<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

જન્‍માષ્ટમીએ રાજકોટમાં જામશે ‘મટકીફોડ'નો જંગઃ ચૌધરી હાઈસ્‍કૂલ મેદાન બનશે આકર્ષણનું કેન્‍દ્ર

મનપાનું આયોજનઃ ૪ સપ્‍ટેમ્‍બરે મટકીફોડ સ્‍પર્ધા યોજવા તડામાર તૈયારીઃ ટેન્‍ડર પ્રસિદ્ધઃ વિજેતાઓને સર્ટિફિકેટ સાથે ઇનામ અપાશેઃ સ્‍પર્ધાના નિયમોની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવના

રાજકોટ, તા. ૨૪: જન્‍માષ્ટમીના પર્વને આ વખતે રાજકોટમાં વધુ રંગારંગ અને રોમાંચક બનાવવાની તૈયારીઓ શરૂ થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા. ૪ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ જન્‍માષ્ટમી નિમિત્તે શહેરના ચૌધરી હાઈસ્‍કૂલ મેદાન ખાતે ભવ્‍ય મટકીફોડ સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

કાર્યક્રમના આયોજન માટે  ટેન્‍ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

મ્‍યુનિસિપલ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્‍કળતિક વિકાસ વિભાગ દ્વારા મટકીફોડ કાર્યક્રમ માટે ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સર્વિસ મેળવવા ઓફર મંગાવવામાં આવી છે.

આ કામગીરી માટે અનુભવ ધરાવતી તેમજ GST નંબર ધરાવતી ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ સંસ્‍થા, પેઢી કે વ્‍યક્‍તિ પાસેથી લેટરપેડ ઉપર સીલબંધ કવરમાં ભાવ મંગાવવામાં આવ્‍યા છે.

ઇવેન્‍ટ માટે જરૂરી માલસામાન, મજૂરી તેમજ સ્‍થળ પર જરૂરી સેવાઓ પૂરી પાડવા સહિત તમામ કરવેરા સાથેના ભાવ તા. ૨૯-૦૮-૨૦૨૬ સુધીમાં ઓફિસ સમય દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા, સેન્‍ટ્રલ ઝોન, સાંસ્‍કળતિક વિકાસ વિભાગ, ડો. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂમ નં. ૫, ઢેબરભાઈ રોડ ખાતે રૂબરૂ રજૂ કરવાના રહેશે.

જન્‍માષ્ટમીના દિવસે ચૌધરી હાઈસ્‍કૂલના મેદાનમાં યોજાનારી આ મટકીફોડ સ્‍પર્ધાને લઈને હાલ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

સ્‍પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો, ટીમોની રચના સહિતની જરૂરી વિગતોની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ જાણવા મળે છે.

મટકીફોડમાં વિજેતા બનનારા સ્‍પર્ધકોને સર્ટિફિકેટ ઉપરાંત ઇનામો પણ એનાયત કરવામાં આવશે. જન્‍માષ્ટમીની ઉજવણી સાથે સાહસ અને રોમાંચનો સંગમ કરાવતી આ સ્‍પર્ધા શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહે તેવી શકયતા છે

 

(3:29 PM IST)