેપ્‍યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા ASI, શાસક પક્ષ નેતાથી ડો. હિરેનભાઈ ખીમાણીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, આરોગ્‍ય સમિતિ ચેરમેનશ્રી ડો.રીંકલભાઈ મેઘાણી, આરોગ્‍ય સમિતિના સભ્‍યશ્રી શૈલેષભાઇ રવજીભાઇ વસાણી આરોગ્‍ય સમિતિના સભ્‍યથી અરૂણાબેન જયેશભાઈ આડેસર, વોર્ડ નં. ૭ ના કોર્પોરેટાઓ ખ્‍યાતીબેન કિરીટભાઈ ગોહેલ અને કોર્પોટર વર્ષાબેન કિરીટભાઇ પાંપી તથા નાથબ કમિશનરશ્રી ચેતનભાઇ નંદાણીઆરોગ્‍ય અધિકારીથી ડો. જયેશ વકાણી, આયોલોજીસ્‍ટશ્રી વૈશાલીબેન રાઠોડ સહિતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ કામગીરી   મહાનગરપાલિકા દ્વારા શહેરના અંદાજે૧૬૨ ચો.કિ.મી. વિસ્‍તરનું ા આપારિત મેપિંગકરી સંભવિત મચ્‍છર ઉત્‍પત્તિ કોેની ઓળખ કરવામાં આવશે તથા ત્‍યારબાદ અંદાજે૫૦૦ કલાક સુધી ડ્રોન દ્વારા લાર્થીસાઇડ દવાનો છટકાવકરવામાં આવનાર છે.

આ કામગીરીનો મુખ્‍ય ઉદેશ મચ્‍છર ઉત્‍પત્તિ કેન્‍દ્રોની વહેલી ઓળખ, સમયસર સોર્સ રિડાશન તથ જરૂરિયાત મુજબ લાર્વીસાઇડ ટ્રીટમેન્‍ટ દ્વારા મચ્‍છરજન્‍ય રોગોના ફેલાવા પર અસરકારક નિયંત્રણ મેળવવાનો છે.

મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત મચ્‍છર નિયંત્રણ પદ્ધતિઓ સાથે આધુનિક ડ્રોન તથા ટકનોલોજીનો સમન્‍વય કરીસ્‍વસ્‍થ અને રોગમુક્‍ત રાજકોટબનાવવાની દિશામાં વધુ એક મહત્‍વપૂર્ણ પહેલ સાથે ઘરવામાં આવી છે.

(3:30 PM IST)